________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૪૬૫ એકાંતવાદીઓને આવતા દોષ.
એકાંતવાદીઓ આ રીતે સ્વીકારતા નથી તેથી તેમને સર્વદ્રવ્યરૂપ, સ્વક્ષેત્ર સંબંધી, સર્વકાળ સંબંધી અને સર્વભાવથી આત્મા છે આવી આપત્તિ આવશે. તે આ પ્રમાણે
જો સર્વદ્રવ્યરૂપે આત્મા છે આવું પ્રતિપાદન થાય તો દ્રવ્યત્વની જેમ આત્મા આત્મા જ ન રહે.
જેમ દ્રવ્યત્વ એ આત્મા નથી, કેમ કે દ્રવ્યત્વ એ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યરૂપે છે. જેટલા દ્રવ્ય છે તે બધામાં દ્રવ્યત્વ છે માટે દ્રવ્યત્વ સર્વ દ્રવ્યરૂપે છે. તેમ આત્મા પણ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યરૂપે છે. તો આત્મા પણ સર્વદ્રવ્યરૂપે થઈ જશે તો દ્રવ્યત્વ જેમ આત્મા નથી તેમ આ આત્મા પણ આત્મા નહીં રહે !
આ રીતે સર્વ દ્રવ્યરૂપે આત્મા થશે ! તો આત્માના અભાવનો પ્રસંગ આવશે !
વળી જો સર્વક્ષેત્ર સંબંધી આત્મા છે આવું પ્રતિપાદન થાય તો પણ દ્રવ્યત્વની જેમ આત્મા આત્મા જ નહિ રહે !
આ રીતે સ્વક્ષેત્રથી અસ્તિત્વ ન બોલાય તો આત્માની સર્વવૃત્તિતા એટલે સર્વક્ષેત્ર સંબંધિતત્વ થશે ! અને આમ થશે તો આત્માના અભાવનો પ્રસંગ આવશે.
જો સ્વકાળ સંબંધી ન સ્વીકારાય તો દ્રવ્યરૂપે સર્વકાળનો સંબંધી થઈ જતો હોવાથી આત્મા આકાશ જેવો થઈ જશે ! જેમ આકાશ સર્વકાળમાં છે તો તે આત્મા નથી તેમ આત્મા પણ સર્વકાળ સંબંધીપણાથી આત્મા આત્મા જ નહીં રહે !
આ રીતે સર્વકાળ સંબંધી આત્મા થશે ! તો આત્માના અભાવનો પ્રસંગ આવશે !
જો સ્વભાવથી આત્માનું અસ્તિત્વ ન સ્વીકારાય તો વર્તમાન મનુષ્યભાવમાં પણ સમસ્ત નારકાદિ ભાવનો પ્રસંગ આવશે ! એટલે સર્વભાવવાળો આત્મા થશે! તો આત્માના અભાવનો પ્રસંગ આવશે !
આ રીતે સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આત્માનું અસ્તિત્વ નહીં સ્વીકારનાર, માત્ર તિ પર્વ અસ્તિત્વ જ સ્વીકારનાર એકાંતવાદીઓને સર્વદ્રવ્યરૂપ, સર્વક્ષેપ સંબંધી, સર્વકાળસંબંધી અને સર્વભાવરૂપ થવાથી આત્માના અભાવનો પ્રસંગ આવશે !
આથી અવશ્ય સ્વદ્રવ્યાદિપણા વડે જ આત્માનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ, અન્ય દ્રવ્યાદિત્વથી નહીં. કેમ કે સ્વપર્યાયોથી આત્માનું અસ્તિત્વ છે અને પર પર્યાયથી નાસ્તિત્વ છે માટે “યાદ્ અપ્તિ અને “ચાત્ નાપ્તિ આ પ્રમાણે બે ભંગ બને છે.
આત્માનું અસ્તિત્વ સ્વભાવ અને પર અભાવ ઉભયને આધીન છે. આથી જેમ સ્વઅસ્તિત્વથી અસ્તિ કહેવાય છે તેમ પર નાસ્તિત્વથી નાસ્તિ પણ કહેવું જોઈએ ! કારણ કે આ પ્રકાર સિવાય એકાંતવાદી માટે બીજો કોઈ પ્રકાર નથી કે જેનો આધાર લઈને અવખંભ દઢ પ્રતિબંધ થાય. મતલબ વસ્તુ સ્વ અસ્તિત્વથી અસ્તિ અને પર નાસ્તિત્વથી નાસ્તિ છે આ સિવાયનો કોઈ પણ પ્રકાર નથી કે જેના પર તેઓ નિર્ભર રહી શકે !