________________
તત્ત્વાર્થ સૂત્ર
દા. ત. જેમ નીલોત્પલાદિ. નીલોત્પલાદિમાં ઉત્પલ શબ્દ દ્રવ્ય શબ્દતાને પામેલો હોવાથી વિશેષ્ય બને તેથી નીલ અને ઉત્પલ આ બે પદનું સમાનાધિકરણ બની શકે છે.
જ્યારે અહીં તો સત્ અને અસત્ બંને ગુણ છે. તેથી પરસ્પર ભેદ છે. અર્થાત્ સત્ત્વમાં અસત્ત્વનો અત્યંત ભેદ છે અને અસત્ત્વમાં સત્ત્વનો અત્યંત ભેદ છે. માટે સમાનાધિકરણ નથી. કેમ કે સત્ત્વ અને અસત્ત્વ એ દ્રવ્યશબ્દ નથી. અર્થાત્ દ્રવ્યવાચક શબ્દ નહીં હોવાથી પરસ્પર સત્ત્વ, અસત્ત્વનું સમાનાધિકરણ નથી.
૪૮૨
આ સત્ત્વ અને અસત્ત્વ સામાન્યવિશેષરૂપે નથી માટે સત્ત્તાસત્ત્વનો વિશેષણવિશેષ્ય સમાનાધિકરણ (કર્મધારય) સમાસ નથી.
વળી કર્મધા૨ય સમાસ તો બે અર્થનો ઇષ્ટ છે, એટલે કોઈ પણ પ્રકારે આ બે ગુણનો કર્મધારય સમાસ છે જ નહિ.
અને વળી બીજું કોઈ પ્રતિપદમાં વિધાન કરાયેલું સમાસનું લક્ષણ છે નહિ. અર્થાત્ એક પદનો સમાસ હોતો નથી. તેથી સમાસનો અભાવ હોવાથી યુગપત્ સત્ત્વ અને અસત્ત્વનો પ્રયોગ બની શકે નહિ. યુગપત્ સત્ત્વ, અસત્ત્વના પ્રયોગનો અભાવ છે.
-
શંકા :- જો સમાસનો અભાવ છે તો યુગપત્ પ્રયોગનો અભાવ સંભવે પરંતુ સમાસ વાક્યથી તો કર્મધારય સમાસ થતા યુગપત્ અભિધાન થઈ શકે ને ?
સમાધાન :- ના, તદ્વાક્ય એટલે કે વિગ્રહવાક્યના અર્થના અભિપ્રાયવાળા કર્મધારય સમાસની કલ્પના કરવા ધારો તો તે પણ કરી શકતા નથી. કેમ કે વિગ્રહવાક્યમાં સામર્થ્ય નથી કે તે એક સાથે સત્ત્વ અને અસત્ત્વનું પ્રતિપાદક બની શકે ! અને તે સમાસને અનુસરનારું વાક્ય હોય છે માટે સત્ત્વ, અસત્ત્વનો કર્મધારય સમાસ પણ બની શકે નહીં.
આ રીતે સમાસથી પણ સત્, અસત્ શબ્દ યુગપત્ બે ગુણના અભિધાયક બની શકતા નથી એ સિદ્ધ કર્યું.
હવે વાક્ય પણ એકસાથે બે ગુણનું અભિધાયક બની શકતું નથી તે બતાવીએ છીએ.
વાક્ય એટલે આખ્યાત આદિ પદનો સમુદાય. ‘સન્ ૬ અસન્ ૬ આત્મા' આ પદ સમુદાય છે, પણ આખ્યાતાદિ પદ સમુદાયરૂપ વાક્ય નથી. કેમ કે આમાં આખ્યાત નથી— ‘ભવતિ’ આદિ ક્રિયાનો સંબંધ નથી.
આત્મામાં સત્ત્વ અને અસત્ત્વ સર્વકાળમાં છે એટલે વર્તમાનકાળ આદિ કોઈ કાળને જણાવનાર ‘મતિ' આદિ પદ જો ત્યાં લેવાય તો સર્વકાળમાં આત્મામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ જે આપણને ઇષ્ટ છે. તેના ‘મતિ' આદિ પદ વિરોધી થાય છે એટલે ‘મતિ' આદિ પદની
૬.
૨.
આત્મા અત્યેવ, ‘આત્મા નાÒવ' આવા પ્રકારની વિચારણામાં.
'यत्रापि अन्यत् क्रियापदं न श्रूयते तत्रापि अस्ति भवन्ति परस्समस्ति '
આવો વૈયાકરણનો મત છે. આ મત આશ્રિત કહી રહ્યા છે કે અહીં આ ક્રિયાનો સંબંધ નથી માટે વાક્ય નથી એમ સમજવું.