________________
૪૭૫
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
દા. ત. જેમ ઘટસત્તા ઘટનો ધર્મ છે. ઘટ દ્રવ્ય સ્વપર્યાયનો અનુભવ કરી રહેલ ઘટ દ્રવ્યનું સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વ છે.
આ રીતે આ બે વિવક્ષા છે. તેમાં જે શબ્દ વડે પર પર્યાયથી અસદર્થ કહેવાય છે તે શબ્દ વડે સામર્થ્યનો અભાવ હોવાથી સ્વપર્યાયથી સત્ કેમ કહેવાય ? અને જે શબ્દથી સ્વપર્યાયથી સત્ કહો છો તે શબ્દથી સામર્થ્યનો અભાવ હોવાથી પર પર્યાયથી અસત્ કેમ કહેવાય ? એટલે તેવી બે વિવક્ષા કરીએ તો દ્રવ્ય અવક્તવ્ય જ છે.
માટે જ સમજાય છે કે ઉપર મુજબ બે વિવક્ષા પરસ્પર વિલક્ષણ અને વિરુદ્ધ છે. કેમ કે એક વિવક્ષા પર પર્યાયને લઈને છે અને બીજી વિવક્ષા સ્વપર્યાયને લઈને છે. સ્વપર્યાયથી સત્ અને પરપર્યાયથી અસત્ કહેવાય છે.
આ સત્ અને અસત્ એક કાળમાં કહેવાય છે. પરંતુ આવી ઉભય વિવક્ષામાં બંને પરસ્પર વિલક્ષણ અને વિરુદ્ધ હોવાથી આ બંને ધર્મો વડે પણ એકીસાથે કહેવામાં આવે તો એક પુરુષરૂપ એક દ્રવ્યમાં તેનો સંભવ નથી. કેમ કે વચનવિશેષને દ્રવ્ય ઓળંગી જાય છે અને તેના વાચક શબ્દનો અભાવ છે માટે અવક્તવ્ય જ છે.
આમ અનેક હેતુ આપીને અવક્તવ્યની સિદ્ધિ કરી. હજી પણ આ જ વાતને સ્પષ્ટ કરતાં એકાંતવાદી કહી રહ્યા છે.
અસ્તિત્વ અને નાસ્તિત્વ એ વિરુદ્ધ ધર્મ છે. તેથી એક અધિકરણમાં અને એક કાળમાં તે બે વિરુદ્ધ ધર્મનો સંભવ જ નથી. આથી તેવા પ્રકારના પદાર્થનો અભાવ છે. જ્યારે એવા પદાર્થનો અભાવ છે તો તેનો વાચક શબ્દ પણ ન જ હોય. એટલે તેવો પદાર્થ નહીં હોવાથી તેનો વાચક શબ્દ પણ નથી જ...॥૧॥
એકાંતવાદમાં ગુણોનું યૌગપદ્ય બની શકતું જ નથી તો વિસ્તારથી બતાવીએ છીએ...
કાલાદિના અભેદથી ગુણોનું જે રહેવું તે યુગપદ્ભાવ કહેવાય છે. અર્થાત્ ઉપર બતાવ્યા મુજબ એક દ્રવ્યમાં એક કાળમાં એકસાથે ગુણો રહે તે યુગપદ્ભાવ કહેવાય છે. અને તેવું યૌગપદ્ય-એકીસાથે રહેવાપણું એકાંતવાદમાં છે જ નહિ. કારણ કે વસ્તુમાં ગુણો કાલાદિ દ્વારા જ રહી શકે છે !
કાલાદિ અભેદથી ગુણો રહે છે તો તે કાલાદિ આઠ છે તે આ પ્રમાણે—
(૧) કાળ, (૨) આત્મરૂપ, (૩) અર્થ, (૪) સંબંધ, (૫) ઉપકાર, (૬) ગુણિદેશ, (૭) સંસર્ગ, (૮) શબ્દ
સિદ્ધાંતમાં અપેક્ષાભેદથી એક કાળમાં અને એક દ્રવ્યમાં અસ્તિત્વ-નાસ્તિત્વનો સંભવ છે જ અને આવા પ્રકારનો અર્થ નથી એમ પણ નથી પરંતુ આવા પ્રકારનો અર્થ કહેવો હોય તો અવક્તવ્ય શબ્દ સિવાય કોઈ પણ શબ્દ સમર્થ નથી. અવક્તવ્ય શબ્દ તો તેવા પ્રકારના અર્થને કહેવા માટે સમર્થ જ છે. માટે જ ‘સ્વાદ્ અવવ્ય' આમ ચાલ્ શબ્દનો પ્રયોગ કરાય છે.
૨.
૧. કાળરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી.
૧.