________________
૪૬૨
તત્ત્વાર્થ સૂત્ર છતાં કેટલાક સમસ્ત વસ્તુ અનેકાંતરૂપ છે આ પ્રમાણે વ્યવહારને સ્થાન આપતા અનેકાંતને સ્વીકારનારા હોય છે અને કેટલાક અનેકાન્તના દ્વેષી રહે છે. ખરેખર જગતમાં દુર્જનો કારણ વગર મત્સરના પ્રસરવાળા હોય છે. મતલબ પરવાદીઓ કે જેઓ સ્યાદ્વાદ માનતા નથી પણ એનો ઉપયોગ કરતા હોય છે, અને કેટલાક તો સ્યાદ્વાદનો ઉપયોગ કરવા છતાં એના ઉપર દ્વેષ રાખે છે. એટલે અનેકાંતવાદનું ખંડન કરે છે.
આ રીતે અયોગ વ્યવચ્છેદ પણ સ્યાદ્વાદથી જ સંગત થશે. નહિ તો જીવકારનો પ્રયોગ નિષ્ફળ જ છે..
એવી જ રીતે અવધારણનાં બીજાં બે ફળ અન્યયોગ વ્યવચ્છેદ અને અત્યન્ત અયોગ વ્યવચ્છેદ તે બતાવ્યાં તે પણ જો સ્યાદ્વાદનો આશ્રય લઈશ તો જ સંગત થશે. નહિ તો અવધારણની વ્યર્થતા જ સિદ્ધ થશે. અન્યયોગ વ્યવચ્છેદ પણ સ્યાદ્વાદનો આશ્રય લે તો સાર્થક છે.
જયાં પણ અન્યયોગ વ્યવચ્છેદ અભિપ્રેત છે ત્યાં પણ યોગવિશેષનો વ્યવચ્છેદ થાય છે, યોગસામાન્યનો વ્યવચ્છેદ થતો નથી. કેમ કે અન્યમાં જે ધોગ છે તે યોગવિશેષ છે તે યોગવિશેષ અભિપ્રેત છે અને તે યોગવિશેષનો જ વ્યવચછેદ કરાય છે, યોગસામાન્યનો નહીં એટલે યોગસામાન્ય રહ્યો, યોગવિશેષનો અભાવ થયો.
દા. ત. “પાર્થ એવ ધનુર્ધર જેવી ધનુર્ધરતા પાર્થમાં છે તેવી બીજામાં નથી.”
આ ઉદાહરણમાં બીજાઓમાં ધનુર્ધરતાના સામાન્ય યોગનો વ્યવચ્છેદ નથી પણ વિશિષ્ટ ધનુર્ધરતાનો છે. અર્થાત્ ધનુર્ધરતા વિશેષનો બીજાઓમાં યોગ નથી.
માટે અન્ય યોગ વ્યવચ્છેદ ઈષ્ટ કરો તો પણ વિશેષયોગનો વ્યવચ્છેદ થાય છે પણ યોગસામાન્યનો વ્યવચ્છેદ થતો નથી. બીજાઓમાં સામાન્ય ધનુર્ધરતા છે પણ વિશિષ્ટ ધનુર્ધરતા નથી. આ રીતે બીજાઓમાં ધનુર્ધરતા “વત્ તિ', “હું નાસ્તિ' સિદ્ધ થાય છે. અત્યન્ત અયોગ વ્યવચ્છેદ પણ સ્યાદ્વાદથી સિદ્ધ છે.
અત્યન્ત અયોગ વ્યવચ્છેદમાં પણ અત્યન્ત અયોગ=સર્વ પ્રકારે યોગ છે જ નહીં તેનો વ્યવચ્છેદ કરાય છે પણ અયોગ સામાન્યનો વ્યવચ્છેદ કરાતો નથી. કેમ કે યોગની માફક અયોગનો પણ કોઈ પણ પ્રકારે સદ્ભાવ રહેતો હોય છે. માટે (૧) અત્યન્ત અયોગ વ્યવચ્છેદ એટલે સર્વ પ્રકારે યોગ..
અથવા (૨) અત્યન્ત અયોગ વ્યવચ્છેદના તાત્પર્યનું આલંબન લઈને બીજી રીતે અત્યન્ત અયોગનો અર્થ કરતા કહે છે કે
અત્યન્ત અયોગ વ્યવચ્છેદ એટલે ક્યારેક છે અને ક્યારેક નથી.