________________
૪૬૦
તત્વાર્થ સૂત્ર
રહેશે.
કેમ કે બંને વિકલ્પમાં સર્વ પ્રકારે સામાન્ય અસ્તિત્વ અને વિશેષ અસ્તિત્વ ઉભયનો યોગ થઈ શકતો નથી પણ બેમાંથી એકનો યોગ અને બીજાનો અયોગ થાય છે. તેથી “પત્રકાર નિષ્ફળ છે. કારણ કે અવધારણ સફળ તો ત્યારે જ થાય કે જ્યારે સર્વ પ્રકારે સામાન્ય અને વિશેષ ઉભયનો યોગ થાય.
(૩) જો ઉભયનો યોગ વિવલિત કરે તો તો તે બની શકતો નથી. વકારનું એ સામર્થ્ય નથી કે બંનેનો યોગ વિવક્ષિત થઈ શકે. કેમ કે સામાન્ય અસ્તિત્વનો યોગ, વિશેષ અસ્તિત્વનો યોગ એટલે સ્વગત વિશેષ અસ્તિત્વનો યોગ, પરગત અસ્તિત્વન યોગ માન્યો. એમ માનવાથી પરગત વિશેષથી પણ તો ઘટ અસ્તિત્વન આત્મા અતિ એમ માનવું પડશે પણ એ ઈષ્ટ નથી. કેમ કે વાદી, પ્રતિવાદી ઉભય મતમાં પરગત વિશેષ અસ્તિત્વ વડે આત્માનો યોગ માનવો તે અપસિદ્ધાંત છે. પોતાના સિદ્ધાંતથી પાછા હટવું તે અપસિદ્ધાંત) માટે ત્રીજો વિકલ્પ તો કોઈ પણ રીતે ઘટી શકતો નથી.
અથવા આપણે પહેલા વિચારી ગયા કે એકાંતવાદીએ સાત્ વિના એકાંતે વકારનો પ્રયોગ કર્યો એટલે નાસ્તિત્વ નિરવકાશ અસ્તિત્વ રહ્યું માટે સમસ્ત વસ્તૃરૂપે આત્માનું અસ્તિત્વ સ્વીકારવું પડશે. અને તેને દૂર કરતાં અસ્તિત્વ સામાન્યથી સ્વીકારીએ છીએ પણ પટાદિ અસ્તિવિશેષથી નથી સ્વીકારતા... આમ જણાવ્યું.
આ કથનથી સ્યાદ્વાદીએ અવધારણનું વૈયÁ બતાવ્યું તો પુનઃ “સ્વગતવિશેષ'નો સ્વીકાર કર્યો...
અને તેથી પરગતવિશેષ છૂટી જતાં ફરી પણ અવધારણ- વિકાર વ્યર્થ ઠરે છે. આ રીતે સર્વ પ્રકારે પહેલા આપેલા દોષનો પ્રસંગ કાયમ છે.
અયોગ વ્યવચ્છેદ વડે અસ્તિ સાથે યોગ ઇચ્છો તો જેમ દોષ કાયમના કાયમ રહે છે તેવી રીતે તમે જે અયોગ વ્યવચ્છેદ કહો છો તે વ્યવચ્છેદથી પણ તેવી જ રીતે દોષ કાયમ રહે છે તે પણ ત્રણ વિકલ્પ કરી બતાવીએ છીએ.
વ્યવચ્છેદ કરો છો તે શું અસ્તિત્વ સામાન્યના અયોગનો કરો છો ?
અસ્તિત્વ વિશેષના અયોગનો કરો છો ? કે અસ્તિત્વ સામાન્ય અને અસ્તિત્વ વિશેષ ઉભયના અયોગનો કરો છો ?
જો (૧) અસ્તિત્વ સામાન્યના અયોગનો વ્યવચ્છેદ કરો તો અસ્તિત્વવિશેષના અયોગના વ્યવચ્છેદનો અભાવ થશે ! અને અસ્તિત્વવિશેષનો અયોગ વ્યવચ્છિન્ન ન થયો તો “સ્વ અસ્તિત્વવિશેષ સ્વભાવવાળા આત્માદિ પદાર્થ છે. આ પ્રસંગ આવશે !
એટલે કે અસ્તિત્વ સામાન્યનો યોગ રહ્યો અને અસ્તિત્વ વિશેષનો અયોગ રહ્યો. પણ એક વિશેષના અયોગમાં બીજા વિશેષનો યોગ હટતો નથી. પટવાદિ અસ્તિત્વવિશેષનો અયોગ