________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૪૬૧ છે તેમ ઘટાસ્તિત્વ આદિ વિશેષનો યોગ પણ રહેશે. એટલે સર્વ અસ્તિત્વવિશેષનો યોગ પણ માનવો પડશે અને એમ પણ ઘટાદિ પટાદિરૂપ થઈ જશે આવો પ્રસંગ આવશે ! એમ આત્મા પણ ઘટાસ્તિવિશેષ, પટાસ્તિવિશેષ ઇત્યાદિ જેટલા અસ્તિત્વવિશેષો છે તે સ્વભાવ-સ્વરૂપ થઈ
જશે !
હવે જો ઉપરોક્ત દોષના ભયથી તું કહે કે–(૨) અસ્તિત્વવિશેષના અયોગનો વ્યવચ્છેદ ઇષ્ટ છે.
કેમ કે જે અસ્તિત્વવિશેષ સ્વગત છે તેનો અયોગ વ્યવચ્છેદ કરાય છે, અને અન્ય વિશેષ અયોગનો વ્યવચ્છેદ નથી કરતો. એટલે સર્વ અસ્તિત્વ વિશેષના અયોગનો વ્યવચ્છેદ ન થયો માટે સર્વઅસ્તિત્વવિશેષનો પ્રસંગ પણ નહિ આવે !
તો આ પણ ઈષ્ટ નહીં બની શકે. કેમ કે અસ્તિત્વવિશેષનો અયોગ વ્યવચ્છેદ કરે છે એટલે અસ્તિત્વ સામાન્યના અયોગના વ્યવચ્છેદનો અભાવ થશે. અને સામાન્યનો અયોગ રહ્યો એટલે કોઈ પણ પ્રકારે તેનો યોગ બની શકશે નહિ અને જો સામાન્યનો જ અભાવ હોય તો પછી વિશેષ તો રહે જ ક્યાંથી ? વિશેષનું અસ્તિત્વ સંભવી શકતું નથી.
- આમ અસ્તિત્વ વિશેષનો અયોગ વ્યવચ્છેદ ઇષ્ટ કરે તો એટલે અસ્તિત્વ સામાન્યના અયોગ વ્યવચ્છેદના અભાવનો પ્રસંગ આવશે ! તેથી પૂર્વોક્ત દોષનો સમુદાય તેને તે અવસ્થામાં રહેશે !
તે આ રીતે–
જેમ નિત્યં પર્વ તેમાં તે સાધ્યધર્મનો ભેદ સ્વીકારીને અનિત્ય સામાન્યનો સ્વીકાર કરી અનિત્યવિશેષને ન સ્વીકાર્યું એટલે અવધારણ નિષ્ફળ થયું. કેમ કે સર્વ પ્રકારે અનિત્ય ન સ્વીકાર્યું.
આ દોષને દૂર કરવા સ્વગતવિશેષથી અનિત્ય સ્વીકાર્યું પણ પરગતવિશેષ અનિત્ય બાકી રહ્યું એટલે પણ સર્વપ્રકારે અનિત્ય ન સ્વીકાર્ય માટે અવધારણ નિષ્ફળ થયું.
તે જ પ્રમાણે પ્રકૃતિમાં પણ તું અસ્તિવિશેષના અયોગનો વ્યવચ્છેદ ઇચ્છે છે તેથી અસ્તિત્વ સામાન્યના અયોગના વ્યવચ્છેદનો અભાવ થાય છે. માટે “અવધારણની નિષ્ફળતા થશે આ દોષ કાયમ રહે છે.
હવે જો આ દોષથી બચવા એમ કહે કે—(૩) ઉભય અયોગનો વ્યવચ્છેદ ઈષ્ટ છે.
તો પણ આત્મા વગેરે વસ્તુ સામાન્ય અસ્તિત્વ અને વિશેષ અસ્તિત્વ ઉભય સ્વભાવવાળી છે એવું તારે માનવું પડશે ! અને તેથી ‘સત્યેવ માત્મા' આ વાક્યમાં રહેલા વિકારે કોઈનો વ્યવચ્છેદ કર્યો નહીં. એટલે તારું અવધારણ નિષ્ફળ થશે. કેમ કે સામાન્ય અસ્તિત્વન આત્માદિ છે અને વિશેષ અસ્તિત્વન આત્માદિ છે; અને તેથી તારે અન્તતો ગવા કહેવું જ પડશે કે વસ્તુ સ્વગતવિશેષ અસ્તિત્વથી છે અને પરગતવિશેષ અસ્તિત્વથી નથી. એટલે તે સ્યાદ્વાદસરણિ જ સ્વીકારી લીધી માટે “સાત્ તિ', “ચાત્ નાસ્તિ' આ પ્રમાણે સિદ્ધ થયું.