________________
૪૫૮
તત્ત્વાર્થ સૂત્ર દૂર કરવો તે અન્યયોગ વ્યવચ્છેદ કહેવાય છે.
અહીં અન્યયોગ વ્યવચ્છેદ વડે વિશેષણ કરાય છે. દા. ત. જેમ પાર્થો ધનુર્ધર “પાર્થ ધનુર્ધર છે” એવી પ્રસિદ્ધિ જ છે.
તો આ વાક્યપ્રયોગમાં પાર્થ (અર્જુન) જેવો બીજો કોઈ ધનુર્ધર છે કે નહીં? તેના જેવી ધનુર્ધરતા શું બીજામાં પણ છે ? આવો પ્રશ્ન થાય.
તો તેના જવાબમાં તેના જેવી ધનુર્ધરતા બીજામાં નથી માટે “પાર્થ એવ ધનુર્ધર ન અન્યઃ' આવો વાકયપ્રયોગ થાય છે. “પાર્થ જ ધનુર્ધર છે તેના સિવાય બીજો નથી”. અહીં પાર્થની સાથે પ્રયુક્ત “વીકાર અન્ય યોગનો નિરાસ કરે છે. એટલે પાર્થ સિવાય બીજામાં ધનુર્ધરતાને દૂર કરે છે.
જો કે અહીં એક વાત સમજવા જેવી છે કે વિકારથી અન્યયોગનો વ્યવચ્છેદ કેવી રીતે સંભવે ? કેમ કે બીજામાં પણ ધનુર્ધરતા તો રહેલી છે.
માટે જ અહીં કહ્યું છે કે પ્રતિવિશિષ્ટ ધનુર્ધરતાનો યોગ અન્યમાં દૂર કરાય છે. “અર્જુન જેવો બીજો કોઈ બાણાવલી નથી.” અર્જુનમાં જેવી વિશિષ્ટ ધનુર્ધરતા છે તેવી બીજામાં નથી. આ રીતે બીજાની સાથે પ્રતિવિશિષ્ટ ધનુર્ધરતાનો સંબંધ દૂર કરાય છે. એટલે “પાર્થની સાથે લગાડેલા વિકારે અન્યની સાથેના યોગને દૂર કર્યો.
આ રીતે અહીં “પાર્થ gવ ધનુર્ધર'માં “પાર્થ જ ધનુર્ધર છે તેના જેવી ધનુર્ધરતા બીજામાં નથી. એટલે અન્યમાં તેવી ધનુર્ધરતાના યોગનો વ્યવચ્છેદ કરાય છે.
આ પ્રમાણે વિકારનું બીજું ફળ “અન્યયોગ વ્યવચ્છેદ' વિચાર્યું. હવે વિકારનું ત્રીજું ફળ “અત્યન્ત અયોગ વ્યવચ્છેદ' વિચારીએ છીએ.
અત્યન્ત અયોગ વ્યવચ્છેદ અત્યન્ત અસંબંધને દૂર કરવો તે “અત્યન્ત અયોગ વ્યવચ્છેદ' કહેવાય છે. કોઈક સ્થળે વકાર દ્વારા અત્યન્ત અયોગનો વ્યવચ્છેદ થાય છે.
દા. ત. “નીd gવ સોગન “નીલ જ કમળ છે.” આ ઉદાહરણમાં અત્યન્ત અયોગવ્યવચ્છેદ છે.
સરોજ સકળ દ્રવ્યમાં થનાર નીલ ગુણને પોતાને આધીન કરતું નથી તે પ્રમાણે નીલ ગુણ પણ સર્વ સરોજને આક્ષેપ-પોતાની તરફ કરતું નથી. એટલે ઉભયમાં વ્યભિચાર છે.
સરોજ નીલને છોડીને રહે છે, નીલ સરોજને છોડીને રહે છે. જે જે સરોજ છે તે તે નીલ છે એવું નથી, સફેદ કમળ પણ છે. આ રીતે નીલ સાથે સરોજનો વ્યભિચાર છે અને તેવી જ રીતે જે જે નીલ છે તે તે સરોજ છે આવું પણ નથી, કેમ કે ઘટ નીલ છે પણ તે સરોજ નથી. આ રીતે સરોજની સાથે નીલનો વ્યભિચાર છે.'