________________
૪૫૬
તત્ત્વાર્થ સૂત્ર કરવાનો પ્રયાસ અફળ છે. કારણ કે સર્વ પ્રકારમાં સ્વગતવિશેષ, પરગતવિશેષ, અને સામાન્ય આ બધા આવી જાય છે. એમાં તેં પ્રદર્શિત કરેલા પોતાના પૂર્વ પક્ષમાં પરગતવિશેષ અનિત્ય બાકી રહી જાય છે માટે અવધારણ નિષ્ફળ છે.
આમ ‘અનિત્યત્વે એવા કૃતકે આ દાંતમાં અવધારણની નિષ્ફળતા થઈ તે જ પ્રમાણે પ્રકૃત વિષય “અસ્તિ એવ આત્મા'માં પણ અવધારણની નિષ્ફળતા સમજી લેવી. કેમ કે ભલે ને તું અસ્તિત્વના બે ભેદ પાડે તો પણ અવધારણનું સાફલ્ય થતું નથી. આખરમાં તારે સ્વગત અસ્તિત્વવિશેષ બોલવું પડશે અને પાછું અવધારણનું વૈફલ્ય થશે.
માટે જ અમે કહીએ છીએ કે “સાતું પદ લગાવીને “અતિ એવ આત્મા એટલે કે સ્માતુ અસ્તિ એવ આત્મા’ આ પ્રમાણે બોલાય તો એકાંતવાદી એવા તને જે દોષો લાગે છે તે દોષ આવે નહિ કેમ કે આત્મામાં જે અસ્તિત્વનો નિયમ છે તે કોઈ અપેક્ષાએ છે, નાસ્તિત્વ નિરવકાશ અસ્તિત્વ નથી. સ્વપર્યાયેન અસ્તિત્વ છે, પરપર્યાયથી નાસ્તિત્વ છે. માટે સ્યાત્ પદ લગાવવું જ જોઈએ. આ રીતે અનેકાંતવાદ જ જય પામે છે.
એકાંતવાદી - અમે અવધારણ વગર જ “અનિત્ય કૃતકં બોલીશું. તથા પ્રકૃતિમાં પણ અસ્તિ આત્મા” આ જ પ્રમાણે પ્રયોગ કરીશું. તો અમને કાંઈ વાંધો નહિ આવે.
અનેકાંતવાદી - અવધારણ વગરનો વાક્યપ્રયોગ પંડિત જનોની પ્રીતિનો હેતુ બનતો નથી. માટે અવધારણ સ્વીકારવું તો જોઈએ તેમાં આ પ્રમાણ છે...
'सर्वं वाक्यं सावधारणम्'
બધાં વાક્ય અવધારણ સહિત હોય છે.” આ નિયમથી ઈષ્ટની સાથે અવધારણ– એવકારની કલ્પના થતી હોવાથી અવધારણ સ્વીકારવું જ જોઈએ.
જો આમ સ્વીકારવામાં ન આવે એટલે કે “એવ'કારનો પ્રયોગ કરવામાં ન આવે તો “અનિત્ય કૃતકંમાં અનિત્યનો નિશ્ચય નહીં થતો હોવાથી નિત્ય પણ કૃતક છે આવો પ્રસંગ આવી જાય. માટે પંડિતો કોઈ પણ વાકયનો પ્રયોગ “એવ' જકારપૂર્વક જ કરે છે. ત્રણ પ્રકારે અવધારણનું ફળ,
“એવ'કારનો પ્રયોગ ન કરવામાં આવે તો ઉપર કહી ગયા એવા પ્રસંગનો ભય રહે છે. એટલા માટે બીજાઓ ત્રણ પ્રકારે “એવકાર-અવધારણનું ફળ વર્ણવે છે.
(૧) અયોગ વ્યવચ્છેદ (૨) અન્યયોગ વ્યવચ્છેદ, (૩) અત્યન્ત અયોગ વ્યવદ દ્વારા ત્રણ પ્રકારે અવધારણનું ફળ વર્ણવે છે.
કોઈ સ્થળે “એવકારથી અયોગ વ્યવચ્છેદ થાય છે. કોઈ સ્થળે “એવકારથી અન્ય યોગ નિરાસ થાય છે. કોઈ સ્થળે “એવકારથી અત્યન્ત અયોગનો ભુદાસ થાય છે. વકારના આ ત્રણ પ્રકારના ફળમાં પહેલા “અયોગ વ્યવચ્છેદ'ની વિચારણા કરીએ