________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
‘તથાસ્તં યેન રૂપેળ ફત્યાદ્રિ અમિધાનાત્'....
આ રીતે એ સિદ્ધ થયું કે વ્યાપ્તિ તો અનિત્યત્વ સામાન્યની સાથે છે, વિશેષ અનિત્યત્વની સાથે નથી.
૪૫૫
*યવ્ યદ્ અનિત્યં તર્તવ્ તમ્' આ સામાન્યથી વ્યાપ્તિ કહેવાય. કેમ કે કેવલ અનિત્યત્વ અને કેવલ કૃતકત્વની સાથે વ્યાપ્ય-વ્યાપકભાવ બતાવ્યો છે.
દા. ત. જેમ યંત્ર યંત્ર ધૂમસ્તત્ર તત્ર વનિ:માં સામાન્યથી છે તેમ અહીં પણ અનિત્યત્વ સામાન્યની સાથે વ્યાપ્તિ છે.
આ જ રીતે અમે 'પ્તિ વ આત્મા'માં અસ્તિત્વ સામાન્યથી આત્મા છે પણ અસ્તિત્વવિશેષથી નથી એમ કહીએ છીએ.
એકાંતવાદીએ સાધ્ય ધર્મ(સાધ્ય)ના બે ભેદ પાડ્યા ત્યારે અનેકાંતવાદી કહે છે કે— ખેદની વાત છે કે તો સાધ્ય ધર્મનો ભેદ સ્વીકારીને તેં જ અવધારણનું વૈયર્થી સિદ્ધ
કર્યું છે.
અવધારણનું સાફલ્ય તો ત્યારે જ બની શકે કે સર્વ પ્રકારનું અનિત્ય હોય. (સામાન્ય અનિત્યત્વ અને ઘટ, પટાદિ વિશેષ અનિત્યત્વ)
જો વિશેષ અનિત્યરૂપે વસ્તુ અનિત્ય ન થાય તો અવધારણ વ્યર્થ થશે. કેમ કે ‘અનિત્યમેવ’થી સામાન્ય અનિત્યત્વની વિવક્ષા કરે ત્યારે વિશેષ અનિત્યત્વ તો છૂટી જશે. તેથી વિશેષ અનિત્યતાથી વસ્તુ અનિત્ય થઈ નહીં અને તેં ‘અનિત્યમેવ'માં અનિત્ય શબ્દથી સામાન્યથી અનિત્ય લેવાનું સ્વીકાર્યું છે માટે અવધારણ નિષ્ફળ ગયું.
જે વસ્તુ અનિત્યત્વ સામાન્યથી જ અનિત્ય છે તે અનિત્યત્વવિશેષથી અનિત્ય થતી જ નથી. આમ અસંભવ હોવાથી જ અનિત્યવિશેષની પ્રાપ્તિ જ નથી. તો તેને દૂર કરવા Ç કાર નિષ્ફળ થાય છે એમ કહી શકો પરંતુ અમે એવી રીતે સ્વીકારતા નથી. કિંતુ જેમ અનિત્યત્વ સામાન્યથી વસ્તુ અનિત્ય છે તે રીતે સ્વગત સ્વમાં રહેલ અનિત્યવિશેષથી પણ અનિત્ય છે, માટે બીજામાં રહેલું જે અનિત્યત્વ વિશેષ છે તેને દૂર કરવા માટે અવધારણ સફલ છે. આવું કંઈક એકાંતવાદીનું કથન છે તે વાંચીએ...
એકાંતવાદી :- સ્વમાં રહેલ જે વિશેષ છે તેનાથી અનિત્ય થશે જ. અમે જેમ અનિત્યત્વ સામાન્યથી અનિત્ય વસ્તુ કહીએ છીએ તેવી રીતે સ્વગત અનિત્ય વિશેષથી પણ વસ્તુ અનિત્ય છે એમ સ્વીકારીએ છીએ. માટે અવધારણ વ્યર્થ નહીં થાય.
અનેકાંતવાદી :- આ પણ તારું કથન બરાબર નથી. કેમ કે તું વિશેષને ‘સ્વગત’ વિશેષણ લગાવે છે. આ વિશેષણના બળે જ પરગતવિશેષઅનિત્યત્વનો અભાવ સિદ્ધ થશે. કેમ કે પરગત અનિત્યત્વવિશેષ ‘પર'માં છે, સ્વમાં નથી. એટલે ફરી પણ તારો અવધારણને સફળ
અહીં અર્થ બરાબર સમજાતો નથી.
૧.