________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
૪૫૩
એ જ પ્રમાણે નાસ્તિત્વનું પણ સ્વવિષયે એટલે ઇષ્ટ નાસ્તિની સાથે અવધારણ થતું હોવાથી સત્ ઘટ છે એમાં નાસ્તિત્વનો પ્રસંગ આવતો નથી. માટે ઘટ સત્ છે એટલે કે અસ્તિત્વનું અવધારણ કરેલું હોવાથી ઘટમાં નાસ્તિત્વ નહીં આવે. કેમ કે આ અસ્તિત્વનું અવધારણ છે એટલે નાસ્તિત્વને અવકાશ નથી.
જે જે રૂપે અસ્તિત્વ છે તે તે રૂપે નાસ્તિત્વ પણ છે એટલે નાસ્તિત્વ નિરવકાશ તો ન રહ્યું ને ?
સત્ત્વ અને અસત્ત્વ બંને વિરોધી હોવાથી એક અધિકરણ-એક વસ્તુમાં એકરૂપે રહી શકે નહિ. એટલે ઘટમાં અસ્તિત્વ છે તો તેનું નાસ્તિત્વ રહી શકે નહીં કેમ કે વિરોધી છે. માટે અસ્તિત્વના વિષયમાં નાસ્તિત્વ રહી શકતું નથી અને નાસ્તિત્વના વિષયમાં અસ્તિત્વ રહી શકતું નથી. આ પ્રમાણે પરસ્પર વિષયની અનાક્રાન્તા છે. મતલબ જે રૂપે સત્ત્વ છે તે રૂપે અસત્ત્વ નથી અને જે રૂપે અસત્ત્વ છે તે રૂપે સત્ત્વ નથી. માટે જ અસ્તિત્વ ને નાસ્તિત્વ એકરૂપે એક વસ્તુમાં રહી શકે નહિ. દા. ત. ઘટરૂપે ઘટમાં ઘટનું અસ્તિત્વ અને ઘટનું નાસ્તિત્વ બંને રહી શકે નહિ. માટે અનુમાન બાંધીને સમજાવે છે.
આત્મા–પક્ષ
समस्तवस्तुरूपेण' अस्ति સાધ્ય
नास्तित्वनिरवकाशास्तिशब्दवाच्यत्वात् - हेतु અસ્તિત્વે સ્વાત્મવત્—દૃષ્ટાંત
સમસ્તવસ્તુરૂપે આત્મા છે. કેમ કે નાસ્તિત્વના અવકાશ વગરના ‘અસ્તિ' શબ્દથી આત્માને કહી રહ્યા છો અર્થાત્ અસ્તિત્વની સાથે ‘વ’કાર લગાવ્યો છે. આથી નાસ્તિત્વને સ્થાન જ નથી. માટે ‘અસ્તિ'થી જ આત્માને કહી રહ્યા છો તેથી સર્વરૂપે આત્મા છે.
દા. ત. જેમ અસ્તિત્વમાં અસ્તિત્વ.
અસ્તિત્વમાં જેમ અસ્તિત્વનું રૂપ છે તેવી રીતે આત્મામાં બધાનું અસ્તિત્વ છે. એટલે આત્મા સમસ્ત વસ્તુરૂપે-ઘટ, પટાદરૂપે સિદ્ધ થશે !
હવે એકાંતવાદી ‘સમસ્તરૂપે આત્માના અસ્તિત્વરૂપ' આપત્તિને દૂર કરવા કહે છે કે— તમે અમને આ આપત્તિ આપો છો પરંતુ તે આપત્તિ આવશે નહિ. કેમ કે અસ્તિત્વ બે પ્રકારે છે. (૧) સામાન્યથી અસ્તિત્વ (૨) વિશેષથી અસ્તિત્વ.
'अस्ति एव आत्मा' આ પ્રયોગમાં અસ્તિત્વ સામાન્યથી આત્મા વ્યાપ્ત છે પણ અસ્તિવિશેષ જે પટાદિ છે તેનાથી વ્યાપ્ત નથી. અર્થાત્ છ કારથી ઘટ, પટાદિ અસ્તિત્વ વિશેષનો વ્યવચ્છેદ છે. એટલે સમસ્ત વસ્તુરૂપે આત્માનું અસ્તિત્વ માનવું પડશે આ આપત્તિ આવશે નહીં.
૧. ‘સવલતોવિધાર્’.. અહીં ભાવપ્રધાન નિર્દેશ માની સત્ત્વ, અસત્ત્વ અર્થ કર્યો છે.