________________
તત્ત્વાર્થ સૂત્ર
દા. ત. જેમ ‘અસ્તિ વ આત્મા' ‘નાસ્તિ વ આત્મા' ‘આત્મા છે જ', ‘આત્મા નથી જ' આમાં ‘અસ્તિ’ શબ્દની સાથે ‘વ’કાર લગાવ્યો છે તેથી અસ્તિત્વ સિવાયના બધા પર્યાયોનો નિષેધ થાય છે, અને ‘નાસ્તિ'ની સાથે ‘વં’કાર લગાવ્યો છે તેનાથી નાસ્તિત્વ સિવાયના બધા પર્યાયોનો નિષેધ થાય છે.
૪૫૨
આ બધા અર્થો શબ્દશક્તિથી—અન્યનો વ્યવચ્છેદ કરનાર ‘વકાર' શબ્દથી પ્રાપ્ત થાય છે ‘મસ્તિ વ્' કહેવાથી સર્વપ્રકારે અસ્તિત્વ છે અને નાસ્તિ વ' કહેવાથી સર્વ પ્રકારે નાસ્તિત્વ છે આવો અર્થ થાય છે.
આ રીતે એકાંતવાદીઓને સર્વથા અસ્તિત્વ અને સર્વથા નાસ્તિત્વનો પ્રસંગ આવે છે.
આ રીતે તો એકાંતવાદીઓને પણ ઇષ્ટ નથી. કેમ કે એકાંતથી આત્માનું નાસ્તિત્વ બોલનારને પણ વર્તમાન પર્યાયથી આત્મા છે આવું તો માનવું પડે. એટલે સર્વ પ્રકારે આત્મા નથી આવું તેમને ઇષ્ટ નથી કેમ કે તે વર્તમાન પર્યાયથી તો આત્મા માને જ છે.
એવી રીતે એકાંતથી આત્માનું અસ્તિત્વ બોલનારને આત્માના જીવાત્મા, પરમાત્મા આવા ભેદો પાડવા પડે છે એટલે જીવાત્માનું પરમાત્મારૂપે અસ્તિત્વ મનાય નહિ. કેમ કે ‘અસ્તિ એવ આત્મા' એમ બોલનાર પણ ‘પરમાત્મારૂપેણ આત્મા અસ્તિ' એમ ન માનતા હોવાથી સર્વરૂપે આત્મા છે એમ માની શકે નહિ.
પણ ‘વ’કાર લગાવવાથી માનવું પડશે એવી આપત્તિ આવે.
એટલે એકાંતે અસ્તિત્વ અને એકાંતે નાસ્તિત્વ માનનારને અવધારણમાં આવા દોષો ઉઠાવવા પડે છે. તેઓને સર્વથા અસ્તિત્વ અને સર્વથા નાસ્તિત્વ માનવાનો પ્રસંગ આવે છે.
તેમાં આપણે પ્રથમ વિકલ્પને લઈને વિચારીએ છીએ
આ વિકલ્પમાં ‘સર્વ પ્રકારે આત્મા છે' એ અનિષ્ટ પ્રસંગ આવશે. કેમ કે પ્રતિષેધ (નાસ્તિત્વ) નિરપેક્ષ ‘છે જે’ આમ બોલે છે. એટલે છે, છે ને છે. આમાં નથી આની ગંધ સરખી પણ નથી. કારણ કે અસ્તિત્વ જ છે. અસ્તિત્વ વડે પોતાના અસ્તિત્વના વશમાં નાસ્તિત્વ વ્યવસ્થાપિત છે. એટલે શું થયું ? આત્મામાં નાસ્તિત્વનો અભાવ થયો. નાસ્તિત્વ, અસ્તિત્વ પરસ્પર સાપેક્ષ હોવાથી આત્મામાં નાસ્તિત્વનો અભાવ થયે છતે આત્મામાં અસ્તિત્વ પણ નહીં રહે. એટલે આત્માનું અસ્તિત્વ નહીં થાય.
એટલે અસ્તિત્વના અભાવમાં આત્માનો અભાવ થાય. કેમ કે અસ્તિત્વ, નાસ્તિત્વ સિવાય આત્માનું રૂપાંતર-બીજું રૂપ નથી.'
આ રીતે અસ્તિત્વના અભાવમાં આત્માનો અભાવ થાય.
હવે જુઓ સર્વ પ્રકારે અસ્તિત્વ થાય તો જે જે રૂપે નાસ્તિત્વ છે તે તે રૂપે પણ અસ્તિત્વમાં જ નાસ્તિત્વ પણ અસ્તિત્વરૂપે અંદર આવી જાય. એટલે નાસ્તિત્વ વિશિષ્ટમાં પણ અસ્તિત્વ જ આવી જાય, અને તે પ્રમાણે સત્તું અસત્વ થતું નથી એ વાત બતાવતા કહી રહ્યા છે કે—