________________
૪૫૧
અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧ અવધારણ એટલે જ કાર પૂર્વક વાક્યપ્રયોગ કરે છે તો દોષ આવે છે.
તે આ પ્રમાણે
“આત્મા છે જ નહીં તો જેમ અન્વયી દ્રવ્યરૂપ પુરુષપણે આત્મા નથી તેવી જ રીતે ઉત્પાદ અને વિનાશના પ્રવાહરૂપ જે પર્યાય તે પર્યાયરૂપ બાલાદિવૃત્તિ બાલાદિ અવસ્થાથી અર્થાત્ બાલ અવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થાથી પણ આત્મા નથી એવું સિદ્ધ થશે. તો પુરુષાદિરૂપે જેમ આત્માનું નાસ્તિત્વ છે તેવી રીતે બાલાદિરૂપે પણ આત્માનું નાસ્તિત્વ થાય.
અને આવી રીતે મનાય તો આત્માનું નાસ્તિત્વ અસ્તિત્વના અવકાશ વગરનું થશે. મતલબ એવકારપૂર્વક નાસ્તિત્વ બોલો છો એટલે અસ્તિત્વને સ્થાન જ મળતું નથી. એટલે અસ્તિત્વ નિરપેક્ષ નાસ્તિત્વ થયું.
હવે અહીં કોઈ એકાંતવાદી કહે કે અસ્તિત્વ રહિત નાસ્તિત્વ અમને ઇષ્ટ છે.
તો તો તે ગગનકુસુમ જેવું મનાય ! કેમ કે અસ્તિત્વ રહિત નાસ્તિત્વ માન્યું. આથી આત્માનો અત્યંત અભાવ થશે ! માટે અન્વયિ એવા પુરુષત્વાદિ દ્રવ્યરૂપે અથવા નૈમિત્તિક બાલ–ાદિ પર્યાયરૂપે આત્માનું નાસ્તિત્વ વંધ્યાપુત્ર જેવું સર્વ પ્રકારે થશે. મતલબ ન દ્રવ્યરૂપે આત્મા રહ્યો કે ન પર્યાયરૂપે રહ્યો. જે દ્રવ્ય અને પર્યાયરૂપ નથી તે સર્વ પ્રકારે વંધ્યાપુત્રની જેમ થશે. એટલે વંધ્યાપુત્ર જે અપદાર્થ છે તેમ આત્મા પણ અપદાર્થ થશે !
આ રીતે “સ્યાનું પદ વિના માત્ર “નાસ્કેવ’ બોલવાથી પદાર્થના અભાવનો દોષ આવશે.
માટે તે દોષને દૂર કરવા “સ્યા પદ લગાવીને બોલવું જોઈએ. “સાત્ નાસ્યવ' આ પ્રમાણે વાક્યપ્રયોગ કરવો જોઈએ.
કારણ કે તે આત્મા અનુગામીરૂપ પુરુષત્વરૂપ નથી પણ સર્વરૂપે વિદ્યમાન નથી એવું નથી. અર્થાતુ બાલાદિ પર્યાયથી વિદ્યમાન છે. જેથી વર્તમાન પર્યાય જે બાળક આત્મા છે તે આત્મરૂપે બાલાદિ પર્યાયથી છે જ. પર્યાયની પરંપરા હોવા છતાં વર્તમાન પર્યાયથી છે અને અતીત અને અનાગત પર્યાયથી નથી. માટે સ્થાત્ નાસ્યવ' આવો વાક્યપ્રયોગ થાય છે.
જે એકાંતવાદીઓ ઈષ્ટ શબ્દથી અવધારણનો પ્રયોગ કરે છે. મતલબ ઈષ્ટની સાથે વીકાર લગાવવાથી અનિષ્ટ દૂર થાય છે એટલે પોતાને જે ઈષ્ટ નથી તેને દૂર કરવા “વ'કારનો પ્રયોગ કરે છે.
૧. બૌદ્ધ મતમાં અન્વયી-દ્રવ્યરૂપ આત્મા નથી તેથી તેના મતમાં પૂર્વ પૂર્વ જ્ઞાન આદિ અવસ્થાવિશેષ એ
જ ઉત્તરોત્તર જ્ઞાનાદિ અવસ્થાની અપેક્ષાએ બાલાદિત્તિથી છે. કેમ કે એ પર્યાય જ સ્વીકારે છે તે પણ ક્ષણભંગુર.
દિ અન્વયિચા વૃચા ન વિદ્યતે સર્વાત્મના' આમાં જે વિદ્યા આ પદ સવંત્પના ન વિદ્યતે ત આ પ્રમાણે ન સર્વાત્મનાની સાથે પણ તેનો અન્વય કરવો તેથી આવો અર્થ પ્રાપ્ત થાય છે.