________________
૪૪૯
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
જ રૂપે તે જ પર્યાયનું કથન થાય છે.
જેમ કે વર્તમાન પર્યાયમાં રહેલ વસ્તુ જે જે શબ્દથી કહેવાય છે તે તે પર્યાયોની સાથે સંબંધવાળી છે. કારણ કે દ્રવ્યને પર્યાયની સહાય છે અને પર્યાયને દ્રવ્યની સહાય છે. દ્રવ્ય પર્યાયને છોડીને રહેતું નથી અને પર્યાય દ્રવ્યને છોડીને રહેતું નથી. એટલે અનેકાંતવાદના સામર્થ્યથી વસ્તુનું જે સૂચન કર્યું છે તે વ્યવહારવિરોધી નથી. કેમ કે અનેકાંતવાદને સામે રાખીએ તો વ્યવહારમાં વાંધો આવતો નથી. જે જે વ્યવહાર થતા હોય છે તે બધા વ્યવહાર અનેકાંતવાદની સાથે કોઈ કાળે વિરોધી બની શકતા નથી.
દા. ત. જેમ ઘટ', પાદિ પણ છે.
શરત એક જ છે કે ‘સ્યાત્કાર’ પદથી યુક્ત શબ્દથી કહેવામાં આવે તો. અર્થાત્ ‘સ્યાત્’ પદથી યુક્ત ‘ઘટઃ સ્યાત્ પટ:' આ પ્રમાણે પ્રયોગ કરવામાં આવે તો ‘ઘટ પણ પટાદિ થાય છે'. વ્યવહારમાં વિરોધ આવતો નથી.
આ પ્રમાણે જૈનેન્દ્ર ન્યાય છે.
ન્યાયની આવી વ્યવસ્થા હોવાથી અનંત પર્યાયવાળા પુરુષાદિના સાત પ્રકારે વાચક શબ્દ પ્રવર્તે છે. ‘સ્વાદ્ અસ્તિ વ' ઇત્યાદિ.
જેમ યુવત્વ પર્યાયમાં—યુવાવસ્થામાં વર્તમાન પુરુષ પુરુષત્વથી પણ બાલત્વ પર્યાયબાલ અવસ્થાથી નથી. અર્થાત્ પુરુષ યુવાન છે પણ બાળક નથી. એટલે યુવારૂપે પુરુષ છે પણ બાળરૂપે નથી. તેથી ‘સ્વાદ્ અસ્ત્યવ’ કહેવાય પણ સર્વાત્મના નહીં. એટલે કે પુરુષ યુવાપર્યાયથી છે, બાલ આદિ બીજા પર્યાયોથી નહિ. એટલે ‘સ્યાત્' પદથી વિવક્ષિત પર્યાયથી પદાર્થનું અસ્તિત્વ બતાવાય છે પણ પુરુષના જેટલા પર્યાયો છે તે બધા પર્યાયોથી અસ્તિત્વ છે એવો અર્થ બતાવાતો નથી. ભૂતકાલીન, ભવિષ્યકાલીન બધા પર્યાયોથી અસ્તિત્વ નથી.
દ્રવ્યાર્થિક નયથી અન્વયી વર્તમાન યૌવન પર્યાયથી વિદ્યમાન છે, નહીં કે પુરુષમાં સંભવતા અન્ય બાલાદિ પર્યાય વડે પુરુષ વિદ્યમાન છે.
પણ જો ‘સ્વાત્' પદ લગાવવામાં આવે નહીં અને ‘પુરુષ: અત્યેવ' આ પ્રમાણે નિયમ એટલે અવધારણપૂર્વક કહેવાય તો મરણકાળ સુધી ‘પુરુષ' શબ્દ અને તેનો અર્થ વર્તમાન હોવાથી નાસ્તિત્વના અવકાશ વગરની અસ્તિત્વની પ્રતિજ્ઞા કરી હોવાથી જેમ પુરુષત્વ અને યૌવનથી પુરુષ વર્તમાન છે-તેમ-બાલ પુરુષપણે પણ પુરુષ વિદ્યમાન માનવો પડશે અને બીજા
૧.
... अनन्तकालेन सर्वेण वस्तुना सर्वावस्थानां परस्परानुगमेनाऽऽसादितत्वादवस्थातुश्चावस्थानां कथञ्चिदनन्यत्वाद् घटादिवस्तु पटपुरुषादिरूपेणापि कथञ्चिद् विवृत्तमिति सर्वं सर्वात्मकं कथञ्चिद् इति स्थितम् ॥ सम्मतितत्त्वसोपाने पृ० १६० पं० ८
મતલબ બધી વસ્તુ બધી અવસ્થાઓને પ્રાપ્ત થતી હોવાથી કથંચિત્ એક હોવાથી ઘટ પણ પટ થાય છે.
૨.
(૧) સ્યાદ્ અસ્તિ વ્, (૨) સ્થાત્ નાસ્તિ , (રૂ) સ્થાત્ અવવ્ય (૩) સ્થાત્ અસ્તિ નાસ્તિ (૧) સ્વાર્ अस्ति अवक्तव्य (६) स्याद् नास्ति अवक्तव्य (७) स्याद् अस्ति नास्ति अवक्तव्य ॥