________________
૪૪૭
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
નહિ. ગુણીનો એક ભાગ આ ગુણ છે અને બીજો ભાગ આ ગુણ છે. આમ ગુણી બે ભાગરૂપ થાય ! તેથી તે અખંડ રહે નહિ. ગુણીનો વિભાગ થઈ જાય. એટલે અખંડરૂપ સંપૂર્ણ વસ્તુનું બે ગુણ વડે પ્રતિપાદન કરી શકાય નહીં અને એક ગુણ પોતે અખંડ હોવાથી અને વસ્તુનો ભાગ પણ ભાગાન્તરની વિવક્ષા નહીં કરવાથી વસ્તુના સ્વરૂપની જેમ અખંડપણે જ વિવક્ષિત હોવાથી એકગુણ વડે વસ્તુનું પ્રતિપાદન કરાય તે સકલાદેશ જ છે. એ જ ભંગ સકલાદેશ બની શકે છે. બે ગુણને લઈને વસ્તુનું પ્રતિપાદન સકલાદેશ બની શકે નહિ.
માટે જ કહે છે કે—ગુણીના બે ગુણ ભાગથી રહે છે. કેમ કે ગુણી ઉભયરૂપ છે પણ એક ગુણ ભાગવૃત્તિ નથી. એટલે કે ગુણીના બે ગુણ કહેવા હોય ત્યારે ત્યાં બુદ્ધિથી આ અંશથી ગુણી સત્ છે અને આ અંશથી અસત્ છે આવો વિભાગ પાડવો પડે પરંતુ એક જ ગુણ કહેવો છે તેથી ભાગથી રહ્યો છે આવો ભેદ પડી શકે નહિ.
માટે સત્ત્વરૂપ એક ગુણથી ‘સ્યાત્ સત્ આત્મા’ આ સક્લાદેશ છે.
આ જ પ્રમાણે ‘સ'ના વિકલ્પની જેમ ‘સ્યાત્ નિત્યઃ' આ પણ વિકલ્પ સકલાદેશ છે એમ સમજવું. એટલે ‘આત્મા સ્માત્ સ’ એવી રીતે ‘આત્મા સ્યાત્ નિત્ય’ આ દ્રવ્યાર્થિક નય
આશ્રિત વિકલ્પ થયા કે જે સકલાદેશ છે.
આ રીતે દ્રવ્યાર્થિક નયની પ્રધાનતા અને પર્યાયનયની ગૌણતામાં બનતો પ્રથમ ભંગ અખંડ સંપૂર્ણ અર્થની વિવક્ષા કરતો હોવાથી સકલાદેશ છે.
તે જ રીતે પર્યાયનયની પ્રધાનતા અને દ્રવ્યનયની ગૌણતાથી પ્રવૃત્ત થયેલ બીજો ભંગ પણ એક ગુણથી વસ્તુનો કહેનાર હોવાથી સકલાદેશ છે.
તે આ પ્રમાણે—
પર્યાયનયના આશ્રયવાળા અસત્ત્વ અને અનિત્યત્વને લઈને ‘સ્યાત્ અસત્ આત્મા', ‘સ્યાત્ અનિત્ય આત્મા' આ પ્રમાણે કહેવું. એટલે અસત્ત્વ અને અનિત્યત્વ આ ગુણથી અખંડ અને સંપૂર્ણ આત્મા વ્યાપ્ત છે.
આ રીતે અસત્ત્વ કે અનિત્યત્વ એક ગુણથી નિરંશ સકલ આત્મા વ્યાપ્ત છે એમ કહેવા માટે ઇષ્ટ છે માટે આ બીજો ભંગ પણ સકલાદેશ છે.
હવે ‘સ્યાત્ મવત્તવ્ય’આ ત્રીજો ભંગ પણ સકલાદેશ છે. તે આ પ્રમાણે
એકસાથે સત્ત્વ, અસત્ત્વાદિ ઉભયગુણોની અપ્રધાનતામાં શબ્દ વડે, અભિધેયપણે ઉપાત્તગૃહીત નહિ થતા હોવાથી ‘સ્યાદ્ અવક્તવ્ય’ બને છે. અર્થાત્ અર્થ દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાથી સત્ અને પર્યાયાર્થિક નયની પ્રધાનતાથી અસત્ કહેવાય છે, પણ પ્રધાનપણે સત્સત્ એકસાથે કહેવા હોય તો કયો શબ્દ ? કોઈ શબ્દ જ નથી એટલે અર્થથી ગમ્યમાન થાય માટે અપ્રધાનપણે તેની વિવક્ષા કરીએ છીએ. તો તે વિવક્ષાને જણાવનાર ‘અવક્તવ્ય' શબ્દ છે માટે ‘સ્વાર્ અવત્તવ્ય' આ ભંગ બને છે.
૧. વિવક્ષાની પ્રકાર કરનાર જે વચનપ્રયોગ તે ભંગ કહેવાય છે.