________________
४४६
તત્ત્વાર્થ સૂત્ર તેમાંથી વનો લોપ કરી “સત્ત્વગુણ રહે તેનો આત્મા સાથે અભેદ ઉપચાર કરવાથી “આત્મા સ’ છે એનો પ્રયોગ થાય.)
સત્ત્વાદિ ગુણથી નિરંશ-અખંડ સંપૂર્ણ આત્મા વ્યાપ્ત કહેવાને ઈષ્ટ બને ત્યારે સકલાદેશ થાય. અર્થાતુ જે ગુણથી પદાર્થ વ્યાપ્ત છે આમ કહેવાને ઇષ્ટ હોય ત્યારે તે સકલાદેશ વિકલ્પ બને છે. કેમ કે અહીં સત્ત્વાદિ ગુણ અભેદપણે કહેવો ઇષ્ટ છે તેનો વિરોધી અસત્ત્વ જે વિભાગનું નિમિત્ત છે તેનું આશ્રયણ કરાતું નથી. અર્થાત્ અસત્ની વિવલા થતી નથી પણ સત્ત્વની જ વિવક્ષા કરી છે.
અહીં આ “નિરંશ' અને “સકલ' આ બે શબ્દનો પ્રયોગ કર્યો છે તેને જરા સ્પષ્ટ રીતે વિચારીએ છીએ.
નિરંશ - આ શબ્દના પ્રયોગથી વસ્તુના એક દેશમાં એક ગુણનો સદ્ભાવ છે, બીજા દેશમાં બીજા ગુણનો સદ્ભાવ છે. આ રીતે ભાગવૃત્તિવાળા (ભાગથી રહેનાર) એમાં ગુણો નથી પણ સંપૂર્ણ વસ્તુમાં બધા ગુણો રહેલા છે. તેથી એક ગુણ રૂપથી વસ્તુના ભાગની પ્રતિપત્તિ થતી નથી પરંતુ અખંડ એક વસ્તુની પ્રતિપત્તિ થાય છે.
આ રીતે નિરંશ એટલે “અખંડ' આવો અર્થ સમજવો.
સકલ :- આ શબ્દપ્રયોગ દ્વારા “નિરંશ' પદથી જે વાત કરી હતી તે વાતને સ્પષ્ટ કરી છે.
અહીં ‘સકલ' શબ્દ “સંપૂર્ણ અર્થવાળો છે, પણ સકલ એટલે “બધા' એ અર્થમાં નથી. એક જે અખંડ હોય તે સંપૂર્ણ કહેવાય પણ “બધા' ન કહેવાય. અહીં “નિરંશ' કહ્યા પછી સકલ' શબ્દનો પ્રયોગ છે. તો “નિરંશ'નો અર્થ “અખંડ છે માટે “સકલનો અર્થ “સંપૂર્ણ જ થાય.
આ રીતે નિરંશ અને સકલ અર્થ એક ગુણથી વ્યાપ્ત કહેવા માટે ઈષ્ટ હોય છે ત્યારે સલાદેશ બને છે.
નિરંશ વસ્તુમાં બધા ગુણો પોતપોતાના નિમિત્તની અપેક્ષાએ વ્યાપીને જ રહેલા છે. કેમ કે અખંડ વસ્તુમાં વિભાગનો અભાવ છે. એટલે ગુણો વિભાગથી રહેલા નથી તો પણ એક જ ગુણની વિવલા છે, તેમાં બીજા ગુણો હોવા છતાં તેની વિરક્ષા નથી માટે એક ગુણ રૂપે વસ્તુનો બોધ થઈ શકે છે. વિભાગનું નિમિત્ત અસત્ત્વ આદિ ગુણોની વિવફા નથી માટે જ સત્ત્વાદિ એક ગુણથી નિરંશ સકલ વસ્તુ કહેવા માટે ઈષ્ટ બને છે. તેથી “સ્યાત્ સન્' આ સકલાદેશ બની શકે છે.
તેમાં દ્રવ્યર્થનયનો વિષય સત્ત્વ છે. આ સત્ત્વ ગુણને લઈને “સ્થાત સનું આ પ્રથમ વિકલ્પ સકલાદેશ કહેવાય છે.
બે ગુણને લઈને ગુણીને કહેનાર જે વચન હોય તે સકલાદેશ નથી. કેમ કે બે ગુણની વિવફા ભેદની વિવફા સિવાય બની શકે નહિ. ગુણીના વિભાગની કલ્પના વગર થઈ શકે