________________
४४४
તત્ત્વાર્થ સૂત્ર હવે આ વિકલ્પોનો વિસ્તાર કરાય છે. અર્થાત્ સપ્તભંગીની વિચારણા શરૂ થાય છે.
તેમાં દ્રવ્યાર્થનયની પ્રધાનતા રાખીએ અને પર્યાયનયને ગૌણ રાખીએ ત્યારે પહેલો વિકલ્પ થાય છે.
પ્રશ્ન :- પ્રધાન અને ગૌણભાવ કેવી રીતે સમજવો?
ઉત્તર :- પ્રાધાન્ય એ શબ્દથી વિવક્ષિત હોવાથી શબ્દને આધીન છે. મતલબ જેની અર્પણા કરાય, જેના માટે શબ્દનો પ્રયોગ કરાય તે પ્રધાન છે અને જેને માટે શબ્દનો પ્રયોગ કર્યો નથી અને અર્થથી જણાય તે અપ્રધાન એટલે ગૌણ છે.
અહીં “ધર્માદિ દ્રવ્ય સાત્ સત્ આ પ્રથમ વિકલ્પમાં સત્ શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી “સ’ એ પ્રધાન છે અને “અસત્ શબ્દનો પ્રયોગ કર્યો નથી એટલે “અસત્' એ અર્થથી ગમ્યમાન હોવાથી ગૌણ છે.
દ્રવ્યને “અસતુ' કહેનાર પર્યાયાર્થિક નય છે, અને સત્ કહેનાર દ્રવ્યાર્થિક નય છે. આ પ્રથમ વિકલ્પમાં “સતુ' શબ્દનો પ્રયોગ કર્યો છે તે દ્રવ્યાર્થિક નયના આધારે છે. માટે સતુ શબ્દનો પ્રયોગ હોવાથી દ્રવ્યાર્થિક નય પ્રધાન કહેવાય અને અર્થથી ગમ્યમાન હોવાથી પર્યાયાર્થિક નય ગૌણ કહેવાય.
આ રીતે દ્રવ્યાર્થિકની પ્રધાનતા અને પર્યાયાર્થિકની ગણતાથી “ધર્માદિ દ્રવ્ય સાત સત આ પહેલો વિકલ્પ થાય છે.
તેવી જ રીતે “સ્યાત્ નિત્ય’ પણ સમજવું.
તેવી રીતે પર્યાયનયની પ્રધાનતા રાખીએ અને દ્રવ્યનયને ગૌણ રાખીએ ત્યારે બીજો વિકલ્પ થાય છે.
અહીં “ધર્માદિ દ્રવ્ય સ્યાહુ અસતુ આ બીજા વિકલ્પમાં “અસ” શબ્દનો પ્રયોગ કર્યો છે. દ્રવ્યને અસત્ કહેનાર પર્યાય નય છે માટે પર્યાયનય પ્રધાન છે અને અર્થથી ગમ્યમાન “” એ ગૌણ છે માટે દ્રવ્યનય ગૌણ છે.
આ રીતે પર્યાયનયની પ્રધાનતા અને દ્રવ્યનયની ગૌણતાથી “ધર્માદિ દ્રવ્ય સ્યાત્ અસત્' આ બીજો વિકલ્પ થાય છે. તેવી જ રીતે “સ્યા, અનિત્ય’ પણ સમજવું.
- હવે ત્રીજો વિકલ્પ જેની પૂ. ભાષ્યકાર માં આગળ વિવક્ષા કરવાના છે તે ભાષ્યનો આ અંશ..... “અર્પિતેડનુપનીએ ન વાચ્ય સત્ ઇતિ અસત્ ઇતિ વા” છે. જેનો અર્થ આ પ્રમાણે છે
સત્ અને અસત્ની યુગપતું અર્પણ કરીએ અને ક્રમથી અર્પણા ન કરીએ ત્યારે દ્રવ્ય સત્ અને અસત્ છે. આ બંને એકસાથે કહેનાર કોઈ શબ્દ ન હોવાથી “સત્ નવજીવ્ય આ ત્રીજો વિકલ્પ બને છે.