________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧
૪૪૩ તેને હટાવવા બે વિકલ્પો કરે છે કે –
હે દ્રવ્યાર્થિક ! તેં જે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિકનો સ્વીકાર કર્યો છે તે ઉત્પન્ન છે કે અનુત્પન્ન છે? ઉત્પાદયુક્ત છે કે ઉત્પાદના યોગ વગરના છે ?
જો પૂર્વ વિકલ્પને સ્વીકારે એટલે કે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક ઉત્પન્ન છે એમ સ્વીકારે તો અમારા ઈષ્ટની સિદ્ધિ થાય છે. અર્થાત્ ઉત્પાદયુક્ત છે એમ માને તો ઉત્પાદયુક્ત તો વર્તમાન ક્ષણો છે. દ્રવ્ય કે ધર્માદિ તો છે જ નહિ.
જો બીજા વિકલ્પને સ્વીકારે એટલે કે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક અનુત્પન્ન છે એમ કહે તો તે અસત્ સિદ્ધ થશે. કેમ કે કોઈ પણ રીતે ઉત્પાદનો એમાં યોગ (સંબંધ) નથી.
માટે જ પૂ. ભાષ્યકાર મ. “અનુત્યને અનુત્યને, અનુત્પનાનિ વા અસત્' આ પ્રમાણે ભાષ્ય બનાવ્યું છે. કેમ કે સત્વનું સ્વલક્ષણ ઉત્પાદ છે અને આ ઉત્પાદનો દ્રવ્ય અને માતૃકાપદાસ્તિક સર્વમાં અયોગ છે અર્થાત્ ઉત્પાદ રહિત છે. આથી ઉત્પાદનો અભાવ હોવાથી અનુત્પન્ન એવા તે સર્વે અસત્ છે.
આ રીતે ઉક્ત પ્રકારથી એટલે કે આ ગ્રન્થ સુધી જે વિચારણા કરી (ચાર પ્રકારના સતુ આદિની) તેનાથી -
(૧) ધર્માદિ દ્રવ્ય સ્યાત્ સત્ (૨) ધર્માદિ દ્રવ્ય સ્યાહુ અસતુ (૩) ધર્માદિ દ્રવ્ય સાત અવક્તવ્ય (૧) ધર્માદિ દ્રવ્ય સ્યાત્ નિત્ય (૨) ધર્માદિ દ્રવ્ય સાત્ અનિત્ય (૩) ધર્માદિ દ્રવ્ય સ્યાત્ નિત્યાનિત્ય આ પ્રમાણે વિકલ્પોનું પ્રતિપાદન કરવું જોઈએ એમ સૂચન કર્યું.
અર્થાત્ સ્વાદ્વાદની પ્રક્રિયાથી અનંતધર્માત્મક વસ્તુ અર્પિત અને અનર્પિત વ્યવહારથી સિદ્ધ છે. તેમાં “સતુ' આ અંશને લઈને વિચારણા આરંભી હતી. સતુ ચાર પ્રકારનું છે. ખરેખર તો ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યાત્મક સર્વ સત્ છે છતાં તેના સઘળાય પર્યાયોની આકાંક્ષાથી આ ચાર ભેદ બતાવવામાં આવ્યા છે તે વિચાર્યા બાદ અનાદિ પર્યાયોની વિવક્ષાથી આ સતુ નિત્ય છે અને આદિ પર્યાયોની વિવફાથી આ સતુ અનિત્ય છે ઈત્યાદિ વિચારણા કરી તેથી આ ઉપર મુજબના વિકલ્પોનું સૂચન કર્યું. ૧. પ્રશ્ન :- અહીં તો બે જ વિકલ્પ બોલ્યા છે ત્રીજો વિકલ્પ ક્યાંથી લાવ્યા ?
ઉત્તર :- આ બેથી ત્રીજો બને છે માટે ટીકાકાર મ. ત્રીજો બોલ્યા નથી પણ આગળ ભાષ્યનો પાઠ મૂકીને ત્રીજો વિકલ્પ લેવાનો કહેશે. તેથી સમજાય છે કે “થા સ’ અને ‘થા અન’ આ બંને ભેગા કરવાથી ત્રીજો વિકલ્પ બને છે.