________________
અધ્યાય-૫: સુત્ર-૩૧
૪૫૭
છીએ.
અયોગ વ્યવચ્છેદ અયોગ એટલે અસંબંધ, વ્યવચ્છેદ એટલે દૂર કરવો. અસંબંધને દૂર કરવો તે અયોગ વ્યવરચ્છેદ કહેવાય છે. આ વિકારથી અસંબંધને દૂર કરવા રૂપ ફળવાળું વિશેષણ બને છે. એટલે કે વિકારના પ્રયોગથી અયોગ વ્યવચ્છેદ થાય છે.
પ્ત વ પ ઇત્યાદિ પ્રયોગમાં અતિ સાથે ઘટનો અયોગ નથી, અસંબંધ માત્રનો જ વ્યવચ્છેદ કરાય છે.
અહીં ઇવકારે માત્ર અસંબંધને દૂર કર્યો છે. ઘડો નથી એમ નહીં પણ “છે'. અતિ સાથે ઘટનો અયોગ નથી આવો અર્થ પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રયોગમાં પણ કારનું ફળ છે માત્ર “અયોગનો વ્યવચ્છેદ'.
દા. ત. જેમ “વરો ધનુર્ધર' “ચૈત્ર ધનુર્ધારી છે. આ વાક્યમાં “va'કારનો પ્રયોગ નથી એટલે “ચૈત્ર ધનુર્ધારી છે જ આવો નિશ્ચય થતો નથી. ચૈત્ર ધનુર્ધારી છે કે કેમ? આવી આશંકા રહે છે.
આ આશંકા ત્યારે દૂર થાય છે જ્યારે “વૈો ધનુર્ધર પવ' આ પ્રમાણે વિકાર સહિત વાક્યપ્રયોગ થાય. તો જ ચૈત્રમાં ધનુર્ધરતા છે જ આવો નિશ્ચય થાય.
અહીં “ચત્ર ધનુર્ધારી છે જે આ પ્રમાણે અવધારણ કરવામાં આવે તો તેમાં બીજાઓથી ધનુર્ધરતાની વ્યાવૃત્તિ નથી પણ ચૈત્રમાં ધનુર્ધરતાનો અયોગ નથી આટલું જ કહેવું છે.
ચૈત્ર ધનુર્ધારી છે કે નહીં? આવો પ્રશ્ન છે પણ ચૈત્ર સિવાય બીજો કોઈ ધનુર્ધારી છે કે નહીં? આવો પ્રશ્ન નથી. માટે જ “ચૈત્ર ધનુર્ધારી છે જે આ રીતે પ્રકારના પ્રયોગથી ચૈત્રમાં ધનુર્ધરતાનો અયોગ નથી પણ યોગ છે આટલું જ કહેવાય છે. પણ બીજામાં ધનુર્ધરતાનો યોગ નથી આવું કહેવું નથી.
માટે જેમ ધનુર્ધરત્વ અન્યોથી વ્યવચ્છેદ કરતું નથી. કેમ કે ચૈત્ર સિવાય બીજામાં પણ ધનુર્ધરત્વ લોકમાં પ્રસિદ્ધ છે તેમ ઉપર પ્રકૃતિ પ્રયોગમાં પણ ઘટથી અન્યોનું અસ્તિત્વ દૂર કરાતું નથી. કેમ કે ઘટથી અન્ય પટાદિનું અસ્તિત્વ પ્રસિદ્ધ છે. પરંતુ માત્ર અહીં ઘટનો અયોગ નથી' આટલું જ કહેવાય છે. એટલે અયોગનો વ્યવચ્છેદ છે. આ રીતે વિકારનું પહેલું ફળ અયોગ વ્યવચ્છેદ વિચાર્યું.
અન્યયોગ વ્યવચ્છેદ - જો ઉપરના પ્રયોગમાં અન્યયોગ વ્યવચ્છેદ વડે વિશેષણ કરાય તો તો દોષ આવે. કેમ કે બીજામાં ન હોય તેવું અસ્તિત્વ ઘટમાં છે આવું તો બને જ નહિ. માટે ત્યાં તો અયોગ વ્યવચ્છેદ છે.
હવે અહીં વિકારનું બીજું ફળ અન્યયોગ વ્યવચ્છેદ વિચારીએ છીએ. અન્ય એટલે બીજામાં, યોગ એટલે સંબંધ, વ્યવચ્છેદ એટલે દૂર કરવો. બીજામાં સંબંધને