________________
૪૪૨
તત્ત્વાર્થ સૂત્ર તે વર્તમાન ક્ષણમાં અન્વયિ કોઈ દ્રવ્યાદિ છે નહીં. અર્થાત્ વર્તમાન ક્ષણમાં ઉત્પાદ, ઉત્પાદ ને ઉત્પાદ પર્યાય જ છે, પણ આનો આધાર કોઈ સામાન્ય નથી કે જેને દ્રવ્યાસ્તિક નય દ્રવ્ય તરીકે માને છે.
તેથી પરમાર્થના ખોજીને દ્રવ્યાસ્તિક સત કે માતૃકાપદાસ્તિક સત્ છે જ નહીં પરંતુ ઉત્પન્નાસ્તિક જ સંતતિથી સતુ છે. પછી ભલે ને કોઈ એને દ્રવ્ય કહે કે ધર્માદિ કહે પણ તે દ્રવ્ય કે ધર્માદિ વાસ્તવિક રીતે નથી. કેમ કે સંતાન જે છે તે સાંવૃત છે. મતલબ સંતાન સ્વરૂપે દ્રવ્યાદિનો સ્વીકાર એ કલ્પિત છે. એટલે દ્રવ્ય કે ધર્માદિને સત્ કહેવું તે ઔપચારિક છે. પરમાર્થથી દ્રવ્ય કે ધર્માદિ નથી, ઉત્પાદ જ સત્ છે.
અને તે વર્તમાન ક્ષણો ઘણા છે, તેમાં એક વર્તમાન ક્ષણની વિવક્ષા કરીએ ત્યારે ઉત્પન્નાસ્તિકં સત” આવો એકવચનાત્ત વિકલ્પ થાય, બે વર્તમાન ક્ષણની વિવક્ષા કરીએ ત્યારે ઉત્પનાસ્તિકે સતી આવો દ્વિવચનાન્ત પ્રયોગ થાય અને ત્રણ આદિ વર્તમાન ક્ષણની વિવા કરીએ ત્યારે “ઉત્પન્નાસ્તિકાનિ સન્તિ’ આવો બહુવચનાન્ત વિકલ્પ બને.
આ પ્રમાણે વિવલાથી જે ઉત્પન્નાસ્તિક સત્ છે તે વ્યવહાર માટે એકત્વાદિ સંખ્યાના ભેદથી નિયમ કરાય છે. એટલે કે આ પર્યાયાર્થિક નય ઉત્પાદવાળા વર્તમાન ક્ષણને જ સત્-વસ્તુ માને છે. તે વર્તમાન ક્ષણો ઘણા છે તેમાંથી એક, બે કે ઘણાની વિવલાથી વ્યવહાર માટે સંખ્યાના ભેદથી તે સતનો નિયમ કરાય છે. એક ઉત્પનાસ્તિક, બે ઉત્પનાસ્તિક કે ઘણા ઉત્પનાસ્તિક.
આ પ્રમાણે ઋજુસૂત્રે પોતાનું નિરૂપણ કર્યું.' હવે આ નય દ્રવ્યાર્થિક નયે જે દ્રાસ્તિક અને માતૃકાપદાસ્તિક સત્ છે આ જે કહ્યું હતું
૧. અહીં દ્રવ્ય અને ધર્માદિ એટલા માટે બોલ્યા કે સંગ્રહ દ્રવ્યાસ્તિક, દ્રવ્ય સામાન્યને જ માને છે અને
વ્યવહાર દ્રવ્યાસ્તિક, ધર્માદિ વિશેષ દ્રવ્ય માને છે. सांवृत्तं काल्पनिकम् - सम्मतितत्त्वसोपानम् पृ० ९८ અહીં એક પ્રશ્ન થાય છે કે પૃ. ભાષ્યકાર મ. વ્યાસ્તિક, માતૃકાપદાસ્તિક, ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક આ પ્રમાણે ચાર પ્રકારના સત કહ્યા. તેમાં ઘણાં અર્થપલનિ' કહીને દ્રવ્યાસ્તિક નય પ્રમાણે દ્રવ્ય સત, માતૃકાપદાસ્તિક પ્રમાણે માતૃકાપદ સતુ, અમાતૃકાપદ અસતુ, ઉત્પન્નાસ્તિક પ્રમાણે ઉત્પન્ન સત, અનુત્યનં અસત્ ઇત્યાદિ કહ્યું પણ પર્યાયાસ્તિક પ્રમાણે સત્ કે અસત્ કોણ એ કેમ બતાવ્યું નહીં ? ઉત્તર :- “તત્ર સવધ ઈત્યાદિ ભાષ્યની ટીકામાં પર્યાયાસ્તિક પ્રમાણે સતુ અને અસતુ કોણ તે બતાવી દીધું છે તેના આધારે આમ સમજાય છે કે–પર્યાય એટલે વિનાશ, અને વિનાશમાં જેની મતિ હોય તે પર્યાયાસ્તિક. જેટલા ઉત્પાદ છે તેટલા વિનાશ છે. એટલે સમજાય છે કે ઉત્પાદ અને વિનાશ બંને અવિનાભાવી છે. તેથી ઉત્પન્નાસ્તિકમાં જેમ “ઉત્પન્ન, ઉત્પન્ન, ઉત્પનાનિ વા' આવી ઉત્પનાસ્તિક સતની વ્યાખ્યા કરી તેવી રીતે પયયાતિકની વ્યાખ્યા પણ ઉત્પન્નાસ્તિકની સાથે એકદમ સમાન હોવાથી કરી નથી. એટલે કે “પર્યાયઃ સત, પર્યાયૌ સતી, પર્યાયાઃ સત્તિ એવી રીતે અપર્યાયઃ અસદુ અપર્યાયી અસતુ, અપર્યાયાઃ અસત્ વા આ પ્રમાણે સમજી લેવું તેવું સમજાય છે. (અહીં પર્યાય = વિનાશ સમજવું)