________________
४४०
તત્ત્વાર્થ સૂત્ર માતૃકાપદો આ તેના અર્થપદ છે.
આ પ્રમાણે આપણે દ્રવ્યાર્થિક નયનો અભિપ્રાય (૧) દ્રવ્યાસ્તિક સત્ અને (૨) માતૃકાપદાસ્તિક સત્ આ બેથી કહ્યો.
હવે પર્યાયાર્થિક નયનો અવસર આવ્યો તેથી પૂ. ભાષ્યકાર મા ઉત્પનાસ્તિક સનાં અર્થપદો બતાવે છે. ઉત્પનાસ્તિક પર્યાયાર્થિકના અર્થપદ
ભાષ્ય :- ઉત્પનાસ્તિકનાં ત્રણ અર્થપદ છે.
એક ઉત્પન્ન, બે ઉત્પન્ન કે ઘણાં ઉત્પન્ન સત્ છે, અનુત્પન્ન, બે અનુત્પન્ન કે ઘણાં અનુત્પન્ન અસત્ છે.
ટીકા - પર્યાયાર્થિક નયનું મૂળ અર્થાત્ તેનો આધાર ઋજુસૂત્ર નય છે. કેમ કે બધા પર્યાયાર્થિક નયી ઋજુસૂત્ર ન સ્વીકારેલ વર્તમાન ક્ષણને લઈને જ બધી વિચારણા કરે છે. એટલે આપણે પણ અહીં ઋજુસૂત્ર નયના અભિપ્રાયથી ઉત્પન્નાસ્તિક પર્યાયાર્થિકનાં અર્થપદો વિચારીએ છીએ.
આ ઋજુસૂત્ર નય ધર્માદિ બધાં જ દ્રવ્યો પ્રત્યુત્પન્ન-વર્તમાનક્ષણરૂપ છે આવી પ્રતિજ્ઞા કરે છે. આ ક્ષણો પૂર્વ પૂર્વની ક્ષણો કરતાં વિલક્ષણ છે. અર્થાત્ પૂર્વેક્ષણ કરતાં ઉત્તર ક્ષણ વિલક્ષણ છે, અને આ જ સતનું લક્ષણ છે કે “જે ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે કેમ કે ક્ષણે ક્ષણે ઉત્પાદ છે તે જ વસ્તુનું લક્ષણ છે. અર્થાત્ “વત્ ઉત્પન્ન તત્ સતું' જે ઉત્પન્ન છે તે જ સતુ છે અને આકાશકુસુમ વગેરે અનુત્પન્ન છે તે કોઈ પણ રીતે લક્ષ્ય બનતાં નથી. એમાં વસ્તુનું લક્ષણ ‘ઉત્પાદ' એ છે જ નહિ.
હવે આ ઋજુસૂત્ર નયને અનુસરીને દરેક વ્યોમાં વસ્તુ છે તેની સિદ્ધિ માટે તેમાં ઉત્પાદલક્ષણ છે તેની સંગતિ કરીએ છીએ.
તે આ પ્રમાણે આત્મા
ક્ષણે ક્ષણે બીજાં બીજાં જ્ઞાન, દર્શન વગેરેનો ઉત્પાદ થવો તે જ આત્મા છે અર્થાતુ આત્મા તે કહેવાય કે—ક્ષણે ક્ષણે જે જ્ઞાન, દર્શન આદિનો ઉત્પાદ છે. કેમ કે ઉત્પાદ એ વસ્તુનું લક્ષણ છે. પુદ્ગલ
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન, અંધકાર અને છાયાદિનો ઉત્પાદ છે તે જ પુદ્ગલો છે. એટલે કે વર્ણાદિ ઉત્પાદરૂપ પુદ્ગલો છે. ધર્મ, અધર્મ, આકાશ
જનારની ગતિના આકારે, સ્થિતિ કરનારની સ્થિતિના આકાર અને અવગાહ લેનારના