________________
૪૩૮
તત્ત્વાર્થ સૂત્ર સ્વભાવ છે. આ સ્વભાવની એકબીજામાં સંક્રાન્તિ-પ્રવેશ નથી. અર્થાતુ ધર્માદિના જે સ્વભાવ છે તે સ્વભાવની અસંક્રાન્તિ છે. આ સ્વભાવની અસંક્રાન્તિ હોવાથી એકબીજામાં એકબીજાનો અપોહભાવ છે. ધર્મ અધર્મ નથી બનતો અને અધર્મ ધર્મ નથી બનતો. આ અપોહભાવ છે.
આ પરસ્પર અપોહભાવ હોય તો જ પદાર્થની વ્યવસ્થા બની રહે. જો એકબીજાનો સ્વભાવ એકબીજામાં સંક્રાન્ત થઈ જાય તો પદાર્થનો નિશ્ચય થાય નહિ, અને નિશ્ચય થાય નહીં તો પદાર્થનો પરિચય જ આપી શકાય નહીં એટલે મોટી અવ્યવસ્થા થઈ જાય.
ધર્માદિનો સ્વભાવ ધર્માદિમાં જ રહે છે, બીજામાં સંક્રાન્ત થતો નથી અને બીજામાં સંક્રાન્ત નહિ થતો હોવાથી અપોહભાવ બને છે. એટલે ધર્માસ્તિકાયાદિ અધર્માસ્તિકાયાદિરૂપે થતા નથી.
આમ પરસ્પર સ્વભાવની અસંક્રાન્તિથી પરસ્પર અપોહભાવ થાય છે તેથી પદાર્થની વ્યવસ્થા બરાબર બની રહે છે.
આ અપોહ બે પ્રકારનો છે. (૧) અનુગત અપોહ, (૨) અનનુગત અપોહ.
સલ્લક્ષણનો બીજાથી વ્યવચ્છેદ વડે અર્થાત્ બીજાની વ્યાવૃત્તિથી એક અપોહ બને છે તે અનુગત અપોહ કહેવાય છે.
દા. ત. જેમ પ્રમાણ અને પ્રમેય સત્ છે.
જે પ્રમાણ નથી અને પ્રમેય નથી તે અસત્ જ છે. પ્રમાણ અને પ્રમેય સત્ છે. આ સની અન્યથી વ્યવચ્છેદ એટલે અન્યથી વ્યાવૃત્તિ, આ પ્રમાણ અને પ્રમેયની અન્ય અપ્રમાણ અને અપ્રમેય છે. આ અપ્રમાણ અને અપ્રમેયથી જે વ્યાવૃત્તિ તે પ્રમાણ અને પ્રમેયમાં છે તે જ અપોહ છે. અર્થાતુ સલ્લક્ષણ (સત્ સ્વરૂપે) પ્રમાણ પ્રમેય તેનો તેનાથી અન્ય અપ્રમાણઅપ્રમેયથી વ્યાવૃત્તિ તે પ્રમાણ અને પ્રમેયમાં આ સલ્લક્ષણરૂપ પ્રમાણ અને પ્રમેયનો અપ્રમાણ અને અપ્રમેયથી અપોહ છે. અહીં પ્રમાણ અને પ્રમેય બંને સત્ છે, અસતી કોઈ નથી. એટલે અસદ્ વ્યાવૃત્તિરૂપ સત્ત્વ લક્ષણના અપોહ વડે પ્રમાણ અને પ્રમેય બંનેનો સંગ્રહ થઈ જાય છે.
પ્રમાણ અને પ્રમેય સત રૂપ છે તેના સિવાય અપ્રમાણ અને અપ્રમેય એ અસતુ છે એટલે અસત્ની વ્યાવૃત્તિથી સલ્લક્ષણનો અપોહ સર્વમાં છે. માટે આ અનુગત અપોહ કહેવાય છે.
હવે બીજો અનનુગત અપોહ છે તે ધર્મીની અપેક્ષાએ છે.
ધર્મન્તરમાં ઉત્પન્ન વિશિષ્ટતાથી ધર્મેન્તરનો અભાવરૂપ અપોહ તે અનનુગત અપોહ કહેવાય છે.
એક ધર્મથી બીજા ધર્મીમાં—ધર્મન્તરમાં ઉત્પન્ન થયેલ-રહેલ જે વૈશિસ્ત્ર, આ વૈશિસ્ત્રને લઈને એક ધર્મીમાં બીજા ધર્મીનો અભાવ બતાવવો તે ધર્મીની અપેક્ષાએ બીજો અપોહ છે.