________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૪૩૯ દા. ત. જીવ અજીવ નથી, ઘોડો ગાય નથી. જેમ જીવ એક ધર્મી છે, અજીવ બીજો ધર્મી છે. આ બે ધર્મીઓનો પરસ્પર એકબીજામાં અપોહ-અભાવ છે. કેમ કે એકમાં ચૈતન્ય છે. જીવ ચૈતન્યવિશિષ્ટ હોવાથી જીવમાં ધર્મન્તર જે અજીવ છે તેનાથી વૈશિસ્ત્ર છે. એટલે જીવ એ અજીવ નથી. માટે જીવમાં અજીવનો અપોહ છે. કેમ કે જીવમાં અજીવથી વૈશિસ્ત્ર છે.
તેવી રીતે અશ્વ એ ગાય નથી. ધર્યન્તર જે ગાય છે તેનો ધર્મન્તર અશ્વમાં અપોહ છે. કેમ કે અશ્વ, ગાય કરતાં વિશિષ્ટ-ભિન્ન છે.
આ રીતે બીજી રીતના અપોહમાં ધર્મીને પ્રધાન બનાવીને વિચાર કરવામાં આવે છે.
એક ધર્મી બીજા ધર્મરૂપે નથી. કેમ કે એ બંનેમાં પોતપોતાની વિશિષ્ટતા રહેલી છે. એ વિશિષ્ટતાને લીધે એક ધર્મીનો બીજા ધર્મોમાં અપોહ છે. જેમાં અપોહ બતાવવો છે તેમાં જે વિશિષ્ટતા છે તે તેમાં જ છે. બીજા ધર્મીમાં નથી.
અહીં પાંચ ધર્મ છે. તે પાંચે વિશિષ્ટ છે. એ વિશિષ્ટતાને લીધે ધર્મરૂપધર્મીથી ધર્મન્તર જે અધર્માસ્તિકાય છે તેની અપેક્ષાએ ધર્માસ્તિકાયમાં વિશિષ્ટતા છે. આ વિશિષ્ટતાને લીધે ધર્મમાં અધર્મનો અને તેવી જ રીતે અધર્મમાં ધર્મનો અપોહ છે.
આ રીતે જેમાં જે વિશિષ્ટતા છે તે તેમાં જ રહે છે, બીજામાં નહિ. માટે સ્વભાવની અસંક્રાન્તિથી પરસ્પર ધર્માદિનો અપોહ છે. તેથી જ પદાર્થની વ્યવસ્થા છે.
આ વિચારણાથી ધર્માદિમાં અપોહ બતાવ્યો. હવે તેમાં અનપોહ બતાવીએ છીએ.
ધર્માસ્તિકાયાદિ પરસ્પર ભિન્ન છે માટે અપોહ છે એ તો વિચાર્યું પરંતુ આ અપોહ હોવા છતાં પણ દ્રવ્યો પાંચ છે. આ વ્યવહારની સિદ્ધિ તો ત્યારે જ થાય કે બધામાં એક દ્રવ્યત્વરૂપ સામાન્ય મનાય ! અને દ્રવ્યત્વ એ ધર્માદિ સર્વ દ્રવ્યોનો સાધારણ ધર્મ છે. માટે અનપોહ છે.
તે આ રીતે–
દ્રવ્યની અપેક્ષાએ બધાં દ્રવ્ય છે. ચેતન હોય કે અચેતન બંને દ્રવ્ય છે. દ્રવ્યથી ભિન્ન કોઈ વસ્તુ જ નથી. એટલે દ્રવ્યાદેશથી-દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યનો અપોહ છે જ નહિ. ધર્મ દ્રવ્ય છે, અધર્મ પણ દ્રવ્ય છે. આમ પાંચે દ્રવ્ય છે. આમાંથી એકમાં પણ દ્રવ્યનો અપોહ નથી, અનપોહ છે.
આમ પોતપોતાના અસાધારણ લક્ષણના ભેદથી પરસ્પર એકબીજાનો અપોહ હોવા છતાં દ્રવ્યાદેશથી ધર્માદિ સર્વનો અનપોહ છે. પાંચમાં દ્રવ્યત્વ રહેલું છે માટે જ દ્રવ્યરૂપે સર્વમાં અનપોહ છે.
આ રીતે દ્રવ્યત્વ સામાન્યને લઈને બધાનો અનપોહ છે અને વિશિષ્ટ લક્ષણને લઈને પરસ્પર ધર્માદિનો અપોહ છે.
આ પ્રમાણે સામાન્ય અને વિશેષ અનેક ધર્મને લઈને અપહરૂપ અને અનપોહરૂપ ધર્માદિ બધા માતૃકાપદાસ્તિક છે. વ્યવહારનયથી માતૃકાપદાસ્તિક સત છે અને એક, બે કે ઘણાં