________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૪૪૧
અવગાહ આકારે ઉત્પાદ થતો હોવાથી ક્ષણે ક્ષણે ધર્મ, અધર્મ, અને આકાશ અન્ય અન્ય થાય છે.
એટલે કે આ નય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તથા આત્માદિ જે દ્રવ્ય છે તેને દ્રવ્ય માનતો નથી. ઉત્પાદને જ સતુ માને છે અને ઉત્પાદ એ પર્યાય છે. એટલે પર્યાય જ માને છે.
ક્ષણે ક્ષણે જ્ઞાન, દર્શનાદિનો જે ઉત્પાદ છે તે આત્મા છે. એટલે જ્ઞાનાદિ પર્યાયો છે પણ આત્મા એ કોઈ દ્રવ્ય નથી.
એ જ પ્રમાણે ક્ષણે ક્ષણે વર્ણાદિનો જે ઉત્પાદ છે તે પુલ છે. પુદ્ગલ નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી.
ગતિનો ઉત્પાદ એ જ ધર્માસ્તિકાય છે. સ્વતંત્ર કોઈ ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય નથી. સ્થિતિનો ઉત્પાદ એ જ અધર્માસ્તિકાય છે. અધર્માસ્તિકાય નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી.
ક્ષણે ક્ષણે અવગાહનો જે ઉત્પાદ છે તે જ આકાશ છે પણ આકાશ કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી.
આ રીતે દ્રવ્યનું નિરાકરણ કરીને પર્યાયને સ્થાપે છે.
આ આત્માદિની વર્તમાન ક્ષણ જ સત્ય (સત) છે. તેથી એક, અભિન્ન સકળ ભેદવિશેષોની હેતુ એવી માતૃકાપદ નામની કોઈ વસ્તુ નથી જેનું વ્યવહાર નયે પ્રતિપાદન કર્યું હતું. અર્થાત્ વ્યવહાર નયને માન્ય ધર્માદિ માતૃકાપદને આ નય સ્વીકારતો નથી.
આ રીતે વ્યવહાર નયને દૂર કરવાથી વ્યવહાર નયના આધાર ઉપર ચાલતી બધી લોકયાત્રા નષ્ટ થઈ જશે !
નહીં થાય. કેમ કે વ્યવહાર નય લૌકિક વ્યવહારની સિદ્ધિ માટે જે માતૃકાપદનો સ્વીકાર કરે છે તે લૌકિક વ્યવહાર પણ પ્રત્યુત્પન્ન-વર્તમાનક્ષણથી સાધ્ય જ છે. કેમ કે સતું હોય છે તે અર્થક્રિયામાં સમર્થ બને છે. અને સતુ વર્તમાન ક્ષણ જ છે. અતીત ક્ષણ અને અનાગત ક્ષણ અસત્ છે. કેમ કે ઉત્પાદવાળો વર્તમાન ક્ષણ જ છે. એટલે અતીત અને અનાગત ક્ષણ અસત્ હોવાથી અર્થક્રિયામાં અસમર્થ છે.
તેથી ઉત્પન્ન-વર્તમાન ક્ષણ જ છે. અર્થાત્ ઉત્પાદ યુક્ત વર્તમાન ક્ષણ જ છે. તે સતુ છે. જેથી સકળ લોકમાત્રારૂપ લૌકિક વ્યવહાર વર્તમાનક્ષણથી જ સાધ્ય છે. તેથી ઉત્પન્ન ક્ષણ જ છે. પણ અતીત અને અનાગત ક્ષણ નથી.
અતીશાવાશેfપ ગયુવયાળાનનુમકુFાલડચેવ | તિ તત્વાર્થ ટિપથાન પૃ. ૪૦૬ અલોકાકાશમાં પણ અગુરુલઘુ પર્યાયોનો સમયે સમયે ઉત્પાદ છે જ. अत्र न सङ्गति अङ्गति ॥ अर्थस्य प्रयोजनस्य किया निष्पत्तिस्तस्यां सामर्थ्य शक्तिस्तदेव लक्षणं रूपं यस्य वस्तुनस्तदर्थक्रियासामर्थ्यलक्षणम्- न्यायबिन्दु पृ० २४.