________________
તત્ત્વાર્થ સૂત્ર
આ અવક્તવ્યગુણના અભેદ ઉપચારથી ગુણી નિરંશ સકલ વ્યાપ્ત કહેવા માટે ઇષ્ટ છે માટે ‘સ્યાદ્ અવક્તવ્ય' આત્મા આ વાક્યપ્રયોગ પણ સલાદેશ છે.
આ રીતે આ ત્રણે વિકલ્પો અખંડ, સંપૂર્ણ વસ્તુને કહેતા હોવાથી સકલાદેશ છે. હવે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે—
૪૪૮
પ્રશ્ન :- ‘સ્થાત્ સત્' આ કઈ ભાવના છે ? આમાં શું વિચારવાનું છે ?
ઉત્તર અહીં વિચારવા જેવું છે શું ? કશું જ વિચારણીય નથી. કેમ કે અમારે ત્યાં સપ્તભંગી અપૂર્વ એટલે કે નવા કોઈ અર્થને કહેતી નથી પરંતુ વસ્તુનું જે સ્વરૂપ છે તે સ્વરૂપ જ પ્રકાશે છે. એટલે પ્રમાણથી પ્રસિદ્ધ જે પદાર્થ છે તે જ સપ્તભંગીથી કહેવાય છે. માટે કલ્પનાથી અર્પિત (વિવક્ષિત) ભાવનો વિષય ભાવ્ય છે જ નહીં. અર્થાત્ સપ્તભંગીથી જે કહેવાય છે તે કાલ્પનિક નથી. માટે એમાં વિચારવાનું શું ?
પ્રમાણથી પ્રતીત (પ્રસિદ્ધ)—પ્રમાણભૂત અનંત ધર્માત્મક વસ્તુ જ ‘સ્યાત્ સત્', ‘યાત્ નિત્યઃ' ઇત્યાદિ ભંગોથી પ્રતિપાદન કરવા યોગ્ય છે.
આ વાત વિસ્તારથી બતાવીએ છીએ. અનંત પર્યાયવાળું એક દ્રવ્ય વિશ્વરૂપ છે. વિશ્વરૂપ કેવી રીતે ?
અતીત અને અનાગત અનંતકાળ સંબંધી અનેક અર્થપર્યાય અને વ્યંજનપર્યાયરૂપે વિશ્વરૂપ છે.
શબ્દપ્રયોગ વિવક્ષાને આધીન હોવાથી જ્યારે જે પર્યાયની વિવક્ષા હોય ત્યારે તે પર્યાયથી અનંત પર્યાયવાળી વસ્તુનું કથન થાય છે. આ અભિપ્રાયથી આગળ કહે છે કે
આવી અવસ્થા-પર્યાયવાળી વસ્તુ (દ્રવ્ય) વર્તમાન પર્યાયમાં રહેલી હોવા છતાં પણ જે જે શબ્દથી કહીએ તે તે પર્યાયની સાથે સંબંધવાળી છે. કેમ કે અતીત, અનાગત પર્યાયોનો વર્તમાન સમયમાં વર્તમાનરૂપે અભાવ હોવાથી, જેમ અવિવક્ષાથી વચનની પ્રવૃત્તિ થતી નથી તેવી રીતે વર્તમાન સમયમાં અવસ્થિત પર્યાયોમાં પણ જે પર્યાયની રૂપે વિવક્ષા હોય છે તે
o.
⭑
वंजणपज्जायस्स उ पुरिसो पुरिसो ति णिच्चमवियप्पो ।
बालावियप्पं पुण पासइ से अत्थपज्जाओ ||३८||
व्यञ्जनं शब्दः, अर्थव्यञ्जकत्वात् तस्य पर्यायः आजन्मनो मरणान्तं यावदभिन्नस्वरूपपुरुषद्रव्यप्रतिपादकत्वं ..... बालादिभेदं तु तस्यैव पुरुषस्यार्थपर्यायः ऋजुसूत्रादिः पश्यति ॥ सम्मतितत्त्वसोपाने पृ० १६६
...માટી એ વ્યંજનપર્યાય છે અને ઘટ દ્રવ્ય અર્થપર્યાય છે. જે મૂળ દ્રવ્ય છે તે વ્યંજનપર્યાય છે અને ઘટાદિ પર્યાયો છે તે અર્થપર્યાય છે. ત્રિકાળ સ્પર્શી વ્યંજન પર્યાય છે અને *સૂક્ષ્મવર્તમાનકાળવર્તી અર્થપર્યાય છે જે પર્યાય પદાર્થની સાથે ત્રણે કાળમાં રહે તે વ્યંજન પર્યાય અને જે પર્યાય પદાર્થની સાથે વર્તમાન ક્ષણ માત્ર ૨હે તે અર્થ પર્યાય, ત્રણે કાળમાં માટીનો સંબંધ રહે છે માટે માટી વ્યંજન પર્યાય છે. ઘટમાં ક્ષણે ક્ષણે થતાં પરિવર્તન તે અર્થપર્યાય છે..., દ્રવ્યગુણ પર્યાયનો રાસ (ઢાળ-૧૪ ગાથા ૨૩૧)
સમયાત્મક વર્તમાનકાળ તે સૂક્ષ્મ વર્તમાનકાળ, સમયોના સમૂહરૂપ વર્તમાનકાળને સ્થૂલ વર્તમાનકાળ,