________________
તત્ત્વાર્થ સૂત્ર
આ રીતે આત્મામાં અસ્તિત્વ સામાન્ય છે પણ ઘટ, પાદિ જે અસ્તિવિશેષો છે તે અસ્તિવિશેષ નથી. ઘટાસ્તિત્વ, પટાસ્તિત્વ આ બધા વિશેષાસ્તિત્વરૂપે આત્મા નથી. એટલે આત્મા સમસ્ત અસ્તિત્વરૂપે રહેશે નહીં અને નાસ્તિત્વ નિરવકાશ પણ રહેશે નહિ.
૪૫૪
આમ અમે આત્મા છે જ' એમ કહીએ છીએ તેમાં ‘અસ્તિત્વ સામાન્યથી આત્મા છે જ એમ કહીએ છીએ.
દા. ત. જેમ અનિત્ય જ કૃતક છે. આ પ્રયોગમાં અનિત્યત્વ સામાન્યની સાથે કૃતકત્વની વ્યાપ્તિ છે. માટે જ આગળ કહે છે કે—અનિત્યત્યના અભાવમાં કૃતકત્વનો અભાવ હોય. એટલે કૃતકત્વનો અભાવ હોય તો અનિત્યત્વનો અભાવ જ રહે. આ વ્યાપ્તિ છે. અહીં અનિત્યત્વ વિશેષની સાથે કૃતકત્વની વ્યાપ્તિ નથી. કેમ કે ઘટાદિમાં રહેલ અનિત્યત્વ વિશેષ પટાદિમાં નથી, પણ કૃતકત્વ તો છે જ.
એટલે ‘અનિત્યં એવ કૃતકં' કૃતક અનિત્ય જ છે. અનિત્ય જ કૃતક છે, જે અનિત્ય ન હોય તે કૃતક ન હોય. આ વ્યાપ્તિમાં જે અનિત્યત્વ સાધ્ય છે તે સામાન્યરૂપે છે પણ ઘટાનિત્યત્વ, પટાનિત્યત્વ આદિ વિશેષ અનિત્યત્વ સાધ્ય નથી.
તેમાં પ્રાચીન પ્રમાણ આપે છે...
‘સાધ્યધર્મસામાન્યેન ઇતિ... વચનાત્
એટલે સાધ્યધર્મ બે પ્રકારે હોય છે. તેથી અહીં પણ (૧) અનિત્ય સામાન્ય, (૨) અનિત્ય વ્યક્તિ-વિશેષ બે પ્રકાર બતાવ્યા.
તેમાં સર્વકૃતકમાં અનિત્યત્વનું સાધ્ય કરવું તે અનિત્યત્વ સામાન્ય છે અને વિશેષ વિશેષ પદાર્થમાં અનિત્યત્વ સાધ્ય કરાય તે અનિત્ય વ્યક્તિ છે.
સામાન્યની સાથે સામાન્યની વ્યાપ્તિ છે પણ વિશેષની સાથે નથી હોતી તેથી સાધનધર્મ પણ બે પ્રકારે છે. (૧) સામાન્ય હેતુ, (૨) વિશેષ હેતુ.
એના એ જ અનિત્ય અને કૃતકત્વ સમવ્યાપ્તિ હોવાથી મૃતકને સાધ્ય કરીએ અને અનિત્યત્વને હેતુ કરીએ તો ‘કૃતર્ક, અનિત્યત્વાત્' બને.
આમાં અનિત્યત્વ સામાન્ય હેતુ છે, અને ‘ઘટઃ કૃતક:' ‘અનિત્યત્વાત્’
આમાં અનિત્યત્વ વિશેષ હેતુ બને છે.
તેમાં પણ પ્રાચીન વચન સાક્ષી આપે છે કે—
‘તન્નુલ્યોઽપિ'... ઇત્યાદિ’...વચનાત્
સાધ્યની જેમ હેતુના પણ બે પ્રકાર છે... આ વાક્યનો મતલબ સમજાય છે કે સામાન્યરૂપે સાધ્ય હોય તો હેતુ પણ સામાન્યરૂપે હોય છે.
આ પાઠ બરાબર લાગતો નથી.
૧.