________________
૪૩૬
તત્ત્વાર્થ સૂત્ર આ ધર્માદિથી અન્ય કોઈ સત નથી. અર્થાત્ આ પાંચ સિવાય કશું છે જ નહીં. આ રીતે વ્યવહારનયના મતે પૂ. ભાષ્યકાર મા માતૃકાપદ જ સત્ છે તેના ત્રણ વિકલ્પો બતાવી પાંચે દ્રવ્યોનો સંગ્રહ કર્યો અને તે જ સત્ છે તે જણાવ્યું.
હવે પૂ. ભાકાર મ. “અમાતૃકાપદં વા” આ ભાષ્યથી ધર્માદિમાં જે પરસ્પર વ્યાવૃત્તિ છે તેને સ્પષ્ટ કરે છે અર્થાત અમાતૃકાપદના વિકલ્પો દ્વારા તે પરસ્પરની વ્યાવૃત્તિ ધર્માદિ પાંચમાં જ છે એનાથી ભિન્નમાં નથી એટલે અમાતૃકાપદ પણ તે પાંચ જ છે. તે બતાવી રહ્યા છે તેને આપણે વિચારીએ છીએ.
ધર્માસ્તિકાયાદિ પાંચ માતૃકાપદ જ સત છે તો તેનાથી જુદું કોઈ અમાતૃકાપદ અસત્ કહેવાતું હોય એવું કેમ ન બને ?
જો ધર્માદિ પાંચથી ભિન્ન કોઈ વસ્તુ હોય તો તો તેમાં અમાતૃકાપદ આદિ વિકલ્પોનો વ્યપદેશ યુક્ત બની શકે પરંતુ ધર્માદિ પાંચથી જુદી કોઈ વસ્તુ જ નથી. જેને તમે અમાતૃકાપદ કહી શકો, અને સંજ્ઞા અને સ્વલક્ષણ આદિનો અભાવ હોવાથી તે અસત્ છે. માટે ધર્મ જ અધર્મના લક્ષણથી જુદો પડતો તે અધર્મના લક્ષણરૂપે અસત્ કહેવાય છે. એવી રીતે અધર્મ એ ધર્મના લક્ષણથી જુદો પડતો તે ધર્મના લક્ષણરૂપે અસત્ કહેવાય છે.
આવી રીતે બાકીના અસ્તિકાયોમાં પણ વિચારણા કરવી જોઈએ. આ રીતે ધર્માદિથી જુદું કોઈ અમાતૃકાપદ અસત્ કહેવાતું હોય તેવું બની શકે નહિ.
આમ આપણે વિચાર્યું કે ધર્માદિ દ્રવ્યો જ સત્ છે અને અસત્ છે. પરસ્પર પોતપોતાના લક્ષણથી સત્ છે અને પરસ્પર બીજાના લક્ષણથી અસત્ છે.
' એવી જ રીતે આ ધર્માસ્તિકાયાદિ જ માતૃકાપદ છે અને અમાતૃકાપદ છે તે કેવી રીતે તે બતાવીએ છીએ.
સર્વ સની ગતિવિશેષોના જન્મમાં હેતુ હોવાથી ધર્માસ્તિકાય માતૃકાપદ છે અને તે જ ધર્માસ્તિકાય સર્વ સની સ્થિતિ વિશેષથી જન્મેલી વ્યાવૃત્તિ-ભેદની અપેક્ષાએ અમાતૃકાપદ છે.
આ એકવચનને લઈને સમજાવ્યું. આ રીતે દ્વિવચન અને બહુવચનમાં વિચારણા કરી લેવી.
તે આ પ્રમાણે
આ પાંચની મધ્યમાં સ્વલક્ષણ વડે બેની વિવક્ષા કરીએ ત્યારે “માતૃકાપદે આ વિકલ્પ બને. ત્રણ, ચાર કે પાંચની સ્વલક્ષણ વડે વિવક્ષા કરીએ ત્યારે “માતૃકાપદાનિ આ વિકલ્પ બને.
એવી જ રીતે આ પાંચની મધ્યમાં બીજાની વ્યાવૃત્તિવિશેષથી બેની વિવક્ષા કરીએ ત્યારે “અમાતૃકાપદે આ વિકલ્પ બને. ત્રણ, ચાર કે પાંચની બીજાની વ્યાવૃત્તિવિશેષથી વિવક્ષા કરીએ ત્યારે “અમાતૃકાપદાનિ' આ વિકલ્પ બને.
આ બધાનો મતલબ એ છે કે—ધર્માસ્તિકાય ગતિવિશેષોનું કારણ છે એટલે કે જેમ જન્મ આપનારી માતા હોય છે તેમ ધર્માસ્તિકાય ગતિવિશેષના જન્મમાં કારણ હોવાથી માતૃકાપદ છે,