________________
૪૩૪
તત્ત્વાર્થ સૂત્ર
કેમ કે દ્રવ્ય જ સત્ છે અને સત્ જ દ્રવ્ય છે. દ્રવ્યરૂપ ધર્મી અને સત રૂપ ધર્મીનો ભેદ જ નથી. દ્રવ્યથી જુદું કોઈ સત્ત્વ નથી. અને સત્થી જુદું કોઈ દ્રવ્યત્વ નથી. બંને સમનિયત છે, અને સમનિયત હોય તે એક હોય. એટલે જો સત્ એક છે તો દ્રવ્ય પણ એક જ હોય. અને તેથી ‘દ્રવ્ય આ પ્રમાણે એકવચનાન્ત પ્રયોગ જ બને પણ દ્વિવચન કે બહુવચનનો પ્રયોગ થાય નહીં.
એટલે ‘દ્રવ્ય’, ‘દ્રવ્યાણિ' આ પ્રયોગ બની શકે નહીં. કેમ કે જે એક સંખ્યાવાળું સત્ છે તે દ્વિવાદિ સંખ્યાનો આશ્રય કરી શકતું નથી. સિદ્ધાંતવાદીનો જવાબ.
આ રીતે સતુ અને દ્રવ્ય એક છે માટે દ્રવ્ય એકવચનમાં આવે આવું તું જે કથન કરી રહ્યો છે તે બરાબર નથી. કેમ કે “દ્રવ્ય દ્રવ્ય” “દ્રવ્યાણિ' આ પ્રમાણે એક વચનાન્ત દ્વિવચનાન્ત, બહુવચનાત્ત પ્રયોગ થાય છે. એટલે ‘દ્રવ્ય' એ એક છે, “દ્રવ્ય' એ બે છે અને ‘દ્રવ્યાણિ' એ બહુ છે. આમ એક એ એક છે પણ બે નથી, બે છે તે બે છે પણ એક નથી આ પ્રમાણે લોકવ્યવહારમાં પ્રવીણે સંખ્યાભેદ હોવાથી સત્નો ભેદ સ્વીકારવો જ જોઈએ.
આ રીતે વ્યવહાર નયે રજૂ કર્યું કે વ્યવહાર તો ભેદથી જ થાય. અભિન્ન એવું એક સતુ માનવાથી વ્યવહાર ન થાય. માટે સતનો ભેદ અવશ્ય સ્વીકારવો જ જોઈએ.
પ્રશ્ન :- તો એ ભેદ કેવી રીતે સ્વીકારવો? સતુનો ભેદ કેવી રીતે છે? આવી શંકા થતાં પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે કે એ કયું દ્રવ્ય છે ?
ઉત્તર :- ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવના ભેદવાળું આ દ્રવ્ય છે.
સંગ્રહ ન માત્ર અભિન્ન એક જ દ્રવ્ય માને છે જ્યારે વ્યવહાર નય આ પાંચ દ્રવ્યોને સ્વીકારે છે.
પ્રશ્ન :- શા માટે આટલાં જ સ્વીકારે છે?
ઉત્તર :- ગતિ, સ્થિતિ, અવગાહ, શરીરાદિ અને પરસ્પર સહાયક થવામાં ઉપકારી આ દ્રવ્યો છે માટે ઉપકારને લઈને આટલાં ઉપકારી છે.
આ રીતે ગતિ આદિમાં ઉપકારી, ધર્માદિના ભેદવાળું આ દ્રવ્ય છે. આ બધા ઉપકારો જુદા જુદા છે માટે જુદા જુદા સ્વીકારવા જોઈએ.
આવું ધર્માદિ સંજ્ઞા અને ગયુપકારાદિ સ્વલક્ષણાદિથી જુદું આ દ્રવ્ય સારો વ્યવહાર પ્રાપ્ત કરાવવામાં સમર્થ થાય છે ?
હા, સંજ્ઞા અને સ્વલક્ષણાદિથી જુદાં આ દ્રવ્યો સારો વ્યવહાર કરવી શકે છે. પરંતુ નિર્ભેદ એટલે કે જેમાં ભેદ(વિશેષ) નથી એવી વસ્તુ અર્થાતુ કેવલ સામાન્ય વસ્તુ કોઈ પણ વ્યવહારયાત્રાને અભિમુખ કરી શકતી નથી. સામાન્યથી વ્યવહાર થઈ શકતો નથી પરંતુ દ્રવ્યવિશેષ એટલે કે અનેક દ્રવ્ય માનવામાં આવે તો જ વ્યવહાર થઈ શકે. માટે ધર્માદિ અનેક દ્રવ્યો માનવાં જ જોઈએ.
વળી ભેદની પ્રધાનતામાં જ અર્થાત વિશેષને પ્રધાન રાખીએ તો જ ધર્માદિ પાંચ