________________
અધ્યાય-૫ સૂત્ર-૩૧
૪૩૩ સત્ કહો કે દ્રવ્ય કહો બંને એક જ છે. સત્ કહો તો તે દ્રવ્ય જ છે અને દ્રવ્ય કહો તો તે જ સત છે. એટલે સત્ કહેવાથી દ્રવ્યનો અને દ્રવ્ય કહેવાથી સત્નો સંગ્રહ થઈ જાય છે.
આ પ્રમાણે સંગ્રહ નયે દ્રવ્ય જ છે. આમ દ્રવ્યાસ્તિકપણા વડે પોતાનો અભિપ્રાય પ્રકાશિત કર્યો ત્યારે વ્યવહાર નય માતૃકાપદના ઉપન્યાસથી પોતાનો અભિપ્રાય ખોલે છે. અર્થાત્ હવે આપણે માતૃકાપદનાં અર્થપદોને વિચારીએ છીએ. માતૃકાપદાસ્તિક દ્રવ્યાર્થિકના અર્થપદ
ભાષ્ય -માતૃકાપદાસ્તિક દ્રવ્યાર્થિકના પણ એક માતૃકાપદ, બે માતૃકાપદ અથવા અનેક માતૃકાપદ એ સત્ છે. અમાતૃકાપદ, બે અમાતૃકાપદ અને અનેક અમાતૃકાપદ અસત્ છે.
ટીકા - માતૃકાપદાસ્તિકનું સ્વરૂપ...
માતૃકાપદાસ્તિકનું સ્વરૂપ ધર્માસ્તિકાય વગેરેનો ઉદેશ માત્ર જ છે. અર્થાતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય, જીવાસ્તિકાય આ નામ માત્ર જ છે. વ્યવહારનયની માન્યતા...
આ વ્યવહારનય ધર્માસ્તિકાયાદિ ઘણાં દ્રવ્યોને માને છે પણ સંગ્રહનયની જેમ એક દ્રવ્યને જ માનતો નથી. કેમ કે સંજ્ઞા (ધર્માસ્તિકાયાદિ) અને સ્વલક્ષણ(ગયુપકારકત્વાદિ)થી શૂન્ય અભેદ એવું દ્રવ્ય જ એક સત્ છે આવું નિરૂપણ વ્યવહાર કરનારા લૌકિક પરીક્ષકોની બુદ્ધિમાં આવી શકે નહિ. કારણ કે જગતમાં માત્ર એક જ દ્રવ્ય છે તો વ્યવહાર કોનો કરવાનો ? અભિન્ન સ્વભાવ દ્રવ્યમાત્ર સત્ છે અર્થાત્ દ્રવ્યમાત્ર જ સત્ હોય તો જેનાં પ્રવૃત્તિનિમિત્તકો જુદાં જુદાં છે તેવી સંજ્ઞા પણ અર્થભેદથી ભિન્ન નથી, અને પ્રવર્તક, નિવર્તક પોતપોતાનો અસાધારણ ધર્મ નથી એટલે સંગ્રહ નયના મતમાં લોકયાત્રાનું વિલોપન થાય. લોકવ્યવહાર ચાલી શકે નહિ.
માટે વ્યવહાર માટે વસ્તુનો સ્વીકાર છે, અને તે વ્યવહાર પ્રાયઃ ભેદથી સિદ્ધ થઈ શકે છે, અને તે તો દ્રવ્યાસ્તિકને સ્વીકારનાર એવા તે પણ ‘દવ્ય “ચ્ચે” “વ્યાણ' આ પદોથી બતાવેલો જ છે.
એક અર્થ કહેવો હોય તો એકવચન, બે અર્થ કહેવા હોય તો દ્વિવચન, અને બહુ અર્થ કહેવા હોય તો બહુવચન આ પ્રમાણે એકવચનાદિ સંખ્યા માં ભેદ પાડનારી છે.
જો ભેદ સ્વીકારવામાં ન આવે તો ઉભય સ્વરૂપ અને બહુવરૂપ વસ્તુ રહે નહિ. તો ઉભય સ્વરૂપ અને બહુત્વાદિ સ્વરૂપનો અભાવ હોવાથી દ્વિવાદિ સંખ્યા ક્યાં રહે ? આ દ્વિવાદિ સંખ્યાની વ્યવસ્થા માટે સતનો ભેદ સ્વીકારવો આવશ્યક જ છે. * અવાજર શંકા - સતુનો ભેદ પાડો છો તે સતનો ભેદ પાડવાની જરૂર નથી. પણ સતુ. એક જ માનો અને દ્રવ્ય અનેક માનવાથી દ્રવ્ય' અને “દ્રવ્યાણિ આ વિકલ્પો બની શકશે. પણ સત્ માં સતી અને ક્ષત્તિ કેવી રીતે બને ?
તેનું પ્રતિવિધાન - સત્ અને દ્રવ્ય બંને એક જ છે, બે જુદાં નથી. માટે સત્ એક અને દ્રવ્ય અનેક એમ માની શકાય નહીં. શુદ્ધ દ્રવ્યાસ્તિકના મતે તો દ્રવ્ય અને સતનો ભેદ જ નથી.