________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧
૪૩૫
દ્રવ્યમાંથી કોઈ પણ એક દ્રવ્યની વિવક્ષા કરીએ ત્યારે “માતૃકાપદે સતુ' આવો વ્યવહાર થાય. અર્થાતુ ધર્માદિમાંથી કોઈ પણ એક ધર્માદિ પ્રશ્ન લઈએ ત્યારે “માતૃકાપદ સ’ છે. આ પાંચ દ્રવ્યમાંથી બેની વિવક્ષા કરીએ ત્યારે “માતૃકાપદે સતી આવો વ્યવહાર થાય. એટલે કે ધર્મ અને અધર્મ કે ધર્મ અને આકાશ કે અધર્મ અને આકાશ ઇત્યાદિની વિવક્ષાથી સતી એટલે કે “બે માતૃકાપદ સત છે” અને ધર્માદિ પાંચમાંથી ત્રણ ધર્મ-અધર્મ-આકાશ, ચાર ધર્મ-અધર્મ-આકાશજીવ કે પાંચની ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ અને જીવની વિવક્ષા કરીએ ત્યારે “માતૃકાપદાનિ સન્તિ' અર્થાત્ ધર્માદિ ત્રણ, ચાર કે પાંચ માતૃકાપદ સત્ છે.
આ પ્રમાણે પ્રતિવિશિષ્ટ (વિશેષ) વ્યવહારની પ્રસિદ્ધિ છે. એટલે કે ભેદને ગ્રહણ કરીને જ વ્યવહાર થાય છે. આથી પરસ્પર વ્યાવૃત્ત (ભિન) સત્ત્વરૂપ સ્વભાવની અર્પણા-વિવેક્ષાથી જ ધર્માદિ દ્રવ્યો છે. અર્થાત્ દરેક દ્રવ્યોના સ્વભાવ જુદા જુદા છે. ધર્માસ્તિકાયનો ગ–પકારત્વ સ્વભાવ ધર્માસ્તિકાયમાં છે. અધર્માસ્તિકાયનો સ્થિત્યુપકારકત્વ સ્વભાવ અધર્માસ્તિકાયમાં છે એવી જ રીતે આકાશાદિમાં પોતપોતાનો સ્વભાવ છે. આ દરેકના પરસ્પર ભિન્ન સ્વભાવ છે તે સ્વભાવની અર્પણાથી જ આ ધર્માદિ દ્રવ્યો છે. જો પરસ્પર ભિન્ન સ્વભાવોનું અર્પણ કરવામાં ન આવે તો આ ધર્માદિ નથી.
કારણ કે આ ધર્માદિ પાંચે એકબીજામાં અસંક્રમિતરૂપે રહેલા છે. માટે તે માતૃકાપદોના સત્ત્વને લઈ “માતૃકાપદં', “માતૃકાપદે “માતૃકાપદાનિ' આ વિકલ્પો યુક્તિયુક્ત છે તે બતાવીએ
છીએ.
ધર્માસ્તિકાયનું સ્વલક્ષણ જે ગયુપકારકત્વ છે તે કોઈ પણ કાળે અધર્માસ્તિકાયનું લક્ષણ બનતું નથી. આથી જે છે તે માતૃકાપદ છે. જે સત્ છે તે માતૃકાપદ, બે માતૃકાપદ અને અનેક માતૃકાપદો છે. આ રીતે ત્રણ વિકલ્પોથી ધર્માદિ પાંચેનો સંગ્રહ કર્યો છે.
તે આ રીતે—ધર્માસ્તિકાયાદિ સતુ છે તે જુદા જુદા છે. તેમાંથી કોઈ પણ એક ધર્માસ્તિકાયાદિની વિવક્ષા કરીએ ત્યારે એક માતૃકાપદ સત્ કહેવાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બેની વિવક્ષા કરીએ ત્યારે બે માતૃકાપદ સત્ કહેવાય અને ધર્માદિ અનેકની વિરક્ષા કરીએ ત્યારે અનેક માતૃકાપદ સત્ કહેવાય છે. કેમ કે જે સત્ છે તે માતૃકાપદ છે. માતૃકાપદ સિવાય કોઈ સત છે જ નહીં. અને માતૃકાપદ ધર્માદિ દ્રવ્યો છે. માટે “માતૃકાપદં' આદિ ત્રણ વિકલ્પોથી ધર્માસ્તિકાયાદિ પાંચેનું ગ્રહણ કર્યું છે.
પ્રશ્ન- શા માટે આ ધર્માદિ પાંચ માતૃકાપદ કહેવાય છે?
ઉત્તર :- જેટલા ભેદ (વિશેષો) છે તે સઘળાય વિશેષોના સમૂહને જન્મ આપવામાં હેતુ છે અર્થાત્ સકળ ભેદના સમૂહનું કારણ છે માટે માતૃકા (માતા)ના સ્થાનમાં રહેલ આ ધર્માદિ માતૃકાપદ કહેવાય છે.
૧. મથી લઈને ફ્રકાર સુધીની અક્ષરમાલા એ માતૃકા છે. કેમ કે એનાથી જ બધાં વર્ષો, પદ, વાક્ય,
ગ્રંથ બને છે. અર્થાત્ આ બધાંનું મૂળ અક્ષરમાળા છે તેમ સકળ વિશેષોનું મૂળ આ ધર્માદિ પાંચ છે માટે તે માતૃકાપદ કહેવાય છે.