________________
તત્ત્વાર્થ સૂત્ર
૪૩૦
પિરણામ છે. તદ્ભાવરૂપ છે. અર્થાત્ દ્રવ્યનો ભાવ છે. ક્રિયા પણ દ્રવ્યરૂપે પરિણમે છે. દ્રવ્યથી અભિન્ન છે. આથી ક્રિયા પરિણામ એ દ્રવ્ય જ છે. એટલે દ્રવ્યથી જુદું કર્મ નથી. સામાન્ય-વિશેષ પણ દ્રવ્યથી અતિરિક્ત નથી...
એવી રીતે સામાન્ય અને વિશેષ પણ દ્રવ્યથી અભિન્ન છે. કેમ કે દ્રવ્યના ગ્રહણ સિવાય સામાન્ય અને વિશેષનું પણ ગ્રહણ થઈ શકતું નથી. દ્રવ્યનું ગ્રહણ ન થાય તો સામાન્ય અને વિશેષ બુદ્ધિ થાય નહીં. માટે સામાન્ય-વિશેષ પણ દ્રવ્ય જ છે.
આ પ્રમાણે સંગ્રહ નય જે દ્રવ્યાર્થિકની શુદ્ધપ્રકૃતિ છે તે એક જ દ્રવ્ય માને છે. આમ આપણે દ્રવ્યાસ્તિકનાં અર્થપદોમાંથી શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહ નયને અભિમત ‘દ્રવ્યં’ ‘દ્રવ્ય જ એક સત્ છે’ તે અર્થપદનું ચિંતન કર્યું.
હવે ‘વ્ય’ અને ‘વ્યાપિ' આ અર્થપદનું ચિંતન કરીએ છીએ.
અવિશુદ્ધ (અશુદ્ધ) દ્રવ્યાર્થિકનો ભેદ નૈગમનય કહે છે કે—એક દ્રવ્યથી પ્રવૃત્યાત્મક, નિવૃત્યાત્મક વ્યવહાર બની શકે નહિ. માટે ભેદનું નિબંધન એટલે કારણ દ્વિત્વાદિ સંખ્યા છે. તે દ્વિત્વાદિ સંખ્યાનો વ્યવહાર સકળ લોકવ્યવહારમાં સમર્થ સિદ્ધ થાય છે.
એટલે ‘વ્ય’ અને ‘દ્રવ્યાનિ’ આ અર્થપદો છે. જો દ્વિત્વાદિ સંખ્યા ન મનાય તો એકત્વ સંખ્યા પણ ન બને.
ભેદવ્યવહાર છે તેનું કારણ દ્વિત્વાદિ સંખ્યા છે. જો દ્વિત્પાદિ સંખ્યા માનવામાં ન આવે તો એકત્વ સંખ્યા તો એક એક વસ્તુમાં રહેલી છે. આ પ્રત્યેક વસ્તુમાં રહેલું એકત્વ એ કોઈનું ભેદ પાડનાર બની શકતું નથી. એટલે એકત્વ એ કોઈનું વિશેષણ બની શકે નહિ, અને ભેદનો વ્યવહાર તો થાય છે. વળી એકત્વ સંખ્યા ભેદના વ્યવહારમાં કારણ બની શકતી નથી. દ્વિત્પાદિ સંખ્યા માનવામાં આવે તો જ એકત્વ સંખ્યા બની શકે. અર્થાત્ એકત્વ સંખ્યાનો વ્યવહાર થાય. માટે દ્વિત્વાદિ સંખ્યા માનવી જ જોઈએ.
આ રીતે દ્રવ્યાર્થિકની અશુદ્ધ પ્રકૃતિ નૈગમ નયના અભિપ્રાયે, દ્વિત્યાદિ સંખ્યાનો વ્યવહાર થાય છે. માટે તેના મતે ધ્યે' અને વ્યાનિ' આ અર્થપદો સિદ્ધ થાય છે.
અથવા
અશુદ્ધ દ્રવ્યાર્થિકની પ્રકૃતિ વ્યવહા૨ નયથી આ અર્થપદોની વિચારણા કરીએ.
કેમ કે સંગ્રહ અને વ્યવહાર નયથી નૈગમનય જુદો નથી. એટલે નૈગમનયનો સામાન્યાંશ સંગ્રહમાં જ આવશે અને વિશેષાંશ વ્યવહારમાં જ આવશે, અને સામાન્ય અને વિશેષથી જુદો તો કોઈ પ્રકાર છે નહિ માટે નૈગમનયનો સ્વતંત્ર તો કોઈ વિષય રહ્યો જ નહિ.
૧. સમવાય પણ દ્રવ્યથી અતિરિક્ત નથી. કેમ કે સમવાયના સંબંધી ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ દ્રવ્યથી અતિરિક્ત નથી તો સમવાય પણ દ્રવ્યથી અતિરિક્ત નથી તે સમજાય તેવી વાત છે. માટે અહીં સમવાયનો ઉલ્લેખ કર્યો નથી.