________________
૪૨૮
તત્ત્વાર્થ સૂત્ર
માન્ય એવાં બહિરંગ અર્થપદોની ચિંતા કરાય છે. એટલે કે અભિધાન અને પ્રત્યયને હમણા રહેવા દો, પહેલાં અર્થપદની જ વ્યાખ્યા કરાય છે. તેની જ વિચારણા બતાવાય છે.
અહીં પ્રત્યેકને માન્ય છે અર્થપદો છે તેનો ક્રમશઃ વિચાર કરીએ છીએ. તેમાં પહેલા દ્રવ્યાસ્તિકનાં અર્થપદોનું ચિંતન કરાય છે.
પૂભાષ્યકાર મ દ્રવ્યાસ્તિકાયનાં અર્થપદો બતાવ્યાં છે તેમાંથી સંગ્રહનયને અભિમત દિવ્ય સતુ એ અર્થપદનું વિવેચન કરીએ છીએ. દ્રવ્ય” શબ્દની સામાન્યની વ્યાખ્યા
દ્રવ્ય મળેઆ સૂત્રના અનુસાર કહે છે કે દ્રવ્ય એટલે ભવ્ય. અર્થાત્ યોગ્ય. કેમ ? પોતાના પર્યાયમાં પરિણત થતું હોવાથી દ્રવ્ય યોગ્ય છે. એટલે કે પર્યાયમાં પરિણમવાની યોગ્યતા દ્રવ્યમાં છે. જેને બીજા શબ્દોમાં સ્વરૂપયોગ્યતા કહેવાય છે. એક દ્રવ્યરૂપ જ સત છે તેની વિવા
ભેદવાદી(વ્યવહાર નય)ને ઈષ્ટ જે ધર્માદિ સર્વ દ્રવ્યો છે તે બધાં દ્રવ્ય સ્વભાવનો ત્યાગ કરતાં નથી માટે તે બધાંની અભિન્નરૂપ અર્પણાથી એટલે અભેદની વિવક્ષાથી એકવચન વડે ‘દ્રવ્ય આ પ્રમાણે વિવફા કરાય છે.
મતલબ ભેદવાદી વ્યવહારનય ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ આ રીતે જુદાં જુદાં પાંચ દ્રવ્ય માને છે. તેની સામે આ સંગ્રહ નય કહે છે કે
દ્રવ્યમાં પરિણામ પામવાની યોગ્યતા છે. એટલે પરિણમવું આ જ તેનો સ્વભાવ છે. પછી ભલે તે ગત્યાદિરૂપે પરિણમે કે સ્થિત્યાદિરૂપે પરિણમે. પરંતુ પરિણમવું આ જ સ્વભાવ છે. એટલે આ ધર્માદિના દ્રવ્યસ્વભાવમાં કશો ફરક નથી. દ્રવ્યસ્વભાવ એક હોવાથી એક દ્રવ્ય જ છે આવું જ કહેવું જોઈએ. દ્રવ્યથી જુદો કોઈ પદાર્થ નથી. ધર્માદિ ગત્યાદિ રૂપે પરિણમતા હોવા છતાં પણ દ્રવ્યપણાને નહીં છોડતા હોવાથી દ્રવ્ય જ છે, એક જ દ્રવ્ય છે. આ દ્રવ્યસ્વભાવના અભેદથી એક જ દ્રવ્ય છે. ભેદ તો સ્વભાવનો ભેદ થાય ત્યારે થાય પણ દ્રવ્યસ્વભાવનો ભેદ પડતો જ નથી. માટે એક દ્રવ્યરૂપ જ સત્ છે આથી “દવ્ય સતુ આ જ અર્થપદ છે.
અહીં દ્રવ્ય સિવાય બીજા પણ અનેક પદાર્થ માનનાર કોઈ પ્રશ્ન કરે છે કેપ્રશ્ન :- ગુણ, કર્માદિ દ્રવ્યથી ભિન્ન વસ્તુ છે ને ? ઉત્તર - સંગ્રહ નય કહે છે કે
અભિધાન અને પ્રત્યય એ અંતરંગ છે અને તેની અપેક્ષાએ અર્થ બહિરંગ છે. દ્રવ્યાસ્તિક અને ઈત્યાદિ જે નામ અને દ્રવ્યાસ્તિક ઇત્યાદિ જે જ્ઞાન આ બેમાં સ્વરૂપથી કોઈ ભેદ નથી. દ્રવ્યાસ્તિકનું નામ દ્રવ્યાસ્તિક જ છે અને દ્રવ્યાસ્તિકનું જ્ઞાન પણ દ્રવ્યાસ્તિક છે એટલે અભિધાન અને પ્રત્યય આ બંને
અંતરંગ છે અને દ્રવ્યાસ્તિકનો અર્થ જુદો પડે છે માટે બહિરંગ છે. ૨. જે નય જે પદાર્થ માને છે તે અર્થપદ કહેવાય છે.