________________
૪૨૬
તત્ત્વાર્થ સૂત્ર સંબંધ બની શકતો નથી. કેમ કે અતીત વસ્તુ અને અનાગત વસ્તુનો અભાવ છે. કારણ કે અતીત કે અનાગત “છત્ર' એ “છત્રી'નું કે “દંડ' આદિ “દંડી' આદિનું નિમિત્ત બની શકે નહિ.
જો અતીત કે અનાગત છત્ર જે દંગદિ નિમિત્ત બની શકે તો ત્રણે લોકની વસ્તુ છત્રી અને દંડી આદિ કહેવાશે. એવંભૂત નયનું નિરૂપણ..
માટે ચેષ્ટા કરી રહ્યો હોય ત્યારે જ “ઘટ’ એ “ઘટ' કહેવાય. ધટનું ઘટપણું–ઘટતા એ ક્રિયાવિશિષ્ટ (ચેષ્ટા ક્રિયાથી યુક્ત) હોય ત્યારે જ છે. તેથી જ્યારે ચેષ્ટા કરતો હોય ત્યારે જ તે ઘટ કહેવાય. પણ સર્વકાળે આ “ઘટ’ શબ્દથી વાચ્ય નથી જ. એટલે કે જયારે ચેષ્ટા કરતો હોય, પાણી લાવતો હોય ત્યારે જ “ઘટ’ કહેવાય પણ “ઘટ' શબ્દથી ય હંમેશા આ ઘટ છે એમ કહેવાય નહિ. ચેષ્ટાયુક્ત ઘટ જ ઘટ શબ્દનો અર્થ છે. "
માટે જે ક્રિયાના નિમિત્તથી જે શબ્દ બન્યો છે અને તે શબ્દ દ્વારા જે અર્થ (વસ્તુ) કહી રહ્યા છો તે વસ્તુ ત્યારે જ વસ્તુ કહેવાય કે તે ક્રિયાથી યુક્ત હોય.
આવી રીતે આ પર્યાય નય સૂક્ષ્મ, સૂક્ષ્મતર ભેદવાળો ત્યાં સુધી દોડે છે જયાં સુધી માત્ર જ્ઞાન જ રહે અથવા શૂન્યતા રહે.
પ્રશ્ન :- પર્યાયનય વિજ્ઞાનમાત્રમાં અને શૂન્યતામાં સમાઈ જાય છે તે કયા ક્રમથી ? વાણીમાત્રથી જ કહો તો પૂર્ણતામાં પણ જવું પડે માટે તેનો યુક્તિસિદ્ધ ક્રમ કહેવો જોઈએ.
ઉત્તર :- અહીં આ ગ્રન્થમાં સકલ ક્રમના ભેદનું આખ્યાન કરતા નથી કેમ કે એનો વિસ્તાર બીજે સ્થળે કરેલો છે. અહીં તો માત્ર તેનું સૂચન જ કર્યું છે.
આ રીતે આપણે પર્યાયનયરૂપ મહાવૃક્ષની પ્રશાખારૂપ એવંભૂત નયની વિચારણા કરી ને તે વૃક્ષના પુષ્પરૂપ જ્ઞાન અને ફળરૂપ શૂન્યતા જયાં તેનો વિશ્રામ છે તે વિજ્ઞાનવાદ અને શૂન્યવાદનું સૂચન કર્યું. ૧. ઋજુસૂત્ર નયની વિચારણામાં જુઓ. પૃ. ૭૦૯ ૨. વિજ્ઞાનવાદી યોગાચાર અને શૂન્યવાદી માધ્યમિક આ બંનેનું મૂળ પર્યાય નય છે. તેથી ટીકાકાર મ.
કહે છે કે–પર્યાય નય માત્ર જ્ઞાન અથવા શૂન્યતા સિદ્ધ કરવામાં તત્પર બને છે તે કેવી રીતે તે જોઈએ. વિજ્ઞાનવાદ :- જેમ જ્યારે ક્રિયા હોય છે ત્યારે જ તેના નિમિત્તવાળા શબ્દથી અર્થ કહેવાય છે. તે જ રીતે જ્યારે જ્ઞાન હોય છે. ત્યારે જ અર્થની સિદ્ધિ છે. કેમ કે જ્ઞાન સિવાય અર્થની સત્તામાં કોઈ પ્રમાણ નથી. આ રીતે નિચોડ કાઢતા પદાર્થ જ્ઞાનાકાર સ્વરૂપ જ રહે છે. એટલે માત્ર જ્ઞાન જ છે આવું સિદ્ધ કરે છે. શૂન્યવાદ :- હવે આકારનો પણ વિચાર કરતા જ્ઞાનથી ભિન્ન કોઈ હોઈ શકતો નથી. ગ્રાહ્ય અને ગ્રાહક આકાર રહિત જ્ઞાન પણ વિચાર કરતા રહી શકતું નથી માટે અંતે શૂન્યતામાં જ જવું પડે છે. આ રીતે શૂન્યતાને સિદ્ધ કરે છે.
હોઈ શકતો નથી. મારે છે.