________________
૪૨૫
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
સમભિરૂઢ નયે શબ્દનયની માન્યતામાં પણ ‘“એક જ શબ્દથી અર્થ કહેવાય છે” આવો સૂક્ષ્મભેદ
પાડ્યો.
દા. ત. ‘ઇન્દ્ર' એ ઇન્દ્ર શબ્દથી જ કહેવાય પણ પુરંદરાદિ શબ્દોથી ‘ઇન્દ્ર' અર્થ કહેવાય નહિ. પર્યાય શબ્દોથી જો ‘ઇન્દ્ર' કહેવાય તો તે બરાબર નથી.
શ: પુત્ર આદિ પર્યાયવાચી શબ્દોથી ૬: ' કહેવાય નહિ. કેમ કે ‘ફ્લુ પઐશ્વર્યે’ આ ધાતુથી ‘ઇન્દ્ર' શબ્દ બન્યો છે. એટલે આ ‘ઇન્દ્ર’ શબ્દનું ક્રિયાનિમિત્ત ‘ફ્લુ' ધાતુ છે જ્યારે ‘શક્ર’ શબ્દનું ક્રિયાનિમિત્ત શક્ ધાતુ છે. શવનોતિ કૃતિ શઃ છે. બંનેનાં ક્રિયાનિમિત્ત જુદાં છે. માટે બંનેમાં અર્થનો ભેદ છે. માટે જો પર્યાયથી કહેવામાં આવે તો ‘શક્ર' શબ્દ પરઐશ્વર્યતાનો બોધ કરાવી શકતો નથી અને જો તેવો બોધ કરીએ તો તો અયથાર્થ પ્રયોગ થાય.
માટે જ વર્તમાન અભિન્નલિંગાદિવાળા એક શબ્દથી જ અર્થનું કથન બરાબર છે. ‘ઘટ'થી ‘ઘટ' જ કહેવાય અને ‘કુટ' શબ્દથી ‘કુટ' જ કહેવાય પણ ‘ઘટ' નહીં. દરેકનાં ક્રિયાનિમિત્ત (ધાતુ) જુદાં જુદાં છે માટે સંજ્ઞા પણ જુદી છે તેથી અર્થ પણ જુદો છે. માટે જ વર્તમાન ક્ષણમાં રહેલ પદાર્થ પણ એક જ શબ્દથી કહેવાય છે આવું સમભિરૂઢ નયનું કથન છે.
આ રીતે સમભિરૂઢ નયનું વક્તવ્ય સમાપ્ત થાય છે.
હવે આ પર્યાયનયરૂપ વૃક્ષની પ્રશાખારૂપ એવંભૂત નયનું નિરૂપણ કરીએ છીએ.
આ પ્રમાણે સમભિરૂઢ નયે ક્રિયાના ભેદથી વસ્તુનું પ્રતિપાદન કર્યું ત્યારે એવંભૂત નય તે જ વસ્તુમાં સૂક્ષ્મતર ભેદનું પ્રતિપાદન કરવા માટે શરૂઆત કરે છે.
એવંભૂત નય :
જો ‘ષો કૃતિ પટ' આ પ્રમાણે ક્રિયાના નિમિત્તવાળા શબ્દથી વાચ્ય છે આવો તેં સ્વીકાર કર્યો છે તો તે ઘટનું નિમિત્ત જે ક્રિયા છે તે ક્રિયા જ્યારે વર્તતી હોય ત્યારે જ તે નૈમિત્તક શબ્દ કહેવાય.
દા. ત. જેમ ચિત્રકાર આદિ.
ચિત્રકાર જ્યારે ચિત્ર બનાવી રહ્યો હોય ત્યારે જ ચિત્રકાર કહેવાય, કુંભાર જ્યારે કુંભ બનાવી રહ્યો હોય ત્યારે જ કુંભાર (કુંભકાર) કહેવાય તેમ જ્યારે જે ક્રિયાનિમિત્ત છે તે ક્રિયા હોય ત્યારે જ તેના નિમિત્તે થતી સંજ્ઞા યોગ્ય કહેવાય. એટલે કે જ્યારે એ ક્રિયા થઈ રહી હોય ત્યારે તે શબ્દ તેનું નિમિત્ત વિદ્યમાન હોવાથી નૈમિત્તક સંજ્ઞાવાળો કહેવાય.
તેથી જ્યારે ‘ઘટતે’-ચેષ્ટતે' ચેષ્ટા કરતો હોય ત્યારે જ તે ‘ઘટ' કહેવાય. ચેષ્ટારૂપ નિમિત્તનો અભાવ હોય ત્યારે તો તે જેવા પટાદિ છે તેવો જ તે છે પણ ‘ઘટ' નથી.
શંકા :- અત્યારે ચેષ્ટા નથી કરી રહ્યો પરંતુ અતીત કાળમાં ચેષ્ટા કરી હતી અને અનાગત કાળમાં કરશે એમ માનીને ઉપલક્ષણભૂત ચેષ્ટાથી શું તેને ઘટ ન કહેવાય ?
સમાધાન :- ના. અતીત (ભૂતકાળ) અને અનાગત(ભવિષ્યકાળ)ની ક્રિયાના નિમિત્તનો