________________
૪૨૪
તત્ત્વાર્થ સૂત્ર આ પ્રશ્ન અને તેનો ઉત્તર શ્લોકના ઉત્તરાર્ધમાં છે.
જે નામ પદાર્થવિશેષથી સમુત્ય ન હોય અર્થાત્ પદાર્થવિશેષ, પ્રકૃતિવિશેષ કે પ્રત્યયવિશેષથી જે નામોની વ્યુત્પત્તિ ન હોય તે નામોની વ્યુત્પત્તિ પ્રત્યયવિશેષ અને પ્રકૃતિવિશેષની કલ્પના કરીને સિદ્ધ કરવી.
આ શ્લોકથી એક જ વાત સિદ્ધ થાય છે કે સર્વ શબ્દોનાં વ્યુત્પત્તિનિમિત્તો જુદાં જુદાં છે એટલે અર્થભેદ આવશ્યક છે.
તે આ પ્રમાણે–શ્લોકમાં બતાવ્યા મુજબ ધાતુથી ઉત્પન્ન થતા હોવાથી બધા શબ્દો ક્રિયાના નિમિત્તવાળા છે. એટલે બધા શબ્દો ધાતુથી બનેલા છે અને બધા શબ્દોમાં ધાતુ જુદા જુદા છે. એટલે કે દરેક શબ્દનાં ક્રિયાનિમિત્તો જુદાં જુદાં છે. એટલે નિમિત્તનો ભેદ છે. અને નિમિત્તનો ભેદ હોવાથી અર્થનો ભેદ પડે છે.
આ રીતે સર્વ શબ્દોના વ્યુત્પત્તિનિમિત્તો જુદાં જુદાં હોવાથી અર્થભેદ આવશ્યક છે. માટે જ એક અર્થને કહેનારા પર્યાયવાચી શબ્દો બની શકતા નથી.
નિમિત્તભેદથી અર્થભેદ જોવાયેલો જ છે. દા. ત. જેમ “છત્રી' અને “દંડી'
‘છત્રી' શબ્દમાં જે ‘છત્ર' શબ્દ છે તેનું ક્રિયાનિમિત્ત જુદું છે અને “દડી' શબ્દમાં જે ‘દલ્ડ' શબ્દ છે તેનું ક્રિયાનિમિત્ત જુદું છે. “છત્ર' શબ્દ ‘રિ, અ' ધાતુથી બનેલો છે. અને ‘દણ્ડ' શબ્દ “તદ્ ધાતુથી બનેલો છે. ઢાંકે તે છત્ર કહેવાય અને શિક્ષા કરે તે દંડ કહેવાય. એટલે ઢાંકવાની ક્રિયાના નિમિત્તથી છત્ર' શબ્દનો અર્થ જુદો છે અને શિક્ષાની ક્રિયાના નિમિત્તથી દડ' શબ્દનો અર્થ જુદો છે. માટે છત્રના નિમિત્તથી છત્રી અને દંડના નિમિત્તથી દડી કહેવાય છે. આમ બંનેનાં નિમિત્ત જુદાં છે તેથી તે બે એક ન કહેવાય. તેમ ક્રિયાના નિમિત્તનો ભેદ હોવાથી ઘટ, કુટ એક ન કહેવાય. બંનેના અર્થભેદ છે જ.
આથી જ જે જે સંજ્ઞા છે તે તે સંજ્ઞાને સમભિરૂઢ નય જુદી જુદી સ્વીકારે છે. એટલે સમભિરૂઢ નય આ નૈમિત્તિકી સંજ્ઞાને જ માને છે. સમભિરૂઢની વ્યુત્પત્તિ...
આથી જ આ નયનું નામ સમભિરૂઢ છે તે અર્થયુક્ત જ છે. કેમ કે તેની વ્યુત્પત્તિ સમરોહીતિ સમઢિ છે. “જે જે સંજ્ઞાને કહે છે તે તે સંજ્ઞામાં સારું આરોહણ કરે છે અર્થાત્ તે તે સંજ્ઞાને સારી રીતે સ્વીકારે છે તે સમભિરૂઢ કહેવાય છે.
આ સમભિરૂઢ નય એક જ સંજ્ઞાને માને છે. નિમિત્તાન્તરના સંબંધવાળી બીજી સંજ્ઞાને સ્વીકારતો નથી. એટલે કે જેનું ક્રિયાનિમિત્ત જુદું છે તેવી સંજ્ઞા (પર્યાયવાચી) એક જ અર્થને કહે તેવું સ્વીકારતો નથી. તેથી વર્તમાન ક્ષણમાં રહેલ એક(સમાન) લિંગાદિ વડે પણ એક જ શબ્દથી કહેવાતો અર્થ (પદાર્થ) સમ્યગુ છે, અન્યથા નહિ.
આ કથનથી ઋજુસૂત્રને માન્ય જે વર્તમાન ક્ષણમાં રહેલ વસ્તુ જ સત્ છે તેમાં શબ્દનયે અભિન્ન લિંગાદિથી કહેવાતી વસ્તુ જ સત્ છે આવો સૂક્ષ્મભેદ પાડ્યો તેનો નિષેધ કરી આ