________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૪૨૩
પર્યાયવાચી ઘટ-કુટાદિ શબ્દોના એક અધિકરણથી કળશ-કુંભાદિ શબ્દો વડે કહેવાતી વસ્તુ એક છે તેવું કોઈ પણ કાળે કહી શકાય નહિ. પર્યાયવાચી શબ્દોનું સમાનાધિકરણ બની શકે નહીં. તેથી તે એક વસ્તુને કેવી રીતે કહે ? “ઘટ’ શબ્દથી જે કહેવાય તે જ “કુરાદિ' શબ્દથી કહેવાય આવો સ્વીકાર વસ્તુનું વસ્તુ તરીકે પ્રતિપાદન કરી શકતો નથી. ઘટ શબ્દથી કહેવાતી વસ્તુ જુદી છે, કુટ શબ્દથી કહેવાતી વસ્તુ જુદી છે કેમ કે સંજ્ઞાના નિમિત્તનો ભેદ છે. સંજ્ઞાના નિમિત્તનો ભેદ હોવાથી લિંગી શબ્દોનું એક અધિકરણ નથી...
- સંજ્ઞાના નિમિત્તનો ભેદ હોવાથી પર્યાયવાચી શબ્દો એક વસ્તુને કહે છે આવું બની શકે નહીં. માટે પર્યાયવાચી શબ્દો બની શકે નહિ.
“ઘટ' સંજ્ઞાનું નિમિત્ત “ઘટિષ” “ચેષ્ટાયાં' એટલે કે ઘટનક્રિયા છે. જ્યારે “કુટ' સંજ્ઞાન નિમિત્ત “ “કૌટિલ્ય' છે. “કુંભ' સંજ્ઞાનું નિમિત્ત ભાસનરૂપ ક્રિયા છે. આમ સંજ્ઞાનાં નિમિત્ત જુદાં જુદાં છે. દરેકની વ્યુત્પત્તિ જુદી જુદી છે. વ્યુત્પત્તિનિમિત્તનો ભેદ હોવાથી બધા શબ્દોના અર્થ જુદા જુદા છે. આ નયમાં વ્યુત્પત્તિનું જે નિમિત્ત છે તે જ પ્રવૃત્તિનિમિત્ત છે.
આ રીતે સંજ્ઞાના નિમિત્તનો ભેદ છે. તેથી સમાનલિંગી શબ્દોનું એક અધિકરણ બની શકે
નહિ.
સંજ્ઞાના ભેદ
તેમાં સંજ્ઞાના બે પ્રકાર છે.
(૧) પારિભાષિક, (૨) નૈમિત્તિકી. પારિભાષિકી સંજ્ઞા :
પારિભાષિકી સંજ્ઞા અર્થતત્ત્વને કહેનાર નથી કેમ કે પોતાની ઇચ્છા માત્રથી ચાલે છે. દા. ત. જેમ ડિત્ય, કવિથ આદિ સંજ્ઞાઓ. આ સંજ્ઞાઓનો કોઈ અર્થ નથી. આ કેવલ પારિભાષિકી છે.
આ સંજ્ઞાને સમભિરૂઢ નય માનતો નથી. નૈમિત્તિકી સંજ્ઞા -
નૈમિત્તિકી સંજ્ઞા બધી જ યુક્ત છે. જેમ કહ્યું છે કેશ્લોક - “નામ ૨ ધાતુનમદ નિરુ, વ્યાવરણે શરીર તોમ્
यन्न विशेषपदार्थसमुत्थं, प्रत्ययतः प्रकृतेश्च तदूह्यम् ॥" આ શ્લોકાર્થ - નિરુક્તમાં યાસ્ક અને વ્યાકરણમાં શાકટાયન વ્યાકરણકાર કહે છે કે—બધાં નામો ધાતુથી બનેલાં છે.
હવે નિરુક્તમાં એટલે કે વ્યુત્પત્તિ બતાવનાર ગ્રંથમાં જે શબ્દોની વ્યુત્પત્તિ બતાવી છે તેનાથી તો આ નામ આ ધાતુથી બન્યું સમજાઈ જાય. પરંતુ તે સિવાયના જે શબ્દોની વ્યુત્પત્તિ નથી બતાવી તેની વ્યુત્પત્તિ કેવી રીતે કરવાની ?