________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
૪૨૭
આ સાથે આપણે પર્યાયનયનું નિરૂપણ કરનાર ઋજુસૂત્ર, શબ્દ (સાંપ્રત), સમભિરૂઢ અને એવંભૂત નયની વિચારણા પૂર્ણ કરી.
ભાષ્યકારને સંમત પર્યાયનય બે પ્રકારે છે માટે ભાષ્યમાં બતાવેલ ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક સત્ત્ને વિચાર્યું.
હવે આ રીતે પરસ્પર અપેક્ષાવાળા, દ્રવ્યાસ્તિક માતૃકાપદાસ્તિક, ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક આ ચાર વચનથી ગ્રહણ કરેલા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના અર્પણ અને અનર્પણ વિશેષથી સંભવી શકે એટલા વિકલ્પોથી પૂ૰ ભાષ્યકાર મ૰ સ્વયં જ સત્ ઇત્યાદિ ભેદ(વિશેષ)ની ભાવના કરે છે. અર્થાત્ વિચાર કરે છે.
દ્રવ્યાસ્તિક દ્રવ્યાર્થિકના અર્થપદ...
ભાષ્ય :- આ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના ભેદો જે (૧) દ્રવ્યાસ્તિક (૨) માતૃકાપદાસ્તિક, (૩) ઉત્પન્નાસ્તિક (૪) અને પર્યાયાસ્તિક છે તે બધાનાં અર્થપદો કહીએ છીએ. તેમાં (૧) દ્રવ્યાસ્તિ, દ્રવ્યાર્થિકનાં અર્થપદો ‘વ્યં ત્' એ શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહનયનું અર્થપદ છે, ‘વ્યે સતી” અને ‘વ્યાળિ સન્તિ' આ નૈગમ અને વ્યવહારનાં અર્થપદ છે. અર્થાત્ સંગ્રહ નય સામાન્ય-દ્રવ્યને જ સત્ માને છે પણ દ્રવ્યવિશેષ એટલે કે દ્રવ્યના ભેદોને માનતો નથી. નૈગમ અને વ્યવહાર ‘ત્ર્ય’ અને ‘દ્રવ્યાપ્તિ'ને સત્ માને છે. આ દ્રવ્યાસ્તિક દ્રવ્યાર્થિકના મતે અસત્ જેવી કોઈ વસ્તુ નથી.
આમ દ્રવ્ય, વ્ય' ‘વ્યાપ્તિ' આ દ્રવ્યાર્થિકનાં અર્થપદો છે.
ટીકા :- ‘ક્ર્માં’ એટલે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયના જે ભેદો છે તે દ્રવ્યાસ્તિક, માતૃકાપદાસ્તિક ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક આ ચારનાં અર્થરૂપ પદો “એક દ્રવ્ય, બે દ્રવ્ય અથવા દ્રવ્યો છે.” ઇત્યાદિ
આ દ્રવ્યાસ્તિકાદિનો જે અર્થ અભિધેય-વાચ્ય છે તેના પ્રતિપાદનરૂપ પ્રયોજનવાળા આ એકવચનાદિના પ્રયોગથી યુક્ત દ્રવ્યાદિ છે. અર્થાત્ દ્રવ્યાસ્તિકાદિને જે અર્થ કહેવા યોગ્ય છે (તે જે સ્વીકારે છે) તે અર્થનું પ્રતિપાદન કરવા એકવચન આદિથી યુક્ત દ્રવ્યાદિનો પ્રયોગ કર્યો છે. સત્ ( દ્રવ્ય) એક જ છે આવું પ્રતિપાદન કરવું હોય તો દ્રવ્ય શબ્દનો એકવચનમાં પ્રયોગ કરે છે ‘સત્ દ્રવ્યં’ બે સત્ય છે આવો અર્થ કહેવો હોય તો દ્વિવચનનો પ્રયોગ કરે છે ‘સતી દ્રવ્યે’ અને ઘણાં સત્-દ્રવ્યો છે આમ કહેવું હોય તો બહુવચનનો પ્રયોગ કરે છે ‘ક્ષત્તિ વ્યાપિ’ કારણ કે દ્રવ્યાસ્તિકાદિ ચારનું દ્રવ્ય વા, દ્રવ્ય વા, વ્યાપ્તિ વા આ વિકલ્પો વડે વ્યાખ્યાન કરાય છે.
વળી અર્થ, નામ અને પ્રત્યયના ભેદથી ભિન્ન અર્થાત્ બધાના અર્થ જુદા છે, નામ જુદાં છે અને બોધ જુદો છે એટલે અર્થથી, નામથી અને જ્ઞાનથી ભિન્ન એવા તે દ્રવ્યાસ્તિકાદિના અંતરંગ એવા અભિધાનપદ અને પ્રત્યયપદની અપેક્ષાએ બહુવિથ (બહુ પ્રકારના) વિદ્વાનોને