________________
અધ્યાય-૫ સૂત્ર-૩૧
૪૨૯ દ્રવ્યથી પૃથક, ગુણ, કર્માદિ કોઈ વસ્તુ છે જ નહિ. દ્રવ્યથી જુદો ગુણ નથી.
રૂપ, રસાદિનું જ્ઞાન દ્રવ્ય દ્વારાએ જ થાય છે. એકલાં રૂપ, રસાદિ પ્રાપ્ત થતાં જ નથી. એટલે જ કહ્યું કે દ્રવ્ય દ્વારા ઉપલબ્ધિનો વિષય બનતાં રૂપ, રસાદિ દ્રવ્યવૃત્તિમાત્ર છે અર્થાત્ દ્રવ્યનો જ પરિણામ છે આવો નિશ્ચય થાય છે પરંતુ દ્રવ્યથી ભિન્ન જાતિરૂપે તેનું જ્ઞાન થતું નથી. રૂપ, રસાદિનું જ્ઞાન દ્રવ્યાકારે જ થાય છે પણ દ્રવ્યથી જુદા છે તેવું ભિન્ન જાતિરૂપે જ્ઞાન થતું નથી.
માત્ર એટલું જ છે કે ચક્ષુ આદિ ગ્રહણ કરનારના ભેદથી દ્રવ્યની તે રૂપાદિ વૃત્તિઓ જુદી પડે છે. ચક્ષુથી પેદા થતા જ્ઞાનના વિષયપણાને પ્રાપ્ત થયેલું દ્રવ્ય એ જ રૂપ છે, રસનાથી ગ્રહણ થતું દ્રવ્ય એ જ રસ છે, સ્પર્શેન્દ્રિયથી પ્રાપ્ત થતું દ્રવ્ય જ સ્પર્શ છે, ઘ્રાણેન્દ્રિયથી ગ્રહણ થતું દ્રવ્ય જ ગંધ છે. એટલે દ્રવ્યનાં રૂપ, રસાદિ પરિણામો જુદાં પડે છે તેથી દ્રવ્યનો કોઈ ભેદ પડતો નથી.
દાતજેમ પિતા, પુત્ર, મામા આદિ અનેક સંબંધીઓના સંબંધથી વિશિષ્ટ (યુક્ત) પુરુષ. - એક જ પુરુષ છે. તે પિતા પણ કહેવાય, પુત્ર પણ કહેવાય, મામા પણ કહેવાય. અપેક્ષાભેદથી એક જ વસ્તુનો અનેક પ્રકારે વ્યવહાર થાય છે. પોતાના પુત્રની અપેક્ષાએ તે જ પુરુષ પિતા કહેવાય છે, પોતાના પિતાની અપેક્ષાએ તે જ પુરુષ પુત્ર કહેવાય છે. ભાણેજની અપેક્ષાએ તે જ પુરુષ મામા કહેવાય છે. એટલે જે એક પુરુષ છે તે જ પિતા છે, તે જ પુત્ર છે, તે જ મામા છે. આમ અનેક સંબંધીઓના સંબંધો હોવા છતાં પિતાપુરુષ પણ એ જ છે, પુત્રપુરુષ પણ એ જ છે, માતલપુરુષ પણ એ જ છે. પુરુષમાં કોઈ ભેદ નથી. પિતા-પુત્રાદિ રૂપે તે જ પુરુષનો વ્યવહાર કરાય છે તેવી રીતે રૂપ, રસારિરૂપે દ્રવ્યનો જ વ્યવહાર કરાય છે. રૂપરૂપે પણ તે જ દ્રવ્ય છે, રસરૂપે પણ તે જ દ્રવ્ય છે તેમાં કોઈ ભેદ નથી.
અભિન્ન એવા એક જિનદત્ત આદિનો જન્ય-જનક ભાવાદિ અનેક સંબંધની અપેક્ષાએ પિતા વગેરેનો વ્યપદેશ થાય છે પણ તે જિનદત્તાદિ પુરુષરૂપ વસ્તુથી પિતૃત્વ વગેરે કોઈ જાત્યન્તર અર્થ નથી. કેમ કે પિતૃત્વ આદિ પુરુષમાં જ વૃત્તિ છે.
તેવી રીતે દ્રવ્ય પણ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો વિષય થતું રૂપાદિના વ્યપદેશને પામે છે માટે રૂપ, રસ વગેરે દ્રવ્યથી અર્થાન્તરભિન્ન નથી. તે બધાં દ્રવ્ય જ છે.
માટે દ્રવ્યથી જુદા કોઈ ગુણ નથી. દ્રવ્યથી જુદું કર્મ નથી
કર્મ પણ દ્રવ્યથી ભિન્ન નથી. કેમ કે ક્રિયા તો વિસસા કે પ્રયોગની અપેક્ષાવાળો દ્રવ્યનો
૧. પૃ. ૩૭ જુઓ.