________________
૪૨૨
તત્ત્વાર્થ સૂત્ર પ્રવૃત્તિનિમિત્તવાળા શબ્દોનું જ સમાનાધિકરણ બની શકે. આ આશયથી કહે છે કે
સમાન લિંગવાળા શબ્દથી અભિધેય પદાર્થ હોય તો પર્યાયાન્તર–બીજા શબ્દો વસ્તુનું સમાનાધિકરણ સિદ્ધ થઈ શકે છે.
દા. ત. ઘટ–કુટ?, હસ્તી-હન્તી.
આમાં “ઘટ' શબ્દ પણ પુંલિંગમાં છે અને “કુટ' શબ્દ પણ પુંલિંગમાં છે. આ ‘કુટ’ શબ્દથી ઘટને કહેવો છે તો તે બંને શબ્દોનું સમાનલિંગ છે. એટલે જલહરણ ક્રિયા કરનાર જે વસ્તુ જેને “ઘટ’ કહીએ છીએ તે ઘટરૂપ વસ્તુનું પર્યાયાન્તર “કુટ' શબ્દની સાથે સમાનાધિકરણ બની શકે છે. એટલે “ઘટ' શબ્દ “કુટ' શબ્દનો અને “કુટ’ શબ્દ “ઘટ' શબ્દનો પર્યાય બની શકે છે'. ઘટને કુટ કહેવાય અને કુટને ઘટ કહેવાય.
આ જ રીતે હાથી” અર્થને કહેતાં “હસ્તી” અને “દન્તી' આ બંને શબ્દો સમાન લિંગવાળા છે. માટે સમાનાધિકરણ સિદ્ધ થાય છે. બંને પરસ્પર પર્યાય બની શકે છે.
આમ શબ્દ નય અભિન્નલિંગ, સંખ્યાદિથી કહેવાતી વસ્તુને જ વસ્તુ કહે છે. સમાનલિંગવાળા શબ્દો પર્યાયવાચી બને છે અને તેનાથી કહેવાતી વસ્તુનું સમાનાધિકરણ બને છે.
આ પ્રમાણે ઋજુસૂત્ર નયને પાછો હટાવીને શબ્દ સાંપ્રત નયે પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું.
પર્યાયનયરૂપ મહાવૃક્ષની શાખારૂપ શબ્દ (સાંપ્રત) નયની વિચારણા બાદ હવે આ વૃક્ષની શાખાને આશ્રયીને રહેલ તેની પ્રશાખારૂપ સમભિરૂઢ નયની વિચારણા શરૂ કરીએ છીએ.
શબ્દનયના પહેલા પ્રકાર સાંપ્રત નયે ઋજુસૂત્રને જે ઇષ્ટ હતું કે–“વર્તમાન ક્ષણમાં રહેલ અનેકધર્મથી કહેવાતી પણ એક વસ્તુ છે તેનું વ્યાવર્તન કર્યું અને વર્તમાન ક્ષણમાં રહેલ પણ અભિન્ન લિંગાદિ શબ્દથી વાચ્ય હોય તે વસ્તુ છે આવું પ્રતિષ્ઠાપન કર્યું. હવે શબ્દનયના આ પ્રતિપાદનમાં એટલે કે વર્તમાનમાં રહેલ અભિન્નલિંગાદિવાળી વસ્તુમાં પણ સમભિરૂઢ નય સૂક્ષ્મતર ભેદ કરે છે. સમભિરૂઢ નય..
કોઈ પણ કાળે પર્યાયવાચી શબ્દો વડે વસ્તુનું એક અધિકરણ કહેવું તે યથાવસ્થિત નથી.
અહીં એક વિશેષ વાત સમજી લેવા જેવી છે...સમાન લિંગ કહેવાથી જ કામ નહીં ચાલે પણ સમાનએક લિંગ હોય અને પ્રવૃત્તિનિમિત્ત એક હોય એવા જ શબ્દોનું પર્યાયાન્તર શબ્દ સાથે સમાનાધિકરણ બને છે. ઘટઃ પટઃ આ બંને સમાનલિંગી શબ્દો છે, પણ તે પરસ્પર પર્યાયવાચી ન બની શકે. કેમ કે બંનેનું પ્રવૃત્તિનિમિત્ત જુદું છે. ઘટ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત જલહરણ છે અને પટ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત શીતાપવારણ છે. માત્ર એક લિંગ હોવાથી પર્યાયવાચી ન બને. ઘટ અને કુટમાં ઘટનો પર્યાય કુટ છે અને કુટનો પર્યાય ઘટે છે. આ બંનેની વ્યુત્પત્તિઓ જુદી હોવા છતાં બંનેનું પ્રવૃત્તિનિમિત્ત એક જ છે માટે એ પર્યાય બને. એટલે એકલિંગ હોવાથી પર્યાયવાચી બને છે.