________________
૪૨૦
તત્ત્વાર્થ સૂત્ર
| ઋજુસૂત્ર નયે એક જ ઘટમાં મૃદુત્વને સિદ્ધ કરવા માટે “મુર્ઘટ’ અને દ્રવ્યત્વને સિદ્ધ કરવા માટે ‘દ્રલંઘટ’ આવો પ્રયોગ કર્યો હતો તે પણ યુક્ત નથી. કેમ કે “મૃદુ અને “ઘટ', ‘દ્રવ્ય” અને “ઘટ' આ બંનેનું સમાનાધિકરણ જ બની શકતું નથી. “મૃદુ સ્ત્રીલિંગ છે અને “ઘટ’ પુલિંગ છે. “દ્રવ્ય' નપુંસકલિંગ છે અને “ઘટ પુલિંગ છે. આ બંને પ્રયોગમાં લિંગભેદ છે. માટે લિંગભેદથી બંને વસ્તુઓ પણ જુદી છે તેથી તેનું સમાનાધિકરણ જ બની શકે નહિ.
દા. ત. જેમ “ગૌ” અને “અશ્વ'. “ગૌ સ્ત્રીલિંગમાં છે અને અા' પુલિંગમાં છે. તો ગાય અને ઘોડાનું સમાનાધિકરણ નથી. તેવી રીતે મૃઘટ’ અને ‘દ્રલંઘટમાં પણ સમાનાધિકરણ બની શકે નહિ. માટે ઋજુસૂત્રે કરેલ આ પ્રયોગ પણ યુક્ત નથી.
હવે ઉપર જે કહ્યું કે સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગરૂપ ગુણો જુદા હોવાથી લિંગાદિથી વસ્તુ પણ ભિન્ન છે. તો તે ગુણો જુદા છે તેનું કારણ શું છે ?
તેનો જવાબ છે તેઓનું સમાનાધિકરણ નથી. સમાનાધિકરણ શા માટે નથી ...? ત્રણે પરસ્પર વિરુદ્ધ છે માટે. પરસ્પર વિરુદ્ધ શા માટે ? ત્રણેનાં લક્ષણ જુદા છે માટે. ત્રણેનાં લક્ષણ જુદાં હોવાથી ત્રણે પરસ્પર વિરુદ્ધ છે માટે તે ગુણો જુદા છે. આ ત્રણેનું પારિભાષિક લક્ષણ છે અનુક્રમે સંસ્થાન, પ્રસવ અને સ્થિતિ. સ્ત્રીલિંગનું લક્ષણ છે. સંસ્થાન એટલે કે વ્યય. પુલિંગનું લક્ષણ છે ઉત્પાદ, નપુંસકલિંગનું લક્ષણ છે સ્થિતિ.
વ્યય, ઉત્પાદ અને સ્થિતિરૂપ લક્ષણવાળા આ ત્રણે ગુણો શીત અને ઉષ્ણની જેમ પરસ્પર વિરુદ્ધ છે.
“મૃદુ ઘટો દ્રવ્ય' આ પ્રયોગમાં “માટી’ સ્ત્રીલિંગ હોવાથી સંસ્થાનો અર્થ છે, “ઘટ’ પુલિંગ હોવાથી પ્રસવ અર્થ છે. ‘દ્રવ્ય નપુંસકલિંગ હોવાથી સ્થિતિ-ધ્રૌવ્ય અર્થ છે.
ઘટ બનતા માટીનો-પૂર્વરૂપનો જે વિનાશ છે તે વ્યય છે, ઘટ રૂપે ઉત્પાદ છે તે પ્રસવ છે અને દ્રવ્યરૂપે સ્થિતિ છે.
આમ પરસ્પર વિરુદ્ધ અર્થવાળા હોવાથી આ ગુણોનું સમાનાધિકરણ બની શકતું નથી.
વળી “મૃદુ આદિ શબ્દો જુદો જુદો બોધ કરાવે છે માટે પણ તે શબ્દોનું સમાનાધિકરણ નથી.
“મૃદુ શબ્દથી માટીનો બોધ થાય છે,
૧. સંસ્થાન = રૂપાન્તરથી થવું. એટલે કે પૂર્વરૂપનો વિનાશ. માટે સંસ્થાનનો અર્થ વ્યય કર્યો છે.