________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૪૧૯
આ જ વાત ક્રમથી ઋજુસૂત્ર અને શબ્દ (સાંપ્રત) નયને જે ઉપેય છે તેનું વર્ણન કરતા બતાવીએ છીએ. અર્થાત્ બંને નય શું સ્વીકારે છે તે ક્રમથી બતાવીએ છીએ. ઋજુસૂત્રનું ઉપેય...
ઋજુસૂત્ર વર્તમાન અનેકધર્મરૂપ, ઘટ શબ્દથી કહેવાતી વસ્તુને સારી રીતે સ્વીકારે છે. એટલે કે અનેક ધર્મોથી યુક્ત વસ્તુને જુદા જુદા ધર્મો લઈને બોલે તો પણ એને એક જ વસ્તુ તરીકે સ્વીકારે છે. અનેકધર્મરૂપ ઘટને ઘટ શબ્દથી કહેવાય તો એને સમ્યક્ પ્રયોગ માને છે. દા. ત. જેમ મૃઘટ, અસ્તિઘટ, દ્રવ્યંધટ એક જ ઘટ છે. તેમાં મૃ અસ્તિત્વ, દ્રવ્યત્વ આદિ અનેક ધર્મો રહેલા છે. તેને મૃત્વ ધર્મને લઈને માટીનો ઘડો કહે કે સત્ત્વને લઈને અસ્તિઘટ કહે કે દ્રવ્યત્વને લઈને દ્રવ્યઘટ કહે તો પણ તે એક જ ઘટ છે. કેમ કે માટીરૂપે પણ તે ઘડો છે. દ્રવ્યપણે પણ તે ઘડો છે, સત્ રૂપે પણ તે ઘડો છે.
પ્રતિપાદનની સિદ્ધિ માટે તર્ક....
જો આ રીતે સ્વીકારવામાં ન આવે તો અનિષ્ટનો પ્રસંગ આવે. કેમ કે જો ઘટ માટીરૂપે ન હોય, સત્ રૂપે ન હોય, દ્રવ્યરૂપે ન હોય તો માટીથી જુદો અને દ્રવ્યથી જુદો ઘટ થાય. પણ એવું તો છે નિહ. અર્થાત્ આનાથી જુદો કોઈ ઘટ છે જ નહિ.
માટે તે આ ઘટ વર્તમાનરૂપ ઘટની જેમ માટીરૂપે, સત્ રૂપે અને દ્રવ્યરૂપે છે. દા. ત જેમ વર્તમાનક્ષણમાં રહેલ ઘટ એ ઘટ છે તેવી રીતે મૃઘટ, સત્ ઘટ અને દ્રવ્યઘટ એ પણ ઘટ છે, તેમ સ્વીકારવું જ જોઈએ.
આ રીતે વર્તમાન ક્ષણમાં રહેલ ઘટને ઘટ તરીકે સ્વીકારે છે. તેમાં માટીનો ઘડો હોવાથી તેને મૃઘટ કહે કે દ્રવ્યરૂપ હોવાથી દ્રવ્યપટ કહે તો પણ તે સ્વીકાર્ય છે.
આવી ઋજુસૂત્ર નયની માન્યતા છે—તેનું ઉપેય છે.
શબ્દનયનું નિરૂપણ...
શબ્દનય તો વર્તમાનકાલીન વસ્તુ પણ લિંગ', સંખ્યા, પુરુષ', કાલાદિથી ભિન્ન હોય તો તેને અવસ્તુ જ માને છે. અર્થાત્ વર્તમાન કાળમાં વસ્તુ હોવા છતાં જો લિંગાદિ ભિન્ન હોય તો વસ્તુ પણ ભિન્ન છે. કેમ કે સ્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગરૂપ ગુણો જુદા છે. એટલે સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગરૂપ ગુણો જુદા હોવાથી વર્તમાનકાળમાં રહેલ વસ્તુ પણ જો લિંગાદિથી ભિન્ન છે તો તે અવસ્તુ જ છે. મતલબ તે વસ્તુ પણ જુદી જુદી જ હોય છે. લિંગાદિના ભેદથી વસ્તુનો પણ ભેદ પડે છે.
૧. તેનાં ઉદાહરણો...
पुष्यस्तारका, आपोऽम्भ, एहि मन्ये रथेन यास्यसि नहि यास्यसि यातस्ते पिता इत्यादौ मध्यमोत्तमरूपपुरुषभेदेन अर्थभेदं बभूव भवति भविष्यति सुमेरु.... इत्यादि तत्त्वन्यायविभाकरे नयनिरूपणे उदाहरणानि
૨.
અહીં એ ભાવ સ્પષ્ટ સમજાય છે કે—જે સમાન લિંગવાળા પર્યાયો છે તે બધા એક વસ્તુને કહેનાર હોવાથી પર્યાયવાચી કહેવાય છે અને જે જુદા જુદા લિંગવાળા શબ્દો છે તેમના અર્થો પણ જુદા જ છે એટલે તે શબ્દો પર્યાયવાચી બની શકતા નથી