________________
૪૧૭
અધ્યાય-૫ : સૂત્ર-૩૧ અભાવ છે. દા. ત. જેમ પટ.
પટનો આકાર જુદો છે અને પેલાલનો આકાર જુદો છે. તેથી પટમાં પલાલના આકારનો અભાવ છે. માટે “પટ' એ “પલાલ' કહેવાય નહીં તેમ બળી રહેલ પલાળમાં પણ પલાલનો આકાર નહીં હોવાથી તે પલાલ કહેવાય નહિ.
તેથી સ્થિરરૂપ, વ્યાપાર વગરની, ઉદાસીન અને અવિકારી વસ્તુ ‘પલાલ' શબ્દથી પ્રતિપાદિત થાય છે.
હવે પલાલ' શબ્દથી અવિકારી વસ્તુ કહેવાય છે. તો તે જ વસ્તુ “દહ્યતે” “બળે છે'. આ શબ્દથી કેવી રીતે કહેવાય ? કેમ કે ક્રિયાશબ્દ (ક્રિયાપદ) તો વિકારને કહેનાર છે.
એટલે અવિકારી પલાલ અને તે બળે છે એટલે વિકારી થાય છે. આ કેવી રીતે બને ? કેમ કે તે જ અર્થ (પદાર્થ)-પલાલ તે વિકારરૂપ અને અવિકારરૂપ થવાને ઉત્સાહી બનતો નથી.
જો તે પલાલ છે તો તે જ (પલાલ) બળતું નથી. કેમ કે તે વિપરિણમતું નથી. એ બળે છે તે તો ત્યારે જ કહેવાય કે એ પલાલ વિપરિણામરૂપ થાય. અર્થાત્ ભવાન્તર-બીજો ભાવ થાય. અહીં વિપરિણામશબ્દ પરંતુ પલાલ વિપરિણામ પામતો નથી. અર્થાત્ પલાલ પલાલરૂપે જ રહે છે. દા. ત. જેમ પૂર્વ અવસ્થામાં રહેલ પલાલ.
પહેલા પણ પલાલ લાલ છે તેમ અત્યારે પણ પલાલ જ છે.
જો વિપરિણામ પામતું હોય તો તો તે પલાવ જ નથી. કેમ કે “વિપરિણામ'નો અર્થ ભાવાન્તર થાય છે. માટે પલાલ જ્યાં સુધી “પલાલ' છે ત્યાં સુધી તે બળતું નથી અને જયારે બળે છે ત્યારે તે પલાલ નથી.
આથી એક અર્થના બોધ માટે પ્રયોગ કરાયેલ “પલાલ અને “દહતિ આ બંને સમ્યજ્ઞાનના ઉપજનનનું કારણ નથી બનતા. અર્થાત્ આ બે સમ્યજ્ઞાનને પેદા કરવામાં કારણ બની શકતા નથી. કારણ કે આ નય શબ્દાન્તરની આપત્તિને સહી શકતો નથી. અર્થાત એક શબ્દથી કહેવા યોગ્ય પદાર્થ છે. બીજા શબ્દથી કહેવા યોગ્ય બની શકતો નથી. ‘પલાલ' શબ્દ જ વિશિષ્ટ આકારવાળા દ્રવ્યનો બોધક છે. તેથી “દહ્યતે' આ બીજા શબ્દથી તેનું આપાદાન થઈ શકતું નથી. એટલે “પલાલ' એ પલાલ જ છે. તેને “બળી રહેલ પેલાલ' આવું કહેવાય નહીં. પેલાલ' એ અવિકૃત દ્રવ્ય છે. અને “દહ્યતે' એ વિકાર પામતી ક્રિયા છે માટે બંને જુદા છે. તેથી પલાલ' શબ્દથી બળી રહેલ પલાલ એવું કહેવાય નહિ. માટે “પલાલ” અને “દહ્યતે' આ બે શબ્દોનો પ્રયોગ તો પ્રમત્તોએ કરેલો છે.
આવી રીતે “ઘટી આદિનાં ઉદાહરણો પણ ઘટાવી લેવાં.
આ રીતે સિદ્ધ થાય છે કે જેઓ કર્તા અને કર્મની સાથે ક્રિયાપદોનો પ્રયોગ કરે છે તે યથાર્થ નથી તેનાથી સમ્યગુ બોધ થતો નથી. માટે ઋજુસૂત્ર નયના મતે આવા વ્યવહારવાકયના પ્રયોગો સંભવતા નથી. તેની માન્યતાને અનુસાર તો ઉત્પન્ન થતાંની સાથે નાશ પામે છે એટલે કોઈ દ્રવ્ય જેવી ચીજ કાયમ છે જ નહીં તો પછી તેની સાથે ક્રિયાપદોનો સંબંધ થાય જ કેવી