________________
૪૧૬
તત્ત્વાર્થ સૂત્ર યથાર્થ નથી તે માટે યુક્તિ...
આ પ્રયોગો યથાર્થ નથી. કારણ કે નામ શબ્દથી તો અવિકૃત એવા દ્રવ્યનું કથન થાય છે અને ક્રિયા શબ્દથી તો વિકારનું પ્રતિપાદન થાય છે. વિકાર અને અવિકાર આ બે વિરુદ્ધ છે તેથી આ બંનેનું એક અધિકારણ બની શકે નહીં.
તે આ રીતે- તેવત્તઃ પ્રતિ આ પ્રયોગમાં નામ શબ્દ જે “દેવદત્ત છે તેનાથી અવિહત દ્રવ્ય કહેવાય છે અને પતિ આદિ ક્રિયા શબ્દથી વિકારનું પ્રતિપાદન છે. એટલે અવિકારી દ્રવ્ય અને વિકારી ક્રિયા આ બેનું સમાનાધિકરણ બની શકે નહીં. છતાં આવો પ્રયોગ કર્યો છે તેથી તે યથાર્થ નથી.
યથાર્થ પ્રામાણિક પ્રયોગ તો અર્થનો જરૂર બોધ કરાવે. પરંતુ આ પ્રયોગ અયથાર્થ છે. કારણ કે અર્થનો બોધ કરાવવા માટે પ્રયોગ કરાયેલ શબ્દ વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરતો સમ્યમ્ જ્ઞાન પેદા કરી શકતો નથી, કેમ કે અયથાર્થ છે.
દા. ત. જેમ “મૃગતૃષ્ણા” અર્થાત્ મૃગતૃષ્ણાના અર્થમાં “જળ' શબ્દનો પ્રયોગ કરો તો મૃગતૃષ્ણાનો બોધ થતો નથી પણ મૃગતૃષ્ણાથી વિરુદ્ધ જળનો બોધ થાય છે માટે આ પ્રયોગ વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરતો હોવાથી છે તેમ “દેવદત્તઃ પતિ’ આ પ્રયોગ પણ અયથાર્થ છે.
આ વાત બરાબર જ છે. તેનું સંવાદી પ્રમાણ આપતો પૂર્વ પુરુષોએ ગાયેલો એક શ્લોક છે. તે આ પ્રમાણે– ઋજુસૂત્ર નયનું પોતાના નિરૂપણમાં સંવાદી પ્રમાણ
पलालं न दहति अग्निः भिद्यते न घटः क्वचित् ।।
न असंयतः प्रव्रजति भव्यो, असिद्धो न सिद्ध्यति ॥ શ્લોકાર્થ - પલાલને અગ્નિ બાળતો નથી, ઘટ ભેદતો નથી, અસંયત પ્રવ્રજિત થતો નથી, અસિદ્ધ ભવ્ય સિદ્ધ થતો નથી. સંવાદી શ્લોકની વિશેષ વિવેચના.
પત્તાતં હૃાતે પલાલ બળે છે. આ પ્રમાણે જે વ્યવહારવાય છે તે વિરુદ્ધ છે.
આ વાક્યમાં કર્મભૂત દ્રવ્ય “પલાળમાં દહનક્રિયાનો અન્વય થઈ શકતો નથી. કારણ કે આ વાક્યમાં વાક્યના અર્થના બોધ માટે પદાર્થનો વિભાગ કરાય છે કે–એક “પલાલ' પદ અને બીજું “દહ્યતે' પદ ત્યારે “પલાલ' શબ્દ વિશિષ્ટ આકારવાળા દ્રવ્યનો વાચી નામ શબ્દ છે. કારણ કે તે પલાલ દ્રવ્ય જ્યાં સુધી તે જ આકારમાં છે ત્યાં સુધી જ પલાલ' શબ્દથી કહેવાશે. બીજા (દહન) કાળમાં તો પલાલરૂપે પલાલનો અભાવ જ છે. અર્થાત્ બળતી વેળાએ પલાલ છે જ નહિ. કેમ કે પલાલ તો એક વિશિષ્ટ આકારવાળું દ્રવ્ય છે. દહન કાળમાં પલાલરૂપે પલાલનો
૧. કર્તાનો સંકેત કરનાર શબ્દ. ૨. ક્રિયાવિશેષ આ અર્થના સંકેતવાળી ધાતુ એટલે કે ક્રિયાપદ.