________________
૪૧૮
તત્ત્વાર્થ સૂત્ર રીતે ? જુસૂત્રનયની વક્તવ્યતાનો ઉપસંહાર..
આ રીતે ઋજુસૂત્ર નય મતે સતુ એક ક્ષણ વૃત્તિ જ છે. માત્ર વર્તમાન એક ક્ષણમાં જ સત્ રહે છે. વળી કોઈ પણ વસ્તુ નિત્ય નથી. આવો તેની વક્તવ્યતાનો ઉપસંહાર છે.
આ રીતે આપણે પર્યાયનયનું પ્રરૂપણ કરનાર ઋજુસૂત્ર નય જેને પર્યાય નય રૂપી મહાવૃક્ષના સ્કંધની ઉપમા આપી છે તેને સારી રીતે વિચાર્યું. હવે જેને શાખાની ઉપમા આપી છે તે શબ્દ નયને વિચારીએ છીએ. શબ્દનય
શબ્દનય (૧) સાંપ્રત (૨) સમભિરૂઢ અને (૩) એવંભૂત આ ત્રણ પ્રકારનો છે. તેમાં સાંપ્રત નયને શબ્દનય પણ કહેવાય છે.
ઉપર પ્રમાણે ઋજુસૂત્ર નયે વસ્તુનું નિરૂપણ કર્યું ત્યારે હવે શબ્દનય તેના આ નિરૂપણને, તેને અભિપ્રેત જે વસ્તુ છે તેને દૂર કરવા માટે કહે છે કે –
હે ઋજુસૂત્ર નય ! તું એ વિચાર કે શબ્દનો પ્રયોગ શા માટે અને શાથી થાય છે.
શબ્દનો પ્રયોગ અર્થના બોધ માટે છે. વાક્યની રચના ત્યારે જ થાય કે વાક્યના અર્થનું જ્ઞાન હોય. આમ અર્થના જ્ઞાન સિવાય વક્તા પણ વાક્યરચના કરી શકતો નથી અને શ્રોતા પણ જેવા અર્થવાળા શબ્દને સાંભળે છે તેવા જ શબ્દને અનુસરનારા અર્થનો અવબોધ કરે છે. માટે શબ્દાનુબોધિ અર્થ છે. માટે કહે છે કે –
તેમાં વક્તા, શબ્દનો પ્રયોગ અર્થને લઈને કરે છે. અર્થાત્ પોતાના અભિપ્રેત અર્થનો બોધ કરાવવા માટે શબ્દનો પ્રયોગ કરે છે. એટલે વક્તાનો શબ્દપ્રયોગ અર્થને આધીન છે. વળી શ્રોતાને અર્થનો બોધ શબ્દને આધીન છે એટલે અર્થનો બોધ શબ્દને લઈને જ છે.
શબ્દને આધીન અર્થનો બોધ છે. આ વાતમાં ત્રણે શબ્દનો એકમત છે. આ વાત જણાવવા માટે શબ્દનયા: બહુવચનનો પ્રયોગ કરીને કહે છે કે
શબ્દનયો સાંપ્રત સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણે શબ્દ જેવો હોય તેવા અર્થને ઇચ્છે છે. શબ્દને અનુરૂપ અર્થને ઇચ્છે છે એટલે કે જેવો શબ્દ હોય છે તેવો અર્થ પણ સ્વીકારવો જોઈએ.
આ પ્રમાણે શબ્દનયે પ્રતિપાદન કર્યું. હવે ઋજુસૂત્ર અને આ શબ્દનયનો પર્યાયાર્થિક છે. બંને પર્યાયને જ સ્વીકારે છે. તો તેઓની માન્યતામાં શું શું ફરક છે તે વિચારીએ છીએ. | સમનંતર નય-ઋજુસૂત્ર નયે વર્તમાન ક્ષણમાં રહેલ જ વસ્તુ છે આવું પ્રતિપાદન કર્યું ત્યારે શબ્દ નય (સાંપ્રત) તે પ્રતિપાદનમાં વર્તમાનકાળમાં રહેલ જેટલા ધર્મો છે તેનાથી યુક્ત વસ્તુને સૂક્ષ્મતર શબ્દપ્રયોગથી અર્થાત્ પુલિંગ, સ્ત્રીલિંગ, અને નપુંસકલિંગમાં રહેલા શબ્દપ્રયોગથી ભેદ પાડે છે.