________________
૪૧૪
તત્ત્વાર્થ સૂત્ર
દ્વારા બતાવી.
આમ સ્વ વ્યાખ્યા અનુસાર તો પર્યાય નય ઉત્પાદ અને વિનાશ એમ બે પ્રકારે છે.
દ્રવ્ય નયનું પ્રરૂપણ કરનાર નૈગમ, સંગ્રહ અને વ્યવહારનયને વિચાર્યા અને હવે પર્યાયનયનું પ્રરૂપણ કરનાર ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયનો વિચાર આરંભાય છે.
તેમાં સહુ પ્રથમ આપણે “ઋજુસૂત્ર' નયનો વ્ય~ત્યર્થ, તેની માન્યતા આદિ દ્વારા તેનો પરિચય કરીએ છીએ. ઋજુસૂત્ર ઋજુસૂત્રની માન્યતા
કુટિલ એવા અતીત અને અનાગત કાળને છોડીને એટલે કે અતીતકાલાવચ્છિન્ન અને અનાગત કાલાવચ્છિન્ન વસ્તુને વસ્તુ તરીકે ન સ્વીકારતાં માત્ર વર્તમાન ક્ષણાવચ્છિન્ન-વર્તમાન ક્ષણમાં રહેલ વસ્તુની સત્તાને જ સ્વીકારે છે. અર્થાત્ ઋજુસૂત્ર નય માત્ર વર્તમાનકાલીન વસ્તુને જ સત્ કહે છે, અતીત અને અનાગતકાલીન વસ્તુને અસત્ કહે છે.
આ રીતે ઋજુસૂત્ર માત્ર વર્તમાન ક્ષણમાં રહેલ પદાર્થને જ સ્વીકારે છે. ઋજુસૂત્રની વ્યુત્પત્તિ અને અર્થ.
નું સૂત્ર તીતિ ઋગુસૂત્રઃ ઋજુ = સરળ, માત્ર વર્તમાનક્ષણમાં રહેલ વસ્તુને જ સૂત્રયતિ = સ્વીકારે છે, અતીત અને અનાગતકાળને દૂર કરવા પૂર્વક અન્યથી વ્યવચ્છેદ કરે છે.
ઋજુસૂત્ર = અન્યથી વ્યવચ્છેદ કરીને માત્ર વર્તમાનને સ્વીકારનાર. આ નય અતીત અનાગતને હટાવીને વર્તમાનને જ માને છે.
દા. ત. જેમ સૂત્રપાત.
લોકમાં ઊંચે રહેલા, નીચે રહેલા, તછ રહેલા પદાર્થો સમશ્રેણીમાં રહેલા છે તે જાણવા માટે (સમાન લેવલમાં છે તે જાણકારી માટે) સૂત્રનો પાત કરવો પડે છે. આ સૂત્રપાત એ અનન્ય સાધારણ ઉપાય છે તેનાથી સમશ્રેણીમાં રહેલા ન હોય તેવા પદાર્થોનો પરિહાર થાય છે અને સમશ્રેણીમાં રહેલાનું જ્ઞાન થાય છે તેવી રીતે ઋજુસૂત્ર અતીત, અનાગત કાળને દૂર કરે છે અને વર્તમાનને સ્વીકારે છે.
શંકા - અતીત અને અનાગતકાલીન વસ્તુ હોય છે તો તેનો વ્યવચ્છેદ કેવી રીતે થાય ? છે અને તેનો વ્યવચ્છેદ કરે છે તો તો તે દુર્ણય જ કહેવાશે.
સમાધાન :- આ ઋજુસૂત્ર નય દુર્ણય છે જ નહિ, કેમ કે અતીત અને અનાગત વસ્તુ છે જ નહીં. નથી અને તેનો વ્યવચ્છેદ કરે છે તો તે દુર્ણય કહેવાય કેવી રીતે ? યુક્તિપૂર્વક સમાધાન...
અતીતકાલીન વસ્તુ છે જ નહિ. જો અતીત વસ્તુ હોય તો જેનો પુત્ર મરી ગયો છે તેવી