________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૪૧૩ ઉત્તર :- આ બે નયનો સ્વભાવ બતાવવા માટે ચાર ભેદ કહ્યા છે. દ્રવ્યાર્થિકનો સામાન્ય અને વિશેષ સ્વભાવ છે, પર્યાયાર્થિકનો ઉત્પાદ અને વિનાશ સ્વભાવ છે. આ રીતે તે બંનેના સ્વભાવ જુદા છે. તે બતાવવા માટે પૂ. ભાષ્યકાર મા સના ચાર ભેદ પાડ્યા છે.
આ પ્રમાણે બધી વ્યાખ્યાઓનો વિચાર કરીને કોઈ પણ રીતે ભાષ્યનો સંગત અર્થ કરવો.
વ્યાખ્યા નં ૧ પ્રમાણે જ્યારે ઉત્પન્ન થયું ત્યારે જ સત્ વ્યાખ્યા નં. ૨ પ્રમાણે ઉત્પન્ન થઈ રહ્યું છે તે સત્ વ્યાખ્યા નં. ૩ પ્રમાણે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિકના ભેદોની ઉત્પત્તિ તે જ સત્. આ રીતે ઉત્પનાસ્તિક સન્ના ત્રણ પ્રકારે વ્યાખ્યાન થયાં. વ્યાખ્યા નં. ૧ પ્રમાણે વિનાશ એ સત્, વ્યાખ્યા નં૨ પ્રમાણે અયુગપદ્ભાવિ સામગ્રીથી ગ્રહણ થતા બધા પર્યાયો સતુ, વ્યાખ્યા નં૩ પ્રમાણે વર્તમાનકાળમાં ઉત્પન્ન થઈ રહેલા બધા પર્યાયો સત્. આ રીતે પર્યાયાસ્તિકના સતના ત્રણ પ્રકારે વ્યાખ્યાન થયાં. અંતે કોઈએ પહેલા બે સતને દ્રવ્ય નથી અને છેલ્લા બે સને પર્યાય નયથી ગ્રહણ
કર્યા.
આ ચારે વ્યાખ્યાનોને વિચારી ભાષ્યનો સંગત અર્થ કરવો. હવે સ્વ વ્યાખ્યાને અનુસાર કહેવાય.
- પર્યાય નય બે પ્રકારે છે. (૧) ઉત્પાદ પર્યાય નય, (૨) વિનાશ પર્યાય નય. આ રીતે ઉત્પાદ અને વિનાશ–આ બે પ્રકારે પર્યાય નય છે તે બતાવવાની ઈચ્છાથી પૂ. ભાષ્યકાર મ શરૂઆત કરી કે ઉત્પન્નાસ્તિક સત્ છે અને પર્યાયાસ્તિક સત્ છે. પર્યાયનયને મહાવૃક્ષની ઉપમા.
આ પર્યાયનય એક મહાવૃક્ષ છે. મહાવૃક્ષ હોય છે તેને સ્કંધ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ હોય છે તે બધું આ પર્યાય નય રૂપ મહાવૃક્ષમાં વિચારીએ છીએ.
આ પર્યાયનયરૂપ મહાવૃક્ષનું પ્રૌઢ, દઢ, અનવદ્ય ઋજુસૂત્રરૂપી વિશાળ થડ છે. સુપ્રતિષ્ઠિત આધાર અને અનેક ગમથી ગહન શબ્દનયરૂપ શાખા છે, શબ્દનયનો આશ્રય લીધેલા એવા સમભિરૂઢ અને એવંભૂત નયની વિવિધ વિકલ્પરૂપ પ્રશાખાઓ છે–અર્થરૂપ અંકુર, શબ્દરૂપ પાંદડાં, જ્ઞાનરૂપ ફૂલ અને શૂન્યતારૂપી ફળ છે જેનાથી આ પર્યાયનયરૂપ મહાવૃક્ષ શોભી રહેલ છે.
આ મહાવૃક્ષ પર્યાયપ્રધાન હોવાથી ઉત્પાદ અને વિનાશના જ (ઉત્પાદ અને વિનાશરૂપ જ) જળના સિંચનથી પોષવા લાયક છે. તે વિસ્તારાય છે.
આ વાત પૂ. ભાષ્યકાર મ. ઉત્પન્નાસ્તિક સત્ અને પર્યાયાસ્તિક સત્ આ બે વિકલ્પ