________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૪૧૧
સાથે) ગ્રહણ થતું ન હોવાથી અને સામગ્રીના ગ્રહણથી જ્યાં વ્યપદેશ થાય તે પર્યાયાદેશપર્યાસ્તિક છે. દા. ત. સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળાં પુદ્ગલોનું ઇન્દ્રિયો વડે એક સાથે ગ્રહણ નથી થતું તો પણ ‘પુદ્ગલો રૂપ-૨સ-ગંધવાળા છે' એમ કહેવાય છે.
તેમ એક દ્રવ્યના કાળથી કે અર્થથી વ્યભિચારી (અયુગપવૃત્તિ) જેનું એક સાથે ગ્રહણ નથી થતું છતાં પણ ઇન્દ્રિયોરૂપ સામગ્રી દ્વારા ગ્રહણ થાય અને તે દ્રવ્યમાં તે બધાનો વ્યપદેશ થાય તે પર્યાયાસ્તિક છે.
એક પુદ્ગલ દ્રવ્ય છે. તેમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ બધા પર્યાયો છે. આ સ્પર્શાદ પર્યાયોનું ઇન્દ્રિયો વડે યુગપદ્ ગ્રહણ નથી થતું છતાં ‘સ્પર્શોદિવાળું પુદ્ગલ' કહેવાય છે.
વળી આ સ્પર્શાદ પર્યાયના જે વિશેષ-ભેદો છે ઉષ્ણ અને શીત, ગુરુ-લઘુ, કઠિન-મૃદુ, રૂક્ષ-સ્નિગ્ધ આમાં પરસ્પર વિરોધી જે સ્પર્શ છે તે એક સાથે એક દ્રવ્યમાં રહેતા નથી. તેવી જ રીતે તિક્ત-ટુ-આમ્લ-મધુર-લવણ બધા રસ રહેતા નથી, સુગંધ-દુર્ગંધ બંને ગંધ એકસાથે એક દ્રવ્યમાં રહેતા નથી. બધા વર્ણ એકસાથે એક દ્રવ્યમાં રહેતા નથી. એટલે કે આ બધા વિશેષ પર્યાયો અયુગપવૃત્તિ છે.
આ બધા પર્યાયોનું એક સાથે ગ્રહણ થતું નથી, અને સામગ્રી દ્વારા ગ્રહણ થાય છે. એટલે કે શીતાદિ સ્પર્શમાંથી ઇન્દ્રિયરૂપ સામગ્રીથી કોઈ એક સ્પર્શનું ગ્રહણ થાય છે પણ એકસાથે શીતસ્પર્શાદિ જે ક્રમભાવી છે તેનું ગ્રહણ થતું નથી છતાં શીતાદિ સ્પર્શવાળા પુદ્ગલ છે એમ કહેવાય છે.
આમ ઇન્દ્રિયોરૂપ સામગ્રીથી અયુગપવૃત્તિ પર્યાયોનું એકસાથે ગ્રહણ ન થતું હોવા છતાં જ્યારે ચક્ષુરૂપ સામગ્રીથી રૂપનું ગ્રહણ થાય છે પણ રસાદિનું ગ્રહણ થતું નથી, રસના દ્વારા રસનું ગ્રહણ થાય છે ત્યારે રૂપનું ગ્રહણ થતું નથી. આ રીતે સ્પર્શાદિ યુગપદ્ ગ્રહણ થતા નથી છતાં પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળું છે એમ કહેવાય છે.
આ રીતે એક પુદ્ગલ દ્રવ્યના સ્પર્શાદિ અયુગપદ્ભાવિ પર્યાયો છે. આ પર્યાયો એકસાથે ગ્રહણ થતાં નથી છતાં ઇન્દ્રિયરૂપ સામગ્રીથી ગ્રહણ થવાથી આ બધા પર્યાયોવાળું પુદ્ગલ છે આવું કહેવાય છે તે પર્યાયાસ્તિક છે.
૧. જે કાળથી અને જે અર્થથી તે કાળમાં અને તે અર્થમાં હોય જ તે અવ્યભિચારી કહેવાય. આ ઉત્પન્નાસ્તિકની વ્યાખ્યા છે. પર્યાયાસ્તિક આનાથી વિરુદ્ધ છે.
૨. ‘સામગ્રીગ્રહણાત્'નો અર્થ રૂપ, રસ, ગંધ અને સ્પર્શની ઉત્પન્ન કરનારી જો એક જ સામગ્રી હોય તો ‘અયુગપવૃત્તીનાં આ વિશેષણ ઘટી શકતું નથી. તો પણ ભિન્ન એવી પણ સામગ્રી અભિન્નરૂપે જ ગ્રહણ કરવી. આવા અભિપ્રાયથી ‘સામગ્રીગ્રહણાત્' આ પદની વ્યાખ્યા કરી. પહેલા જે ઉત્પન્નાસ્તિકમાં ‘સામગ્રીગ્રહણાત્' એ જે પદ આવ્યું એની આ રીતે જ વ્યાખ્યા કરવી. નહીં તો સર્વથા એકસામગ્રીથી થનાર એક જ કહેવાય. તો એકવચનનો જ પ્રયોગ કરે. એકદ્રવ્યભાવિનાં’ આવી રીતે બહુવચનનો પ્રયોગ અસમંજસ છે. માટે અહીં જે ‘સામગ્રીગ્રહણાત્'નો અર્થ છે તે જ અર્થનું ઉત્પન્નાસ્તિકની વ્યાખ્યામાં આવતા ‘સામગ્રીગ્રહણાત્' પદનું વ્યાખ્યાન કરવું. આવું કેટલાક કહે છે.
=