________________
તત્ત્વાર્થ સૂત્ર
પ્રયોગવિનાશ હશે ! સમજી ગયા હશો કે બધા અનિત્યતાના પ્રકારો આ બે પ્રકારોમાં જ સમાવિષ્ટ છે. આ બધા વિનાશો પર્યાયાસ્તિક સત્ છે.
બીજાઓ ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિકની વ્યાખ્યા ઉપર કરી તેનાથી બીજી રીતે કરે છે. અપર તરફથી આ બંને નયનું વ્યાખ્યાન...
ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક આ બંને નયમાં પહેલા ઉત્પન્નાસ્તિકની વ્યાખ્યા કરાય છે.
૪૧૦
ઉત્પન્નાસ્તિક ઃ- સામગ્રીના કારણે કાળથી કે અર્થી અવ્યભિચારી એક દ્રવ્યથી થનારા પર્યાયોનો જ્યાં વ્યવહાર થાય છે તે ઉત્પન્નાસ્તિક છે. દા. ત. સિધ્યમાન સિદ્ધ શબ્દથી કહેવાય છે. તેમાં સિદ્ધ શબ્દ કાળથી અને અર્થથી અવ્યભિચારી છે.
તે આ રીતે—સિદ્ધત્વ પર્યાય આત્મદ્રવ્યનો ભાવી પર્યાય છે. આત્માથી આ સિદ્ધત્વ પર્યાય અવ્યભિચારી છે. કેમ કે આત્મદ્રવ્ય સિવાય સિદ્ધત્વ પર્યાય હોતો નથી. માટે જ સિધ્યમાન આત્માને સિદ્ધ કહેવાય છે.
એવી જ રીતે કાળથી પણ સિદ્ધ શબ્દ અવ્યભિચારી છે. કેમ કે જ્યારે આત્મા સિદ્ધ થઈ રહ્યો છે ત્યારે જ તેને સિદ્ધ કહેવાય છે.
આ રીતે ‘સિદ્ધ' શબ્દ અર્થથી અને કાળથી અવ્યભિચારી છે. વળી સામગ્રીના કારણે એક આત્મદ્રવ્યનો અવશ્ય થનાર પર્યાય છે. માટે ‘સિધ્ધમાન' ‘સિદ્ધ' શબ્દથી કહેવાય છે તેમ અર્થથી કે કાળથી અવ્યભિચારી, સામગ્રીના કારણે અવશ્ય થનાર એક દ્રવ્યના ઉત્પદ્યમાન પર્યાયોને ઉત્પન્ન કહેવાય છે.
દા. ત. માટીને ઘટ કહેવું.
કેમ કે ઘટ એ ‘માટી’ દ્રવ્યનો અવશ્ય થનાર પર્યાય છે. સામગ્રી દંડ, કુલાલ, ચક્ર આદિ હાજર છે. ઘટ એ માટીથી જુદો નથી પણ અવ્યભિચારી છે તેમ માટી જ્યારે ઘટરૂપે થઈ રહી છે ત્યારે જ ઘટ કહેવાય ! એટલે કાળથી પણ અવ્યભિચારી છે. માટે ચાકડા પર રહેલી ઘટરૂપે થઈ રહેલ માટીને ઘડો કહેવાય છે.
આ રીતે ઉત્પદ્યમાન પણ ઉત્પન્નાસ્તિક સત્ છે આવી અપરની વ્યાખ્યા છે.
પૂર્વની વ્યાખ્યા પ્રમાણે નહોતું અને ઉત્પન્ન થયું તે જ ક્ષણે ઉત્પન્નાસ્તિક સત્ છે અને અપરની વ્યાખ્યા પ્રમાણે નહોતું પણ અવશ્ય ઉત્પન્ન થવાનું છે.
જે અત્યારે ઉત્પન્ન થઈ રહ્યું છે તે ઉત્પન્નાસ્તિક સત્ છે. પર્યાયાસ્તિક ઃ
એક દ્રવ્યના અયુગપવૃત્તિ—એક સાથે નહીં રહેનાર ભાવી પર્યાયોનું યુગપ ્ (એક
૧. બીજાએ બતાવેલ પર્યાયાસ્તિકની વ્યાખ્યામાં પર્યાયોનું ‘અયુગપત્કૃત્તિ' આ જે વિશેષણ છે એનાથી કાળથી અથવા અર્થથી જે વ્યભિચારી પર્યાયોના યુગપદ્ અગ્રહણ અને સામગ્રીના ગ્રહણથી જ્યાં વ્યપદેશ થાય છે તે પર્યાયાસ્તિક છે.