________________
४०८
તત્ત્વાર્થ સૂત્ર ઉત્પન્નમાં જ જેની બુદ્ધિ છે પણ અનુત્પન્ન એવા વંધ્યાપુત્ર કે આકાશકુસુમમાં આ સત્ છે આવી જેની મતિ નથી તે ઉત્પન્નાસ્તિક પર્યાયનય છે. કેમ કે અનુત્પન્ન ધર્મસ્વભાવવાળો છે તે સત્ છે આવું સ્વીકારાય તો વંધ્યાપુત્ર આદિ પણ “સત્ છે આવું અવધારણ કરવું પડે અને તે તો અસત્ છે. માટે જ આ અર્થને બતાવવા માટે અનુત્પન્નના વિશેષ્ય એવા વંધ્યાપુત્ર આદિનું દષ્ટાંત મૂક્યું છે.
વળી ઉત્પન્નાસ્તિકને માન્ય “સતુ' આ શબ્દથી વાચ્ય જે કાર્યક્ષણ છે તે પણ અભૂતપ્રાદુર્ભાવ છે. એટલે કે પહેલા હતી નહિ પણ પછીથી કાર્યરૂપ થઈ છે. તેનો સત્ વગેરે શબ્દોથી વ્યવહાર થાય છે.
પ્રશ્ન :- તો અતિ શબ્દથી તેનો વ્યવહાર કેમ નથી કરતા ?
ઉત્તર :- “ગતિ' શબ્દનો અર્થ હોય છે. આવો થાય છે એટલે પદાર્થ પહેલા થઈને વર્તમાન કાળમાં રહેલો છે એવો અર્થ થાય. આ નય તો ઉત્પન્ન થયો તે જ ક્ષણને માને છે. પદાર્થ આ ક્ષણમાં ઉત્પન્ન થાય છે બીજી જ ક્ષણમાં નાશ પામે છે. એટલે “રહેલો છે એ તો તેને માન્ય જ નથી. માટે જ પહેલા હતી નહિ અને પછી કાર્યરૂપે થઈ તે ક્ષણને જ સ્વીકારે છે. આથી સત્ શબ્દનો પ્રયોગ કર્યો પણ ‘તિ’નો પ્રયોગ કર્યો નથી.
આમ ઉત્પનાસ્તિકના મતે પહેલા હતી નહિ અને પછી કાર્યરૂપ થઈ છે તેને સતુ. કહેવાય છે પરંતુ પૂર્વકાળમાં થઈને વર્તમાનકાળની સ્થિતિને અનુભવતો હોય તેને સત્ કહેવાય નહીં.
ઉત્પાદ એ ક્રિયા છે અને ક્રિયા તો પ્રતિ આદિ ક્રિયા જેમ કૃતક છે તેમ ઉત્પાદ એ પણ ક્રિયા હોવાથી કૃતક છે. અર્થાત્ કાર્ય છે, અને કર્તામાં કર્તુત્વ તો ક્રિયાના સંબંધથી બને છે. એટલે કે કર્તા ક્રિયા કરી રહ્યો હોય ત્યારે તેનો કર્તા કહેવાય છે. માટે કર્તામાં કર્તુત્વનો લાભ ક્રિયાના સંબંધથી પ્રાપ્ત થાય છે. એટલે કર્તા પણ કૃતક થયો. ઉત્પાદ ક્રિયા) પણ કૃતક છે, કર્તા પણ કૃતક છે. માટે કોઈ પણ વસ્તુ સ્થિર નથી. અર્થાત્ સ્થિતિવાળી નથી. જે કાર્ય હોય છે તે સ્થિતિવાળું હોતું નથી. ઉત્પાદ સિવાય કોઈ પદાર્થ છે જ નહિ એટલે કાર્ય સ્થિત સત્તાવાળું હોઈ શકતું જ નથી.
પ્રશ્ન :- ઘટનો ઉત્પન્ન થયા પછી પણ “ઘટ' તરીકે વ્યવહાર થાય છે
ઉત્તર :- “ઘટ ઘટ’ આવો જે ઉત્પત્તિથી લઈને વિનાશ સુધી વ્યવહાર થાય છે તે એક ઘટ વ્યક્તિને નથી પણ ઘટ સંતતિના આશ્રયથી થાય છે. કેમ કે ઉત્તરોત્તર ક્ષણો પ્રથમ ક્ષણથી વિલક્ષણ હોય છે. પ્રથમ ક્ષણમાં જે ઉત્પાદ છે ને ઉત્તર ક્ષણમાં જે ઉત્પાદ છે તે વિલક્ષણ છે કેમ કે પૂર્વેક્ષણ કરતાં ઉત્તરક્ષણ વિલક્ષણ જ છે.
૧. અહીં ક્રિયા ધાત્વર્થ માત્ર લેવાની છે. એટલે “સત્તા' જૂ ધાતુનો અથવા આ ધાતુનો અર્થ હોવાથી ક્રિયા
જ છે અને તે સત્તાનો સંબંધી જે હોય તે સંતુ કહેવાય. એ સંતુ કર્તા બને છે. એ કર્તાનું સ્થિરત્વ ત્યારે જ બની શકે કે સત્તારૂપ જે ક્રિયા છે તે સ્થિર હોય પણ એ સ્થિર નથી એને માટે દષ્ટાંત બતાવે છે.