________________
४०६
તત્ત્વાર્થ સૂત્ર કેમ કે મુખ્ય જે સત્ત્વ તેના પેટાભેદ પરસ્પર વિરુદ્ધ જે અનેક ધર્મ છે તેના વડે જ વિભાગ સંગત થઈ શકે છે. તો તેવો ક્યો ધર્મ છે જેનાથી સત્ત્વના વિભાગ થઈ શકે છે? આ જિજ્ઞાસાથી પ્રશ્ન પુછાય છે કે “કોના વડે ?”
તેનો જવાબ છે “વિશેષ વડે
સામાન્ય જે સત્ત્વ છે તેને વિશિષ્ટરૂપે બતાવનાર જ વિશેષ છે, બીજો નહીં. આ અભિપ્રાયથી ઉત્તર અપાય છે “વિશેષ વડે’. વિશેષ કોણ? ધટાદિ.
આ ઘટાદિ વિશેષ વડે એક સત્ત્વનો વ્યવહાર થાય છે. આમ નાના અનેક) સત્ત્વથી વ્યવહાર થાય છે.
આ શા માટે કહો છો ?
લોકયાત્રાની સિદ્ધિ માટે. આ રીતે જ લોકવ્યવહારની સિદ્ધિ થાય છે માટે આવો વ્યવહાર છે.
અનેક સત્ત્વ વડે લોકવ્યવહારને સિદ્ધ કરતો હોવાથી વ્યવહાર છે. સારાંશ એ છે કે વ્યવહાર સામાન્યથી સત્ માનતો નથી. કેમ કે એનાથી વ્યવહાર થાય નહીં. ઘટાદિ વિશેષથી જ વ્યવહાર થઈ શકે છે.
विशेषेण अवहारः इति व्यवहारः વિશેષથી જે વિભાગ કરાય તે વ્યવહાર. ઘટ, પટ આદિ અનેક સત્ત્વ વડે એક સત્ત્વનો જે વિભાગ કરાય તે વ્યવહાર છે. આ રીતે વ્યવહાર' શબ્દ અન્વર્ય સંજ્ઞાવાળો છે એમ સિદ્ધ થયું.
આ સાથે વ્યવહાર નય અને સંગ્રહ નયનું પ્રરૂપણ થવાથી દ્રવ્યાતિક અને માતૃકાપદાસ્તિકના સ્વરૂપને બતાવનાર દ્રવ્ય નયનું પ્રરૂપણ પૂર્ણ થાય છે...
આ અર્પિતાનર્પિત...” સૂત્રનો વિચાર દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયને લઈને જ કરવાનો છે. તેમાં આપણે સહુનો વિચાર કરી રહ્યા છીએ. તે સતુ દ્રવ્યાર્થિકની અર્પણ કરીએ ત્યારે નિત્ય છે અને પર્યાયાર્થિકની અર્પણ કરીએ ત્યારે અનિત્ય છે. તેમાં દ્રવ્યાર્થિકની અર્પણાથી સત નિત્ય છે એ આપણે વિચારી લીધું. અર્થાત્ દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક સત્ નિત્ય છે તે વિચાર્યું.
હવે પર્યાયાર્થિકની અર્પણાથી સત્ અનિત્ય છે અર્થાત્ ઉત્પનાસ્તિક અને પર્યાયાસ્તિક સત્ અનિત્ય છે તે વિચારીએ છીએ.
આ પર્યાયનય દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિકે કહેલ સામાન્ય વસ્તુના વિરોધપૂર્વક ભેદો જ એટલે કે ઉત્પાદ-વિનાશ સ્વભાવવાળા પર્યાયો જ–વિશેષો એ જ વસ્તુ છે આવું અવધારણ કરે છે. અર્થાત્ આ પર્યાય નય વિશેષ પદાર્થને જ પદાર્થ માને છે. સામાન્ય દ્રવ્ય છે જ નહીં તેવું સ્વીકારે છે.