________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧
૪૦૭ આમ જ્યારે દ્રવ્યનો જ આ નય નિષેધ કરે છે એટલે દ્રવ્ય-સામાન્યને જ માનતો નથી અને દ્રવ્ય જ માનતો નથી તો સંગ્રહ અને વ્યવહાર નયનો વિષય તો દ્રવ્ય જ છે તો તેનું પણ નિરાકરણ કરે છે. દ્રવ્યાસ્તિક સને સંગ્રહ ન માને છે અને માતૃકાપદાસ્તિક સત્ ને વ્યવહાર નય માને છે. આ બંનેનો પર્યાય નય ઇન્કાર કરે છે. પર્યાય નય સતના પહેલા બે પ્રકાર જેના વિષય છે તેવા આ બંને નયને સ્વીકારતો નથી. પર્યાય નય
હવે પર્યાય નય પોતાનું વક્તવ્ય શરૂ કરે છે. તે આ પ્રમાણે–
ઉત્પાદ અને વિનાશનો અટકયા વગરનો પ્રવાહમાત્ર જ વસ્તુ છે જે બધા વ્યવહારનું કારણ બને છે. સ્થિર કોઈ વસ્તુ છે જ નહિ. - વસ્તુ એટલે જ ઉત્પાદ અને વિનાશનો પ્રવાહ. વસ્તુ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. એક ક્ષણ પણ સ્થિર રહેતી નથી. ઉત્પન્ન થઈને તરત વિનાશ પામે છે. એટલે ઉત્પત્તિ, વિનાશ, ઉત્પત્તિ, વિનાશ આ પ્રમાણે ઉત્પાદ અને વિનાશનો પ્રવાહ અટક્યા વગર ચાલ્યા જ કરે છે. આથી ઉત્પાદ અને વિનાશનો પ્રવાહ જ વસ્તુ છે.
આત્મભાવ-કાર્યરૂપતાને પ્રાપ્ત કર્યા પછી એક પણ ક્ષણના આંતરા સિવાય બીજી જ ક્ષણમાં નાશમાન હોવાથી અર્થાત એક ક્ષણમાં વસ્તુનો ઉત્પાદ છે અને બીજી જ ક્ષણમાં વિનાશ થાય છે એટલે કોઈ એક અભિન્ન સ્થિત્યંશની સાથે સંબંધ સંભવતો નથી. ઉત્પાદ અને વિનાશની સાથે અભેદને ધારણ કરનાર વચમાં કોઈ એક સ્થિતિ છે જ નહીં. ઉત્પાદ થતાંની સાથે જ વિનાશ થાય છે માટે સ્થિતિ છે જ નહિ. એટલે ઉત્પાદ અને વિનાશ એ જ વસ્તુ છે...
આ રીતે પર્યાયન ઉત્પાદ અને વિનાશ જ માને છે પણ સ્થિતિને સ્વીકારતો નથી તેવો તેના વક્તવ્યનો સાર સમજાય છે. '
હવે આપણે સત્ અનિત્ય છે તે બતાવવા માટે પર્યાય નયના (૧) ઉત્પનાસ્તિક અને (૨) પર્યાયાસ્તિક આ બે વિકલ્પોને વિચારીએ છીએ. ઉત્પનાસ્તિક
ઉત્પત્તિ ક્ષણ પછી વિનાશ સ્વભાવવાળા પદાર્થમાં આ ઉત્પાદ અને વિનાશના પ્રવાહમાં સંપૂર્ણ સ્કૂલ અને સૂક્ષ્મ ઉત્પાદન સમૂહનું પ્રતિપાદન કરનાર પર્યાય નય ઉત્પન્નાસ્તિક સત્ માને છે. ઉત્પનાસ્તિકનો નિરુકતાર્થ..
મતિઃ ઉત્પન્નમાં જેની મતિ છે તે ઉત્પન્નાસ્તિક. અર્થાતુ ઉત્પાદ છે આવો જેનો અભિપ્રાય હોય તે ઉત્પન્નાસ્તિક કહેવાય છે.
૧. અહીં “આત્મલાભક્ષણ.” આવો પાઠ હોય તો પૂર્વમાં અસત્ હોય અને પછી જે સત્ત્વની ઉત્પત્તિ છે
તે આત્મલાભક્ષણ છે. ઉત્પત્તિ ક્ષણ પછી તરત જ ક્ષણમાં વિનાશી હોવાથી...